યુએસ ડોલરમાં મજબૂતી વચ્ચે ટ્રેઝરી ચિલ્ડ્સમાં તીવ્ર વૃદ્ધિ પાછળ સપ્ટેમ્બરમાં બેન્ચમાર્ક્સમાં નરમાઈ વચ્ચે કેટલાંક સ્મોલ કેપ કાઉન્ટર્સમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. બીએસઈ ખાતે તેમણે સપ્ટેમ્બરમાં ૬૮ ટકા સુધીનું તગડું રિટર્ન નોંધાવ્યું હતું. પ્લેટફોર્મ ખાતે ૧૫૦ કાઉન્ટર્સે ૧૦ ટકાથી વધુનું રિટર્ન આપ્યું હતું. ગયા સપ્તાહે બીએસઈ સેન્સેક્સ ૦.૨૭ ટકા અથવા ૧૮૦.૭૪ પોઇન્ટ્સ ઘટાડે ૬૫,૮૨૮.૪૧ની સપાટીએ જ્યારે નિફ્ટી ૫૦ ૦.૧૮ ટકા અથવા ૩૫.૯૫ પોઇન્ટ્સના ઘટાડે ૧૯,૬૩૮.૩૦ની સપાટીએ બંધ રહ્યાં હતાં.
લાર્જ-કેપ સૂચકાંકોમાં ફ્લેટ બંધ વચ્ચે બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૧.૨ ટકા અને બીએસઈ સ્મોલ-કેપ ઇન્ડેક્સ ૧.૩ ટકાની વૃદ્ધિ દર્શાવતાં હતાં. વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી પાછળ યુએસ ટ્રેઝરી યિલ્ડ્સ તેમની દોઢ દાયકાની નવી ટોચે પહોંચ્યાં હતાં. જેને કારણે ઇક્વિટી ઉપરાંત ગોલ્ડ જેવા એસેટ ક્લાસમાં વેચવાલી જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન આઈટી શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ ફાર્મા શેર્સમાં રોકાણકારોનો રસ વધતો જોવાયો હતો. જોકે, વિદેશી રોકાણકારો તરફથી વેચવાલી ચાલુ રહી હતી. તેમણે સાપ્તાહિક ધોરણે રૂ. ૮,૪૩૦ કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. બીજી બાજુ સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૮,૧૪૩ કરોડની ખરીદી કરી હતી. આગામી સપ્તાહે યુએસ અને ચીન ખાતેથી પીએમઆઈ ડેટા રજૂ થવાના છે. જેની પાછળ બજારમાં વોલેટિલિટી જળવાય રહેવાની શક્યતા છે.
માર્કેટમાં લગભગ એક સપ્તાહ સુધી સુષુપ્ત રહ્યાં પછી સ્મોલ-કેપ્સમાં ફરીથી ખરીદી જોવા મળી હતી. જેમાં અનેક કાઉન્ટર્સે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી. જેમકે આઈટીઆઈ, ઓમેક્સ, જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ, આઈએફ્સીઆઈ, જીટીએલ ઇન્ફાસ્ટ્રક્ચર, એનઆઈઆઈટી, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ, સેન્ટ્રલ બેંક, જીએમઆર – પાવર, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, મહાનગર ટેલિફોન નિગમ, પીડીએસ, એમએમટીસી જેવા કાઉન્ટર્સે એક મહિનામાં ૪૦-૬૮ ટકાની રેન્જમાં રિટર્ન આપ્યું હતું. બીજી બાજું. મહિનામાં કેટલાંક કાઉન્ટર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ, ડેલ્ટા કોર્પ, નવીન ફ્લોરિન, ટેક્સાકો ઇન્ફ્રા, શંકરા બિલ્ડિંગ પ્રોડક્ટ્સ, કામધેન વેન્ચર્સ, ઓપ્ટિમસ ઇન્ફાકોમનો સમાવેશ થતો હતો.
🔎🔎🔎🔎✨✨🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎
લેવા જેવા શેર,
કપાસ ના બજાર ભાવ આજના,
ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ,
કયા શેર ખરીદવા,
આજના શેર બજાર ભાવ,
શેર બજાર ગુજરાતી,
અમેરિકા શેર બજાર,
શેર બજાર શીખો pdf,
શેર બજાર એપ્લિકેશન,
0 ટિપ્પણીઓ