એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં મેનકાઈન્ડ ફાર્માએ ૪,૩૨૬ કરોડ અને જેએસડબ્લ્યૂ ઇન્ફ્રાએ ૨,૮૦૦ કરોડનું ઊંચું ફંડ મેળવ્યું,
ચાલુ નાણાવર્ષ દરમિયાન પબ્લિક ઇ ક્વિટી ફંડ રેઈઝિંગમાં વાર્ષિક ધોરણે ૬૯ ટકા વૃદ્ધિ જોવા મળી છે તેમ છતાં આઈપીઓ મારફતે ફંડ એકત્રીકરણમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૨૩-૨૪ના પ્રથમ છ મહિના દરમિઆન ભારતીય કંપનીઓએ આઈપીઓ મારફતે રૂ. ૨૬,૩૦૦ કરોડ ઊભાં કર્યાં છે. જે ગયા વર્ષે ઊભા કરવામાં આવેલા રૂ. ૩૫,૪૫૬ કરોડના ફંડ્સ સામે ઘટાડો સૂચવે છે. જોકે, બીજી બાજુ સરેરાશ લિસ્ટિંગ લાભ ગયા વર્ષની સરખામણીમાં ૨૯ ટકા જેટલો ઊંચો જોવા મળ્યો હતો. જેને કારણે રિટેલ પાર્ટિસિપેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી.
ગયા વર્ષે કુલ ૧૪ આઈપીઓ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં ૩૧ આઈપીઓ બજારમાં પ્રવેશ્યા છે. જોકે તેમણે ઊભા કરેલા ભંડોળની રકમ નીચી છે. જોકે, ગયા વર્ષે એલઆઈસીના આઈપીઓને બાકાત રાખીએ તો ચાલુ વર્ષે આઈપીઓ મારફતે ઊભી કરવામાં આવેલી રકમ ૭૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જોકે, ચાલુ વર્ષે સમગ્રતયા પબ્લિક ઇક્વિટી ફંડ રેઈઝિંગ રૂ. ૭૩,૭૪૭ કરોડ પર રહ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. ૪૩,૬૯૪ કરોડ પર જોવા મળતું હતું.
ચાલુ વર્ષે મેઈન બોર્ડ પર મોટા આઈપીઓમાં મેનકાઇન્ડ ફાર્મા(રૂ. ૪,૩૨૬ કરોડ), જેએસડબ્લ્યુ ઇન્ફાસ્ટ્રક્ચર(રૂ ૨,૮૦૦ કરોડ) અને આર.આર. કાબેલ(રૂ. ૧,૯૬૪ કરોડ)નો સમાવેરા થાય છે. જ્યારે સૌથી નાના આઈપીઓમાં પ્લાઝા વાયર્સ(રૂ. ૬૭ કરોડ)નો સમાવેશ થાય છે.
આઈપીઓની સરેરાશ સાઈઝ રૂ. ૮૪૮ કરોડ રહી હતી. છ મહિનામાં ભારમાં પ્રવેશેલાં કુલ ૩૧ આઈપીઓમાંથી ૨૧ આઈપીઓ તો માત્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બજારમાં પ્રવેશ્યા હતા. કુલ ૩૧ આઈપીઓમાંથી માત્ર ૧ આઈપીઓ ન્યૂ- એજ ટેક્નોલોજી કંપનીનો હતો.
બજારમાં પ્રવેશેલાં આઈપીઓમાંથી ૨૮ આઈપીઓનો અભ્યાસ કરીએ તો ૧૯ આઈપીઓ ૧૦ ગણાથી વધુ ભરાયા હતા અને તેમણે સારો પ્રતિભાવ મેળવ્યો હતો. આમાંથી નવ આઈપીઓ ૫૦ ગણાથી વધુ મરાયાં હતાં. જ્યારે ચાર આઈપીઓ માત્ર ત્રણ ગણાથી વધુ ભરાયા હતાં. જ્યારે પાંચ આઈપીઓ એકથી ત્રણ ગણા ભરાયાં હતાં. એચએનઆઈ સેગમેન્ટ(રૂ. ૨ લાખથી રૂ. ૧૦ લાખ) તરફથી પ્રોત્સાહક પ્રતિભાવે સાંપડ્યો હતો અને ૧૭ આઈપીઓમાં સેગમેન્ટનું ભરણું ૧૦ ગણાથી વધુ ભરાયું હતું. ગયા વર્ષની સરખામણીમાં રિટેલ ઇન્વેસ્ટર્સનો પ્રતિભાવ પણ અસાધારણ રીતે વધ્યો હતો. આઈડિયા કોર્ડ માટે ૨૨.૨૯ લાખ સાથે સૌથી વધુ આઈપીઓ અરજી જોવા મળી હતી. જ્યારપછી એરોક્લેક્સ માટે ૨૧.૬૨ લાખ અરજી અને એસબીએફ્સી ફાઇનાન્સ માટે ૨૦.૧૯ લાખ અરજી જોવા મળી હતી. આઈપીઓમાં રિટેલ તરફથી રૂ. ૫૫,૫૧૬ હજાર કરોડના શેરા માટે અરજી કરવામાં આવી હતી. જે કુલ આઈપીઓ મોબિલાઇઝેશનના ૧૧૮ ટકા જેટલી ઊંચી હતું. આ રેશિયો ૨૦૨૨- ૨૩માં ૩૩ ટકા જેટલો હતો. જોકે, રિટેલને માત્ર રૂ. ૬,૫૦૬ કરોડના શેર્સની તાળવણી કરવામાં આવી હતી. જે આઈપીઓ મોબિલાઇઝેશનના ૨૬ ટકા રકમ હતી. જે પ્રમાણ ૨૦૨૨-૨૩માં ૨૮ ટકા પર હતું.
લિસ્ટિંગની બાબતમાં આઇડિયા ફોજ ૯૩ ટકાનું અસાધારણ રિટર્ન આપ્યું હતું. જ્યાર પછીના ક્રમે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકા૯૨ ટકા), 'નેટવેબ ટેક્નોલોજિસ(૮૨ ટકા)નો સમાવેશ થાય છે. બુધવારે ૨૮ આઈપીઓમાંથી ૨૭ આઈપીઓ તેમના ઓફર ભાવથી ઉપર ટ્રેડ દર્શાવતાં હતાં.
🔎🔎🔎🔎✨✨🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎
શેર બજાર લાઈવ,
શેર બજાર ના સમાચાર,
શેર બજાર બુક,
ટોપ શેર,
શેર બજાર ની માહિતી,
લેવા જેવા શેર,
કપાસ ના બજાર ભાવ આજના,
ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ,
કયા શેર ખરીદવા,
આજના શેર બજાર ભાવ,
શેર બજાર ગુજરાતી,
અમેરિકા શેર બજાર,
શેર બજાર શીખો pdf,
શેર બજાર એપ્લિકેશન,
0 ટિપ્પણીઓ