દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ ૫૨ વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ૨૨થી ૨૮ સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન ૫૪,૧૦,૯૧૭ સોદાઓમાં કુલ રૂ.૫,૨૮,૨૯૦.૦૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.૧,૦૯,૩૪૧.૬૧ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. ૪૧૮૭૮૬.૭૬ કરોડનો હતો.



સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના- ચાંદીમાં ૮,૬૮,૧૫૧ સોદાઓમાં રૂ.૬૬,૬૪૪.૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૮,૭૩૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપ૨માં રૂ.૫૮,૯૯૬ અને નીચામાં રૂ.૫૭,૦૨૬ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૧,૬૯૪ ઘટી રૂ.૫૭,૧૨૮ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૩૮૭ ઘટી રૂ.૪૭,૪૦૩ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૭૩ ઘટી રૂ.૫,૭૮૭ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૭૦૭ ઘટી રૂ.૫૭,૧૪૬ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧ કિલોદીઠ રૂ.૭૨,૯૯૩ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૭૩,૭૮૧ અને નીચામાં રૂ.૭૦,૩૧૨ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૨,૪૬૮ ઘટી રૂ.૭૦,૬૦૦ ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૨,૩૦૦ ઘટી રૂ.૭૦,૭૩૮ અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૨,૩૧૪ ઘટી રૂ.૭૦,૭૫૩ બંધ થયો હતો.


બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે ૧,૦૮,૧૫૦ સોદાઓમાં રૂ.૧૨,૬૪૩.૩૯ કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.૭૧૯.૬૫ના ભાવે ખૂલી, રૂ.૧૦.૬૦ ઘટી રૂ.૭૦૮.૫૫ જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૪.૭૫ વધી રૂ.૨૦૭.૬૫ તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૪.૭૦ વધી રૂ.૧૯૨ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૩.૨૫ વધી રૂ.૨૨૬ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ- મિની સપ્ટેમ્બર વાયદો ૧ કિલોદીઠ રૂ.૪.૩૦ વધી રૂ.૨૧૦.૭૦ સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૧૨.૩૦ વધી રૂ.૨૦૦.૦૦ જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.૩.૦૫ વધી રૂ.૨૨૫.૫૫ બંધ થયો હતો.