“જીવન એટલે ચાલતાં ચાલતાં કોઈ અજ્ઞાત સ્થળે તમે થોડોક સમય થાક ખાવા, ફ્રેશ થવા રોકાવ એવું જ કંઈક.'

“જીવન” એ બહુ જ સરળ અને બહુ જ જટિલ શબ્દ છે !! કોઈપણ વ્યક્તિ આનો જવાબ બેબાકપણે પોતાના હિસાબે તરત આપશે. જીવન સંઘર્ષ છે, જીવન દરિયો છે, જીવન આગ છે, જીવન બહુ જ અઘરું છે, જીવનમાં કંઈ જ નથી. .. બસ, જીવન બહુ અટપટું છે ! જેને જે યોગ્ય લાગે તે જવાબ મળશે.


પરંતુ ‘જીવન’ ઉત્સવ છે એવું માનવાવાળા કેટલા ? પર્સનાલીટી ડેવલપ કરવા, તમારું સ્ટેટસ ઊભું કરવા આ શબ્દનો અર્થ સમજવો બહુ જરૂરી છે. તો જીવનનો સાચો અર્થ શું ? આ વિશે અનાદિકાળથી આજ સુધી લોકો અભિપ્રાય આપતા રહ્યા છે.


જીવન એટલે.., મનુષ્ય - જીવન એટલે... ? મારી દૃષ્ટિએ “એક અનંત પ્રવાસનો એક ટાપુ ઉપર થોડા સમય માટેનો વિસામો, મારે જોઈએ છે શું ? એ નક્કી કરીને તે મેળવવાનો સમય !”


“જીવન એટલે ચાલતાં ચાલતાં કોઈ અજ્ઞાત સ્થળે તમે થોડોક સમય થાક ખાવા, ફ્રેશ થવા રોકાવ એવું જ કંઈક.' ઈશ્વરે દરેક જીવ માત્ર માટે આવા યથાયોગ્ય વિસામા શોધી જીવન આપ્યું છે.