આવતીકાલથી ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે. આ વખતનું ચોમાસું દેશના પશ્ચિમ કાંઠે ૮મી જૂન પછી થોડું આગળ વધી ૧૧મી તારીખ સુધીમાં કર્ણાટકના ભાગ સુધી અટકી ગયું છે. પરંતુ બંગાળના ઉપસાગરનું ભારેખમ વહન ભારે વરસાદી સિસ્ટમ લઈને આવતા આવતીકાલથી ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું વહન આવવાની શક્યતા રહેશે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.



રાજસ્થાન-મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડશે, સાબરમતી-નર્મદા બે કાંઠે થશે

અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ મળતા આ ચોમાસું

લાઈવ હવામાન નક્સા જૉવા અહી ક્લિક કરો

ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવશે. જેમાં તા.૨૫-૨૬ જૂનથી ચોમાસું શરૂ થશે. પરંતુ તા.૨૮ જૂનથી ૨ જુલાઈ વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો, સમી, હારીજ, માણસાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય પંચમહાલના ભાગો અને અમદાવાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. ઉદયપુર વગેરે ભાગોમાં ભારે વરસાદ થતા તેમજ સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થતા સાબરમતીનદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. ઉપરાંત મુંબઈના વિદર્ભના ભાગો, મુંબઈ-મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. ભરૂચમાં પણ બેચરાજી, કડી, સિદ્ધપુર, વિસનગર,ભારે વરસાદ પડી શકે. આહવા, ડાંગ, વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના માર્ગોમાં ગુજરાતના ભાગોમાં વડોદરાના ભાગો,પણ અતિ ભારે વરસાદની શક્યતા રહેતા મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેતા નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. ૮મી જુલાઈ સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.


આજ નું હવામાન લાઈવ જુવો