એક વાવાઝોડામાં ૧૦હજાર એટમ બોમ્બજેટલી શક્તિ હોય છે !




ગ્લૉબલ વૉર્મિંગને કારણે કુદરતી સંતુલન ખોરવાઇ રહ્યું છે.આ સંતુલન જો વધારે બગડતું જશે તો બિપરજોય જેવાં વાવાઝોડાં અવારનવાર સજાશે અને આપણને ભયંકર નુકસાનીમાં નાખશે

ચારે તરફ બિપરાય વાવાઝોડાની ચર્ચા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અંગે ચિંતા છે. ગુજરાત સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરલ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, લક્ષદ્વીપ રાજ્યોમાં પણ ચેતવણી અપાઈ છે. વાવાઝોડાને કારણે પ્રભાવિત વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડુ ફૂંકાવાનું છે. ૧૫મી એ ૧૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ફૂંકાવાની ચેતવણી અપાઈ હતી. વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલી તબાહી મચાવી છે તેની આપણને સૌને ખબર પડવા માંડી છે અને હજુ આવનારા દિવસોમાં નુકસાનીના અંદાજ મુકાશે. 

સવાલ એ છે કે   આ વાવાઝોડું ઉદ્ભવે કેવી રીતે છે અને તે કેટલું ખતરનાક બની શકે છે ? 


   જ્યારે હવાની લહેર ૧૫૦ કિ.મી.ની ઝડપે આગળ વધતી હોય ત્યારે તેને અવરોધતી તમામ વસ્તુઓને ઉખાડી નાખે છે. ૧૫૦ કિ.મી.ની ઝડપે કોઈ ગાડી જતી હોય તેની સાથે કોઈ વસ્તુ અથડાય તો જે દુર્ઘટના સર્જાય છે તેનાથી ઘણી વધારે દુર્ઘટના તેજ પવનો સતત આવતા રહે તો સર્જાય છે. જે લોકોએ કર્યો હશે તેમને ખબર છે કે વા વંટોળ જ્યારે શરૂ થાય છે અને ગતિ પકડે છે ત્યારે પાકા ઘરોને પણ સમતોલ કરી દે છે. કાચા ઘરોને ઉડાવી મૂકે છે, વીજળીના થાંભલાઓને ધરાશાયી કરી દે છે. 

 બીજા શબ્દોમાં કહીએ તો તોફાની વાવાઝોડા પોતાની પાછળ ભીષણ તબાહીના નિશાનો છોડી જતા હોય છે. તો અમેરિકાની સંસ્થા નાસાનું કહેવું છે કે, એક શક્તિશાળી વાવાઝોડામાં ૧૦ હજાર પરમાણુ બોમ્બ જેટલી તાકાત હોય છે. એટલે કે એક વાવાઝોડું પોતાના જીવનચક્ર દરમિયાન ૧૦ હજાર પરમાણુ બોમ્બ જેટલી શક્તિ ખર્ચ કરે છે. નાસાએ ૨૦૧૭માં આવેલા સાત તોફાની વાવાઝોડાનો અભ્યાસ કર્યો. આ સાતમાંથી ચાર તોફાનો જેના નામ હાર્વે, ઇરમા, જોસ અને મારિયા હતા. આ તોફાનોને શ્રેણી ત્રણમાં વર્ગીકૃત કરાયા હતા. એટલે કે આ તોફાન બહુ વધારે શક્તિશાળી હતા. એમાં પણ જોસ સિવાયના બીજા ત્રણ તોફાનો સૌથી વધુ શક્તિશાળી હતા. આ તોફાનો દરમિયાન ૨૦૯ કિલોમીટ૨ કલાકની ઝડપથી વાવાઝોડું ફૂંકાયું હતું અને સંબંધિત વિસ્તારોમાં ભારે પૂર આવ્યું હતું. આ તોફાનમાં તેની અડફેટમાં આવેલું બધુ જમીનદોસ્ત કરી નાખ્યું હતું.



તોફાનો કેવી રીતે સર્જાય છે તે અંગે હવામાનના વૈજ્ઞાનિક ફીલિપ ક્લૉટ્સબુકનું કહેવું છે, તોફાની ઉષ્ણકટિબંધ ચક્રવાત પાણીની ઉપર બને છે. જ્યાં વધારે ભેજ હોય છે. સમુદ્રની સપાટીનું તાપમાન ૨૬ ડિગ્રીથી વધારે હોય છે. ત્યારે હલકી હવાઓ ચાલુ થાય છે. આ પરિસ્થિતિ સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય એટલાન્ટિક અને ઉત્તરી પ્રશાંત ક્ષેત્રમાં ઉનાળુ અને શિયાળાની શરૂઆતની મોસમમાં બનતી હોય છે. નાસાના જણાવ્યા અનુસાર આ પ્રકારના તોફાની ચક્રવાત ઈંધણના પોતાના જીવનમાં ક્યારેય પણ તોફાની વાવાઝોડાનો અનુભવરૂપમાં ગરમ અને ભેજવાળી હવાઓનો ઉપયોગ કરે છે. આ હવા સમુદ્રની સપાટીથી ઉપર અને દૂર સુધી ફૂંકાય છે. જેના કારણે ઓછા દબાણવાળું વાયુક્ષેત્ર બને છે. પરિણામે વધારે દબાણવાળી વિસ્તારોમાંથી હવા એકાએક આ ઓછા દબાણવાળી જગ્યાએ ફૂંકાય છે અને તેના કારણે આ પ્રકારનું વંટોળ સર્જાતું હોય છે. જેવી ગરમ હવા અને ભેજવાળી હવા આવ્યો છે. ઉપર ઊઠે છે અને ઠંડી પડે છે ત્યારે તેમાં રહેલું પાણી વાદળનું રૂપ લે છે. વાદળો વધતા જાય છે અને પવન તેજ થાય છે અને આગળ વધે છે. જે દરિયાની ગરમીને કારણે આગળ ને આગળ વધતા રહે છે. આ તોફાન ગોળ ગોળ ફરતું હોય છે. તેના બહારનાં ભાગમાં સૌથી વધારે તેજ હવાઓ હોય છે. જ્યારે કેન્દ્રમાં ઓછા દબાણવાળું એક શાંત ક્ષેત્ર બને છે જેને સાઈક્લૉનની આઇ એટલે આંખ કહેવામાં આવે છે. આ તોફાન સામાન્ય રીતે લેન્ડફોલ એટલે કે જ્યાં ધરતી પર ત્રાટકે છે. ત્યારબાદ ઓછું શક્તિશાળી બની જાય છે. કારણકે તે પોતાનું ગરમ પાણી ગુમાવી દે છે.



વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ગ્લૉબલ વૉર્મિંગને કારણે આ પ્રકારના વાવાઝોડા વારંવાર સર્જાય છે અને તેની તીવ્રતા પણ વધારે થતી જાય છે. ગ્લોબલ વાંમિંગ ને કારણે સમુદ્રનું પાણી ગરમ થાય છે અને તોફાનને આ કારણે તેનુ ઈધણ મળતું રહે છે. ગરમ પાણીને કારણે તોફાનની તીવ્રતા અને સંખ્યામાં પણ વધારો થાય છે. આ કારણે સૌથી વધારે શક્તિશાળી તોફાન સામાન્ય રીતે ખાડી વિસ્તાર અને કરેબિયન સમુદ્રમાં બને છે જ્યાં ગરમી વધારે પડતી હોય છે. આ વિસ્તારોમાં સમુદ્રની ઊંડાઈમાં પણ પાણી ગરમ હોય છે. એટલાન્ટિક મહાસાગરમાં સામાન્ય રીતે પાણી ઠંડું હોય છે. જેવું તોફાન આગળ વધે છે અને ઊંડાઈનું ઠંડું પાણી ઉપર આવે છે ત્યારે તે પોતાની શક્તિ ગુમાવી દે છે. હવે જો એટલાન્ટિક ઓસન પણ જો ગરમ થવા માંડે તો આ સ્થિતિ બદલાય અને વાવાઝોડાને શક્તિ મળતી જ રહે. પરિણામે વારંવાર વાવાઝોડા આવવાની શક્યતા રહે છે. વૈજ્ઞાનિકોનાં કહેવા પ્રમાણે, એટલાન્ટિકમાં ઉત્પન્ન થતું કોઇ પણ તોફાનમાં સૌથી વધારે તેજ હવાઓનો રેકોર્ડ નોંધવામાં આવ છે,




આમ આખરે વાત પ્રાકૃતિક અસમના સુધી આવીને ઊભી રહી છે. ગ્લૉબલ વૉર્મિંગને કારણે કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે. આ સંતુલન જો વધારે બગડતું રહેશે તો બિપરજોય જેવા વાવાઝોડા અવારનવાર સજાશે અને આપણને ભયંકર નુકસાનીમાં નાખશે. ભારતનો દરિયાકાંઠો ખૂબ વિશાળ છે. ગુજરાતથી શરૂ કરીને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલ, આંધ્રપ્રદેશથી ઓરિસ્સા સુધીનો ખૂબ જ લાંબો પટ્ટો દરિયાકિનારાનો છે. આ સંજોગોમાં જો ગ્લૉબલ વૉર્મિંગ વધતું જ જશે તો દેશના ઘણાંબધા રાજ્યોને વારંવાર વાવાઝોડાની તબાહીનો સામનો કરવો પડશે.