google.com, newstruggle : "દિત્વાહની ધમાકેદાર વળકણ — ડીપ-ડિપ્રેશન કિનારે મોડી જાગૃતિ, તટિયું વિસ્તારમાં ગભરાટ!"

બુધવાર, 3 ડિસેમ્બર, 2025

"દિત્વાહની ધમાકેદાર વળકણ — ડીપ-ડિપ્રેશન કિનારે મોડી જાગૃતિ, તટિયું વિસ્તારમાં ગભરાટ!"

 બંગાળની ખાડીથી દક્ષિણ પશ્ચિમમાં વાવાઝોડું દિત્વાહનો બાકીનો હિસ્સો ફરી પૂર્વ કાંઠા તરફ યૂ ટર્ન લઈ રહ્યો છે આને કારણે તામિલનાડુ તેમજ પુડ્ડચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ચેન્નઈ અને તેની આસપાસના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. વાવાઝોડું દિત્વાહ ફરી પૂર્વ કાંઠા નજીક પહોંચી ગયું છે. આને કારણે તામિલનાડુનાં ૪ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. વાવાઝોડું દિત્વાહ આગામી ૧૨ કલાકમાં સાઉથ વેસ્ટ તરફ વળવાની શક્યતા છે. આ પછી તે નબળું પડશે. ઉત્તર અને મધ્ય ચેન્નઈનાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા ૨૪કલાકમાં ભારે વરસાદ પડયો હતો. 


ચેન્નઈ અને તિરુવલ્લુરનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. છેલ્લા થોડા કલાકોમાં આ સિસ્ટમ ચેન્નઈ કાંઠા નજીક રહ્યા પછી નબળી પડીને કલપકક્કમ બેલ્ટ ખાતે ચેન્નઈનાં દક્ષિણ તટને પાર કરશે. ચેન્નઈની ઉપર અને આસપાસનાં વિસ્તારોમાં હજી વાદળો વિખરાયા નથી. સિસ્ટમ લેન્ડફોલ થાય તે પછી રાનીપેટ અને તિરુવન્નામલાઈમાં વરસાદ પડી શકે છે.


તામિલનાડુનાં કેટલાક જિલ્લામાં સતત બીજા દિવસે ભારેથી હળવો વરસાદ ચાલુ રહ્યો હતો જેને કારણે ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ ખાતે પાણી ભરાયા હતા.


દેશનાં ૬ રાજ્યોમાં ૧૦ દિવસ કોલ્ડવેવની શક્યતા


ઉત્તર ભારતનાં કેટલાક રાજ્યોમાં શીતલહેર ફરી વળી છે. દેશના ૬ રાજ્યો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રમાં ૧૦ દિવસ કોલ્ડવેવની સંભાવના છે. મધ્યપ્રદેશમાં ૫મીથી કાતિલ ઠંડી પડશે અને શીતલહેર જોવા મળશે. એમપીમાં ભોપાલ અને ઈન્દોર સહિત કેટલાક શહેરોમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે ગયો હતો. રાજસ્થાનમાં પણ હાડ ગાળી નાંખતી ઠંડી પડી શકે છે. ચુરુ, ઝુનઝુનુ અને શીકરમાં પાંચમી સુધી શીતલહેરનું યલો એલર્ટ જાહેર કરાયું છે.


ટિપ્પણીઓ નથી: