google.com, newstruggle : "વિશ્વની 81% વસ્તી શહેરોમાં ભેગી! ગામડાં પણ શહેર બને એવી હકીકત – UN રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો!"

મંગળવાર, 2 ડિસેમ્બર, 2025

"વિશ્વની 81% વસ્તી શહેરોમાં ભેગી! ગામડાં પણ શહેર બને એવી હકીકત – UN રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો!"

 દુનિયાની કુલ વસ્તીના ૮૦ ટકા લોકો હવે શહેરોમાં જ વસે છે. ગામડાની પાદ સૌને આવે છે અને લોકો જૂનું જીવન જીવવા ઇચ્છે. પરંતુ શહેરીકરણના આકર્ષણના આંકડા ચોંકાવનારા છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર આખી દુનિયાની ૮૦ ટકા વસ્તી હવે શહેરી ક્ષેત્રોમાં વસવાટ કરે છે. એવું એટલા માટે, કેમ કે, મોટા પાયે પલાવનના કારણે લોકો શહેરોમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત ઘણાં બધાં ગામ એવાં પણ છે જે હવે વિકાસની દોડમાં આગળ વધીને શહેરમાં ફેરવાઈ ગયાં છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ વર્લ્ડ અર્બનાઇઝેશન પોસ્પેકટ્સ ૨૦૨૫ અનુસાર દુનિયાના ૮૧ ટકા લોકો હવે શહેરોમાં છે. રસપ્રદ વાત એ છે કે ૨૦૧૮માં આ આંકડો માત્ર પપ ટકા હતો. રિપોર્ટ અનુસાર, ૪૫ ટકા લોકો શહેરોમાં વસે છે, જ્યારે ૩૯ ટકા લોકો ટાઉનમાં રહે છે. આ રિપોર્ટ પેટ્રિક ગેરલેન્ડના નેતૃત્વમાં તૈયાર કરાયો છે. એટલું જ નહીં, અનુમાન છે કે, ૨૦૫૦ સુધીમાં દુનિયાના ૮૩ ટકા લોકો શહેરોમાં પહોંચી જશે.



આ રિપોર્ટ તૈયાર કરવામાં અલગ અલગ દેશોના પેરામીટરનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે, જાપાનમાં જો ૫૦ હજારની વસ્તી હોય તો તેને શહેરનો દરજજ્જો અપાય છે. પરંતુ ડેનમાર્કમાં આ આંકડો માત્ર ૨૦૦ લોકોનો જ છે.


રિપોર્ટ માટે માપદંડ નક્કી કરાયા!


આ રિપોર્ટ માટે એવો માપદંડ તૈયાર કરાયો કે ૫૦ હજાર લોકોની વસ્તી હોય અને ઓછામાં ઓછા પ્રતિ વર્ગકિમીના ક્ષેત્રફળમાં ૧,૫૦૦ લોકો વસવાટ કરતા હોય. આ ઉપરાંત નગરો માટે આ આંકડો ૫,૦૦૦ રખાયો છે અને પ્રતિ વર્ગકિમી ૩૦૦ લોકોની વસ્તીનો માપદંડ રાખવામાં આવ્યો. આ રીતે દુનિયાની કુલ ૧૯ ટકા વસ્તી જ હવે વાસ્તવિક રીતે ગામડાંમાં રહે છે. રિપોર્ટ અનુસાર દુનિયાના બધા ભાગમાં શહેરીકરણ વધી રહ્યું છે. ભારત જેવા દક્ષિણ એશિયન દેશો બાબતે રિપોર્ટમાં કહેવાયું છે કે, અહીં મુખ્યત્વે શિક્ષણ અને રોજગાર માટે લોકો શહેરો તરફ જાય છે.


શહેરીકરણથી ઊભી થતી મુશ્કેલીઓ!


રિપોર્ટ એમ પણ કહે છે કે પ્લાનિંગ વગર શહેરીકરણમાં વધારો થવાથી કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જેમ કે, શહેરનો વિસ્તાર થઈ જાય અને તે અનુસારની સાર્વજનિક પરિવહનની વ્યવસ્થા ન હોય તો રહેવાનું મુશ્કેલ થઈ જાય છે. આ ઉપરાંત પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે, કેમ કે, વ્યક્તિગત વાહનોની સંખ્યા ઘણી વધી જાય છે.


ટિપ્પણીઓ નથી: