હવામાન વિભાગની આગાહી.પાસ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાઓ એલર્ટ કરાયા.
રાજ્યમાં આવતીકાલ શુક્રવાર થી માંડીને આવતા સોમવાર સુધીના પાસ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્રોને એલર્ટ કરાયા છે.
મંગળવારે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર - એસ ઇ ઓસી ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપ ની બેઠકમાં હવામાન વિભાગ તરફથી વરસાદની આ આગાહી સંદર્ભે તંત્રને સજાગ રહેવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતા છ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામા આવી છે.
કયા જીલ્લામાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી અને વલસાડ જિલ્લામાં પડવાની તેમજ ભારે વરસાદ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં થવાની શક્યતા છે.
બાકીના જિલ્લા અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના જણાવાઈ રહી છે. ૬ દિવસ દરમિયાન પવનની ગતિ ૩૦ થી ૪૦ કિલોમીટર સુધીની રહેવાનો અંદાજ છે.
Ndrf ની ૧૩, અને sdrf ની ૨૦ ટીમો દિપ્લોય કરવામાં આવી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એન ડી આર એફ ની ૧૩ ટીમો તથા એસ ડી આર એફ ની ૨૦ ટીમો જિલ્લાઓમાં ડિપ્લોય કરી દેવાઈ છે. જ્યારે એન ડી આર એફ ની ૨ ટીમો વડોદરા ખાતે અને એસ ડી આર એફ ની ૧૩ ટીમો હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રખાઈ છે.
રાજકોટ ખાતે ૨ અને વલસાડ, સુરત, પોરબંદર, પાટણ, કચ્છ, જૂનાગઢ, ગાંધીનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી અને અમદાવાદ ખાતે એક-એક એન ડી આર એફ ટીમ ડિપ્લોય કરાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
દેશમાં જુલાઈમાં સામાન્ય કરતા વધારે વરસાદ થવાની ધારણા છે.
દેશમાં જુલાઈમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને વરસાદનું પ્રમાણ ૧૦૬ ટકા રહેવાની શક્યતા હોવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દેશના મધ્ય અને ઉત્તરના રાજયોમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
જુલાઈમાં દેશમાં સામાન્ય રીતે ૨૮૦ મીમી વરસાદ પડતો હોય છે. ચોમાસાની ૪ મહિનાની સિઝનમાં જુલાઈમાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે. માસિક સરેરાશ ની રીતે જોઈએ તો જુલાઈમાં સામાન્ય કરતા વધારે વરસાદ વરસી શકે છે. જે લાંબાગાળાની એવરેજ મુજબ ૧૦૯ ટકા કે ૨૮૦.૪ મીમી જેટલો હોઇ શકે છે.
તેમ હવામાન ખાતાના વડા મૃત્યુંજય મોહોત્રાએ જણાવ્યું છે. જો કે તેમણે તમિલનાડુ, કેરળ, બિહાર અને પશ્ચિમ નાં રાજ્યો નાં જિલ્લા તેમજ સમગ્ર પૂર્વોત્તરમાં સામાન્ય કરતા ઓછા વરસાદની ધારણા વ્યક્ત કરી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને વિદર્ભ તેમજ તેલંગાણામાં ભારે વરસાદને કારણે મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં પૂર આવી શકે છે. બ્રાહ્મણી, સુવર્ણ રેખા અને તૃષિકુલ્ય નદીનું જળસ્તર વધી શકે છે.
ઉત્તરાખંડ અને હરિયાણામાં પણ સારો વરસાદ પડી શકે છે. દિલ્હીમાં પણ શ્રીકાર વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડથી દક્ષિણમાં વહેતી નદીઓમાં પૂર આવી શકે છે. જુલાઈમાં દેશનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહ્યું હતું.
જો કે મલબાર કોસ્ટ, નોર્થ ઈસ્ટ, બિહાર અને જમ્મુ-કાશ્મીરમાં તાપમાન ઠંડું રહ્યું હતું. મધ્ય અને ઉત્તર ભારતમાં લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતા નીચું નોંધાયું હતું.
ટિપ્પણીઓ