આવતી કાલે દેશ નાં 23 રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી! આંધી સાથે વરસાદનો આ સિલસિલો ૧૦ મી સુધી ચાલુ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે.
દેશનાં કેટલાક રાજ્યોમાં ૧૦ મી સુધી કડાકાભડાકા સાથે વરસાદ ની સંભાવના.મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને વિદર્ભ નાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
દેશનાં કેટલાક રાજ્યોમાં અને ખાસ કરીને ઉત્તર તેમજ પશ્ચિમનાં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ કહેર મચાવી રહ્યો છે. ક્યાંક આંધી અને કડાકા ભડાકા તેમજ વીજળી સાથે વરસાદ તબાહી મચાવી રહ્યો છે.
આંધી સાથે વરસાદનો આ સિલસિલો ૧૦ મી સુધી ચાલુ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને વિદર્ભ નાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
વરસાદની સિસ્ટમ સર્જાવા થી પૂર્વ ભારત, મધ્ય ભારત તેમજ ઉત્તર પશ્ચિમ ભારતનાં કેટલાક હિસ્સામાં આગામી ૭ દિવસ આંધી સાથે વરસાદ પડી શકે છે.
રાજસ્થાનનાં કેટલાક જિલ્લામાં આગામી ૪-૫ દિવસ વરસાદી કહેર ચાલુ રહી શકે છે. મધ્ય પ્રદેશમાં માંદલા, શિવની અને બાલઘટ માં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
જબલપુરમાં વરસાદને કારણે જમીન ધસી પડવાથી નેશનલ હાઈવે નાં ટ્રાફિક ને અસર થઈ છે. યુપીના કાશીમાં મણિકર્ણિકા ઘાટ ડૂબી જવાથી યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોને હાલાકી પડી છે.
આસપાસનાં નાના મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ,પશ્ચિમ બંગાળ, ઓડિશા અને વિદર્ભમાં ૧૦ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને યુપીમાં ૧૦ મી સુધી ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં રવિવાર સુધી ભારે વરસાદની સંભાવના છે.
મહારાષ્ટ્રમાં ૭ જુલાઈ સુધી ભારે વરસાદ વરસી શકે છે. આગામી સાત દિવસ સુધી વીજળીનાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદનો કહેર ચાલુ રહ્યો છે. ઓડિશામાં પણ વરસાદે હાલાકી સર્જી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે રાજ્યને રૂ. ૫૦૦૦ કરોડનું નુકસાન થયું છે.
સૌથી વધુ નુકસાન મંડીમાં થયું છે. જ્યાં ૩૧ લાપતા લોકોની શોધ કરાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં ૧૪ પુલ તણાઈ ગયા છે. ૫૦૦ રસ્તા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. જમીન ધસી પડવાથી ૬૯ નાં મોત થયા છે.
ટિપ્પણીઓ