ગુજરાત સહિત 22 રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી! હવામાન વિભાગ ની આગાહી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી!

 ગુજરાત સહિત 22 રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી!



દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત સહિત દેશભરમાં છવાયું છે, ઘણાં ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દેશમાં સામાન્ય ક્વોટા થી 15% વધુ વરસાદ ખાબક્યો છે. અત્યાર સુધીમાં 221.6 મીમી વરસાદ પડવાનો હતો, પરંતુ 254 મીમી વરસાદ પડ્યો છે. 

મધ્ય ભારતમાં સૌથી વધુ 42%, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 37% વધુ વરસાદ પડ્યો છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં 20% ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે મંગળવારથી 12 જુલાઈ સુધી લગભગ 22 રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, પૂર અને વીજળી પડી શકે છે, આ વિસ્તારમાં ઓરેન્જ અને રેડ એલર્ટ અપાયું છે. 

જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પૂર્વ-પશ્ચિમ યુપી, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય નો સમાવેશ થાય છે.


હિમાચલ માં  17 દિવસમાં 19 વખત વાદળ ફાટ્યા ની ઘટના બની છે.


હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ગત સપ્તાહે મંડી જિલ્લામાં વાદળ ફાટતાં પૂર અને ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં 30 હજુ પણ ગુમ છે. લગભગ 250 બચાવ કાર્યકરો રેસક્યું કરી ઓપરેશનમાં જોડાયા છે.

 આ આફતમાં 14 પુલ, 235 રસ્તા, 225 ઘરો નાશ પામ્યા છે. નોંધનીય છે કે 20 જૂનથી રાજ્યમાં વાદળ ફાટવાની 19 ઘટના બની છે. તેના લીધે 23 સ્થળોએ અચાનક પૂર અને 16 સ્થળોએ ભૂસ્ખલન થયું છે, જેમાં 78 લોકોએ જીવ ગુમાવ્યા છે.


ઝારખંડ: 12 જિલ્લામાં પૂરનું જોખમ વધ્યું છે.


હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની ચેતવણી જારી કરી છે. રાંચી હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડિરેક્ટર અભિષેક આનંદે જણાવ્યું હતું કે ઝારખંડમાં 1 જૂનથી 6 જુલાઈ દરમિયાન સામાન્ય કરતાં 69% વધુ વરસાદ પડયો છે.


આંધ્રપ્રદેશ માં  હવામાન વિભાગે 7 થી 11 જુલાઈ દરમિયાન રાજ્યમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.


ઓડિશા માં  પશ્ચિમ બંગાળની આસપાસ એક લો પ્રેશર સર્જાયું છે. તેના લીધે ઓડિશાના 16 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. નુ આપાડા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાથી 2 લોકોના મોત થયા છે.





.

ટિપ્પણીઓ