રાજ્યભરમાં ૩૦ થી ૫૦ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાશે, માવઠાને પગલે યલો જાહેર કરાયું.રાજ્યમાં સોમવારથી કમોસમી વરસાદની આગાહી, ૧૨ જિલ્લામાં કરાં પડી શકે છે.
આગામી ૫ દિવસમાં કરાં, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી.
ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે મોટા રાહતના સમાચાર હવામાન વિભાગ તરફથી આવ્યા છે. હવામાન વિભાગે રાજયના અનેક જીલ્લાઓમાં આગામી ૫ દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
તા. ૫-૬ મેના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાશે તો ૮ મેથી લઈને ૧૦ મે સુધીમાં કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.
તા. ૫-૬ મેના રોજ વીજળીના ગડગડાટ સાથે કમોસમી માવઠું અને પવન ફૂંકાશે. આ સાથે રાજ્યના ૧૨ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે.
રાજયમાં એકાએક વાતાવરણમાં પલટા પાછળનુ કારણ હવાનું ચક્રવાત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી ૦.૯ કિ.મી. ઉપર છે. જેની અસર રાજયના મોટાભાગના વિસ્તારોમાં થવાની છે.
આવતીકાલે રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવા ની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. ૫-૬ મે, ૨૦૨૫ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા,મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠા સાથે કરા પડવાની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે આ બે દિવસ દરમિયાન રાજ્યભરમાં ૫૦-૬૦ KM HR ગતિએ પવન ફુંકાવાની સાથે કમોસમી વરસાદની પડવાની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં ૪૧,૮ નગરમાં ૪૧.૫ અને અમદાવાદમાં ४१.४ અને ગાંધીનગરમાં ૪૧ ડીગ્રી નોંધાય છે. જયારે સૌથી ઓછી ગરમી દ્રારકા માં ૩૧.૭ ડીગ્રી નોંધાય છે.
કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદની આગાહી
તારીખ 4 : બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, કચ્છ •
તા.૫: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ,નવસારી, દમણ
તા.૬ : પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમદાવાદ,
તા. ૭ : બનાસકાંઠા, સાબરકાંઠા,આણંદ,ખેડા,ભરુચ, ડાંગ, સુરત અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ
તા. ૮ : અમરેલી,ભાવનગર, સુરત, નર્મદા ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
0 ટિપ્પણીઓ