પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ૩ થી 12 મે સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી!
એપ્રિલ આખો મહિનો જાણે આકાશમાંથી અગનગોળા છૂટતા હોય તેવી કાળઝાળ ગરમી પડી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી તો મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહ્યુ છે અને ગરમીથી લોકો દેકારો પોકારી ઉઠયા છે. ત્યારે આગ ઓકતી ગરમી વચ્ચે હવામાન વિભાગે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મે મહિનાના પ્રારંભે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શકયતાઓ રહેલી છે.
હવામાન વિભાગે ૩ થી 12 મે દરમ્યાન ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ થાય તો મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
અખાત્રીજે જ હવામાન વિભાગે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૩ થી 12 મે સુધી ગુજરાત માં કમોસમી વરસાદનું વાતાવરણ રહેશે.
પ્રથમ દિવસે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થશે અને બાદમાં મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
4 અને 8 મેના રોજ માવઠાની સૌથી વધુ અસર રહેશે.
સામાન્ય રીતે ચોમાસાનો પ્રારંભ દક્ષિણ ગુજરાતથી થાય છે. પરંતુ પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત ઉત્તર ગુજરાતના જિલ્લા ઓ થી શરૂ થશે.
૩ મે ના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાથી કમોસમી વરસાદનો પ્રારંભ થશે. બાદમાં ઉ.ગુ.ના અન્ય જિલ્લાઓમાં માવઠું થશે. ૪ અને ૫ મે સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે.
જ્યારે ૬ મે ના રોજ કમોસમી વરસાદના વિસ્તારમાં ઘટાડો થશે. ૩ મે થી સળંગ ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
0 ટિપ્પણીઓ