રાજસ્થાન, મધ્યપ્રદેશ,વિદર્ભ સહિત ઘણા ક્ષેત્રોમાં ગરમી ની શક્યતા યથાવત્ રહેશે? દક્ષિણ ભારત ના રાજ્યો માં ભારે વરસાદ ની આગાહી, એક સાથે રાજ્યો માં જુદું જુદું હવામાન.

એપ્રિલ મહિનો પૂરો વીત્યો નથી ત્યાં દેશના ઘણા ભાગોમાં હિટવેવે નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 


હવામાન વિભાગે આવનારા દિવસોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને વિદર્ભ સહિત દેશના ઘણા ક્ષેત્રોમાં હીટવેવ ની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે જ્યારે રાજધાની દિલ્હીમાં હવામાન વાદળછાયું રહેશે. 

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન તાપમાનમાં સતત વૃદ્ધિ થઇ શકે છે. રાજસ્થાનના બીકાનેર, જેસલમેર, છુરું તથા અન્ય ઘણા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

મહારાષ્ટ્રમાં ભેજના કારણે બફારો રહેશે. દિલ્હીમાં વાદળછાયા હવામાન વચ્ચે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં ઘણા ક્ષેત્રોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 

દિલ્હીમાં શનિવારે લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્યથી ૪.૨ ડિગ્રી વધારે હતું.

હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં વરસાદી છાંટા પડવાથી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આ દરમિયાન પવનની ગતિ કલાકના ૩૦ થી ૪૦ કિ.મી. રહી શકે છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં શનિવારે સર્વાધિક ૪૪.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જ્યારે શુક્રવારે નાગપુર નું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી રહ્યું હતું. 

૨૪ કલાકમાં જ તાપમાનમાં સામાન્યથી ૪.૧ ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ જોવા મળી હતી. દરમિયાન, ઉત્તરાખંડમાં ઘણા સ્થળોએ હળવી બરફવર્ષા થઇ શકે છે જયારે હિમાચલ પ્રદેશ અને ઓડિશાના ઘણા ભાગોમાં કરાં પડવાનું અનુમાન છે. 

હિમાચલપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે તાપમાનમાં ઘટાડાની પણ આગાહી છે.