દેશનાં અનેક વિસ્તારોમાં અંગને દઝાડે તેવી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન ખાતાએ લોકોને રાહત મળે તેવા સારા સમાચાર આપ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વર્ષે સામાન્ય કરતા વધારે સારો વરસાદ પડવાની સંભાવના છે. દેશભરમાં શ્રીકાર વરસાદ પડવાની આ આગાહી એ ખેતી તેમજ ઈકોનોમિક માટે આનંદનાં સમાચાર આપ્યા છે.



 ભારતનાં કુલ સ્વદેશી ઉત્પાદન (GDP) માં ખેતી સેક્ટરનો ૧૮ ટકા હિસ્સો છે. અર્થ સાયન્સ મંત્રાલયનાં સચિવ એમ. રવી ચંદ્ર ના જણાવ્યા મુજબ આ વર્ષે લાંબાગાળાની સરેરાશ ને ધ્યાનમાં લઈએ તો ચોમાસામાં સરેરાશ કરતા ૧૦૫ ટકા વધારે વરસાદ પડી શકે છે.


આ વર્ષે અલ નિનો ની સંભાવના નથી એવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.


ખાતા દ્વારા આ વર્ષે ચોમાસામાં અલ નીનોની સંભાવના પણ ફગવવવા માં આવી છે. ચોમાસામાં અલ નીનોની સ્થિતિ વરસાદ અને હવામાન પર માઠી અસરો જન્માવે છે. 

અલ નિનો એ દરિયાની સપાટી પર વહેતા ગરમ પાણીનાં પ્રવાહો છે જે ચોમાસામાં વરસાદની સિસ્ટમ ઊભી થવામાં અવરોધો સર્જતા હોય છે. દેશમાં ચોમાસું સામાન્ય રીતે ૧ જૂનની આસપાસ કેરળથી દસ્તક આપે છે. પછી તે આગળ વધીને આખા દેશમાં વરસાદ વરસાવે છે. સપ્ટેમ્બર નાં મધ્યથી ચોમાસાનો અંત આવવાની શરૂઆત થાય છે.


એપ્રિલથી જૂનમાં ગરમ પવન ફૂકાશે. 


હવામાન ખાતાએ એક ડરામણી કે ચિંતાજનક આગાહી કરી છે. એપ્રિલથી જૂનમાં ભીષણ ગરમી પડવાની સંભાવના છે. ખાસ કરીને કેટલાક રાજ્યોમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે અને અલનીનો  કહેર જોવા મળી શકે છે. આને કારણે વીજળીની માંગ વધવાથી વીજળીનાં ગ્રીડ પર દબાણ વધી શકે છે. ક્યાંક પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી તેની ખેતી વરસાદ પર આધારિત છે. દેશનાં ૪૨.૩ ટકા લોકો ખેતી પર નભી રહ્યા છે. સારા વરસાદને કારણે આ વર્ષે ખરીફ પાકની વધારે ઊપજ થઈ શકે છે.