ગ્લોબલ વોર્મિંગના ઉકેલ માટે સ્વિત્ઝરલેન્ડના વૈજ્ઞાનિકોએ એક સમાધાન શોધ્યું છે. ધરતીની ઉપરના વાયુમંડળમાં લાખો ટન હીરાની ધૂળનો છંટકાવ કરવાનો, જેથી ગ્રહ ઠંડો કરવામાં મદદ મળે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વૈશ્વિક તાપમાન ઝડપથી વધી રહ્યું છે, આપણે પહેલેથી જ મહત્ત્વપૂર્ણ બિંદુ પર પહોંચી ચૂક્યા છીએ. આ પ્રક્રિયાને જિયોએન્જિનિયરિંગ કહે છે. જાણીએ પ્રયોગનાં અગત્યનાં તથ્યો જાણીએ.
હીરો જ કેમ ?
સંશોધક એસ.કે.કે સ્લિન મુજબ હીરાના કણ સૂર્યનો પ્રકાશ અને ગરમીને પરાવર્તિત કરવામાં સૌથી વધુ પ્રભાવી હતા. વાયુમંડળમાં લાંબા સમય સુધી રહી શકતા હતા. સાથોસાથ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવાથી તે એસિડ રેઈન બનાવવા માટે પ્રતિક્રિયા નથી કરી શકતા.
કેવી રીતે શક્ય બનશે ?
સ્ટડીમાં કહેવાયું છે કે વિમાનથી ડાયમંડ ડસ્ટને વાયુમંડળમાં છોડવામાં આવશે. સૂરજનાં કિરણો તેની સાથે ટકરાશે અને અંતરિક્ષમાં પરત જતા રહેશે. આ પ્રક્રિયા પૃથ્વીને ગરમ થવાથી બચાવશે.
કાર્બન કેપ્ચરથી ડાયમંડ ડસ્ટિંગ વધુ અસરકારક કેમ છે ...?
હાલ વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી એક્માત્ર પ્રક્રિયા સીસીએસ (કાર્બન કેપ્ચર) છે. ઉદ્યોગો અને વીજળી સંયંત્રોથી ઉત્સર્જિત કાર્બન ડાયોક્સાઇડને સ્રોત પરજ કેપ્ચર કરીને લાંબા સમય સુધી ભંડાર કરવા માટે પૃથ્વીની સપાટીની નીચે જમા કરી દેવાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટડી મુજબ, 2050 સુધી જળવાયુ લક્ષ્ય મેળવવા માટે સીસીએસના ઉપયોગ પર 2,520 લાખ કરોડ રૂપિયાનો ખર્ચથશે.
આ ઉપરાંત, કાર્બનની ભારે માત્રા જમા કરવા માટે પૂરતાં સુરક્ષિત ભૂમિગત સ્થળોની ઉપલબ્ધતા પણ મોટો પડકાર હોઈ શકે છે.
શું અસર થશેઃ
સંશોધક જે.એ. ડાયમેકા જણાવે છે કે દર વર્ષે 50 લાખ ટન સિન્થેટિક હીરાની ધૂળ વાયુમંડળમાં છોડવાથી 45 વર્ષમાં તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ થઈ શકે છે.
આ કૂલિંગ ઈફેક્ટ ક્લાઈમેટ ચેન્જના ખરાબ પ્રભાવ જેમ કે સમુદ્રનું વધતું સ્તર, તીવ્ર તોફાન અને ઇકોસિસ્ટમમાં અડચણ ઘટાડવામાં મદદ કરી શકે છે.
સોલર રેડિયેશન મોડિફિકેશનથી માર્ગ ખૂલ્યો: મુખ્ય સંશોધક એસ. વટિયોની જણાવે છે કે સ્ટડીમાં અંતરિક્ષમાં આવતાં સૌર કિરણોને પરાવર્તિત કરવા અને તેને પૃથ્વી સુધી પહોંચવાથી રોકવા માટે સામગ્રી શોધવા પર ફોક્સ રહ્યું છે. આ દરમિયાન કેલ્સાઈટ, હીરા, એલ્યુમિનિયમ, સિલિકોન કાર્બાઇડ, એનાટેસ અને રૂટાઇલથી થ્રીડી મોડલ બનાવ્યું. તેમાં પ્રકાશ પરાવર્તન ક્ષમતા, કણોની વાયુમંડળમાં રહેવાની સમયસીમા અને એક્સપોઝ થતાં તેનું પરસ્પર ચોંટવું... જેવા કારકો પર ધ્યાન રખાયું. હીરાનું પ્રદર્શન સૌથી સારું પ્રદર્શન રહ્યું છે. જેથી હીરાના ડસ્ટ નો જ ઉપયોગ વધુ અસર કારક છે.
0 ટિપ્પણીઓ