આજે આપડે આ વીડિયો માં અરુણાચલ પ્રદેશ માં જોવાલાયક સ્થળો વિશે વાત કરવાના છીએ, અરુણાચલ પ્રદેશ ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલું સુંદર રાજ્ય છે. અહીં અનેક પર્વતમાળા, લીલીછમ ખીણો અને સુંદર નદીઓ વિશેષ જોવાલયક છે, આ રાજ્યમાં વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને જનજાતિઓ છે. આ દરેક જનજાતિઓનાં ધર્મસ્થળ આ જગ્યાએ છે, જેને જોવાની અને તેમની સંસ્કૃતિને માણવાની તક અહીં આવીને ચોક્કસ મળશે. અરુણાચલ ફરવાનો પ્લાન બનાવો તો કઈ કઈ જગ્યાએ ફરવા જવું, કયા સમયે જવું, ત્યાં રોકાવા માટે કયું સ્થળ પસંદ કરવું, ત્યાંના ખોરાક વગેરે વિશે વિગતે જાણી લઈએ.
ડમરો ગામ...
ડમરો ગામ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ જગ્યા ઓછી લોકપ્રિય છે પણ અત્યંત સુંદર છે. ડમરો સુંદર છે, તેના કુદરતી સૌંદર્યને માણવા એક વાર અચૂક જવું જોઇએ. આ ગામની ખાસિયત અહીં બનાવવામાં આવેલો હેગિંગ બ્રિજ છે. આ બ્રિજ અરુણાચલ પ્રદેશનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજ મૂળ ઝૂલતો પુલ છે. ૬૦થી ૭૦ મીટર લાંબા દોરડાં અને લાકડાંમાંથી બનાવેલા પુલ ઉપર ચાલવાનું કામ હિંમત માગી લે એવું છે. આ બ્રિજ ક્રોસ કરતાં તેમને ડર ચોક્કસ લાગશે. પણ આસપાસની સુંદરતા માણવાનો મોકો પણ ચોક્કસ મળશે. ગામમાં રહેતાં લોકો રોજ આ બ્રિજ પાર કરીને આ પારથી પેલે પાર જાય છે.
નામધાફા નેશનલ પાર્ક.
નામધાફા નેશનલ પાર્ક પૂર્વ ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે. અહીં તમને હાથી, વાઘ, ગેંડા અને હોર્નબિલ જેવા અલગ અલગ વન્યજીવો જોવા મળશે. અહીં અનેક વન્યજીવો જોવા મળે છે. જેમ કે, હિમાલયન બ્લેક બેર. આ નેશનલ પાર્ક હિમાલયન બ્લેક બેરના ઘરસમાન છે. આ બેર શક્તિશાળી અને ગુસ્સાવાળાં પણ હોય છે, એટલે એ સામે આવે તો અટકચાળા ન કરવા એવું પહેલેથી જ પર્યટકોને કહી દેવામાં આવે છે. અહીં નામધાફા લોરી નામનું પક્ષી પણ જોવા મળશે જે અત્યંત સુંદર હોય છે. આ પક્ષીની પાંખો ખૂબ જ રંગબેરંગી હોય છે. એ સિવાય નામધાફા ઇકો સિસાર પણ જોવા મળશે. આ એક દુર્લભ પ્રજાતિ છે, આ પ્રજાતિને તમે માત્ર આ નેશનલ પાર્કમાં જ જોઈ શકશો. આ પક્ષીની વિશેષતા એમની વિશાળ પાંખો અને ઊડવાની ગતિ છે,
નામધાફામાં હિલ કોક પણ ખૂબ જોવા મળે છે, આ દુનિયાના અદ્વિતીય કૂકડા છે જેને આ નેશનલ પાર્કમાં સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ નેશનલ પાર્કમાં તમે જંગલી સફારી, ટ્રેકિંગ અને નેચર વૉકનો આનંદ માણી શકો છો.
બોષ્ડિલા..
બોષ્ડિલા અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં આવેલું એક નાનું શહેર છે. આ જગ્યા એની સુંદરતા અને બૌદ્ધ મઠો માટે પ્રસિદ્ધ છે. અહીં એક મુખ્ય બૌદ્ધ મોનેસ્ટ્રી છે જેનું નામ બોમ્ડિલા મોનેસ્ટ્રી છે. અહીં વિગ્રહો અને પીઠોનાં દર્શન થાય છે. તમે અહીં ધ્યાન પણ કરી શકો છો. અહીં આપતાનગ ઝરણું પણ છે જે એના શાંતિપૂર્ણ અને સુંદર વાતાવરણ માટે જાણીતું છે. અહીં ટ્રેકિંગની મજા માણી શકાય છે. બોન્ડિલામાં વિયુ નામનો પર્વત પણ અહીં ખૂબ જાણીતો છે. આ એક સુંદર પિકનિક સ્પોટ છે જ્યાં આવવા માટે તમે ટ્રેકિંગની મજા પણ માણી શકશો. આ જગ્યા કુદરતી 💛સૌંદર્યથી ભરપૂર છે એટલે અહીં આવનારા તમામ પર્યટકોને શાંતિ અને શીતળતાનો અનુભવ ચોક્કસ થશે.
દિરંગ અરુણાચલ પ્રદેશની દિરંગ ખીણમાં સ્થિત છે. આ એક નાનું ગામ છે પણ તેની કુદરતી સુંદરતા ભરપૂર છે. અહીં ફરવા માટે સંગઠ ચોલિંગ ગોમ્પા નામનો બૌદ્ધ મઠ જોવા મળશે. દિરંગ દ્વીપકલા સંગ્રહાલય પણ સુંદર જગ્યા છે. આ જગ્યાએ દિરંગનો ઈતિહાસ, સંસ્કૃતિ અને કળાને પ્રદર્શિત કરતી અનેક કૃતિઓ તમને જોવા મળશે. અહીં અરુણાચલ પ્રદેશની પરંપરાગત વસ્તુઓના સંગ્રહ જોવાની ખૂબ મજા આવશે. અહીં સંગઠ નદીએ પણ ફરવા જઈ શકો છો, આ નદીએ ફિશિંગ અને હોડીમાં ફરવાનો આનંદ માણી શકાય છે.
💚💚💚💛💛💛💛💛👍💚💚💚💛💛💛
ગુજરાતીમાં અરુણાચલ પ્રદેશના પ્રવાસન સ્થળ,
0 ટિપ્પણીઓ