અમદાવાદમાં આવતીકાલથી બે દિવસ માટે તાપમાન ૪૧ ડિગ્રીને પાર જતાં કાળઝાળ ગરમી અનુભવાશે. બીજી તરફ આગામી ૧૧થી ૧૩ એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી.

 હવામાન અંગે આગાહી અનુસાર ૧૧મીએ સાબરકાંઠા-અરવલ્લી- મહીસાગર-દાહોદ, ૧૨મીએ ભરૂચ- સુરત-નવસારી, જ્યારે ૧૩મીએ ભરૂચ- સુરત-નવસારી-ભાવનગર-અમરેલી- ગીર સોમનાથ-દીવમાં હળવો વરસાદ પડી શકે છે. 

   આજે દિવસ દરમિયાન અમદાવાદ-અમરેલીમાં ૩૮.૮ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગના મતે આગામી ૧૨ એપ્રિલ સુધી અમદાવાદ નું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહેશે.


હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતઅનુમાન  સોમવાર-મંગળવારે કાળઝાળ ગરમી પડશે, પણ આ પછી આગામી ૧૪મી સુધી તાપમાન ૪૦થી નીચું રહેશે. ગત રાત્રિએ અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતું. આજે દિવસ દરમિયાન અન્યત્ર જ્યાં ૩૭ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ડાંગ, સુરત, છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.