તાપી જિલ્લા નું મુખ્ય મથક વ્યારા તાલુકો છે.
તાપી જિલ્લા ના તાલુકા, વ્યારા, નીજર, સોંગઠ,વાલોડ, ઉચલ, ડોલવણ, કુકરમુંડા છે.
ગુજરાત માં જોવાલાયક સ્થળો :-
વ્યારા:- અમરસિંહ ચૌધરી (ભૂ.પૂ.મુખ્યમંત્રી) નું જન્મસ્થાન વડોદરાના ગાયકવાડનો જૂનો મહેલ આવેલો છે.
સોનગઢ :- શિવાજી સુરત લૂંટવા ખાનદેશમાંથી સોનગઢ થઈને આવ્યા હેતા. એહીં પિલાજી ગાયકવાડે બંધાવેલો કિલ્લો છે.
→ કાગળ, પૂંઠા બનાવવાની “સેન્ટ્રલ પલ્પ મિલ” આવેલી છે.
ઉકાઈ :- તાપી નદી પર અહીં બંધ બાંધવામાં આવ્યો છે. જેનાથી રચાયેલા સરોવરને “વલ્લભસાગર સરોવર" કહેવામાં આવે છે. અહીં જળવિદ્યુત મથક આવેલું છે. ઉકાઈ ડેમ એ બહુહેતુક યોજના છે.
વાલોડ :- સુરેશ જોષીનું જન્મસ્થળ; વાલોડનું પ્રાચીન નામ "વડવલ્લી” જે “સરદાર સહકારી મંડળી”ની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.
વેડછી :- અર્વાચીન ઋષિ સમાન જુગતરામ દવેનો “વેડછી આશ્રમ” ઉપરાંત જયપ્રકાશ નારાયણ પ્રેરિત નારાયણ મહાદેવ દેસાઈનું “સંપૂર્ણક્રાંતિ મહાવિદ્યાલય" આવેલું છે.
•• મુખ્ય નદીઓ :- તાપી, પૂર્ણા
• સિંચાઈ યોજના :- ઉકાઈ બંધ - ઉકાઈ ખાતે તાપી નદી પર
ખેતી :- શેરડી, કઠોળ, કેળાં, કેરી વગેરે પાક થાય છે.
ઉદ્યોગ:- સોનગઢ ખાતે કાગળ, પૂંઠા, કાગળનો માવો બનાવતી ‘“સૅન્ટ્રલ પલ્પ મિલ” આવેલી છે. આ ઉપરાંત ખાંડની મિલો પણ આવેલી છે.
• રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-6 (નવો નંબર-53) પસાર થાય છે.
નૃત્ય :- હાલી નૃત્ય - તાપી અને સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓ આ “હાલી નૃત્ય” કરે છે.
0 ટિપ્પણીઓ