શેરબજારમાં બુધવારે આખરી કામકાજી સમયગાળામાં તેજીવાળાઓ પરત ફરતાં બેન્ચમાસ તેમના ઇન્ટ્રા-ડે લો પરથી પરત ફયાં હતાં અને પોઝિટિવ ઝોનમાં બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ ૩૩.૫૭ પોઈ ન્ટ્સ સુધરી ૯૯,૫૮૫ની સપાટીએ યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ્સના સુધારે ૨૦,૯૨૬ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. જેને કારણે બેડૂથ પોઝિટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ૩,૮૯૦ ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી ૨,૧૭૯ કાઉન્ટર્સ પોઝિટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે ૧,૫૯૭ કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. ૩૪૨ કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જયારે ૧૫ કાઉન્ટર્સ તેમના પ૨-સપ્તાહનું તળિયું દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા વિક્સ ૫ ટકા ગગડી ૧૨.૦૬ના સ્તરે બંધ રહ્યો હતો.




       બુધવારે એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજારે પોઝિટિવ ઓપનિંગ દર્શાવ્યું હતું. .જોકે, ત્યારપછી તે નેગેટિવ ઝોનમાં સરી પડયું હતું. મધ્યાંતરે રે તે બોટમ બનાવી પરત ફયું હતું ? અને આખરી કલાકમાં પોઝિટિવ ઝોનમાં જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે ૨૦,૭૭૦ના તળિયેથી ઊછળી ૨૦,૯૫૦ને સ્પર્શી ૨૦,૯૦૦ની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર ૧૦૯ પોઇન્ટ્સ પ્રીમિયમ સાથે ૨૧,૬૩૫ પર બંધ રહ્યો હતો. અગાઉના સત્રમાં તે ૧૦૪ પોઇન્ટ્સનું પ્રીમિયમ દર્શાવતો હતો. 

   આમ, લોંગ પોઝિશનમાં સાધારણ વૃદ્ધિના સંકેતો છે. બીજી બાજુ, વોલેટિલિટી ઈન્ડેક્સમાં ઘટાડો પણ આગામી સત્રમાં પોઝિટિવ ટોન જળવાય રહે તેવી શક્યતા સૂચવે છે. ટ્રેડર્સે ૨૦,૭૦૦ના ચુસ્ત સ્ટોપલોસ સાથે લોંગ પોઝિશન જાળવવી જોઈએ. જો નિફ્ટી ૨૧,૦૦૦ની સપાટી પાર કરશે તો ૨૧,૩૦૦-૨૧,૪૦૦ સુધીનો ઉછાળો સંભવ છે. નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટક કાઉન્ટર્સમાં એનટીપીસી, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, લાર્સન, સિપ્લા, સન ફાર્મા, એસબીઆઈ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો, તાતા સ્ટીલ, બજાજ ઓટો, તાતા કન્ઝયુમર, ટાઈટન કંપની, તાતા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ટીસીએસ, ઈન્ફોસિસ, એકિસસ બેંક, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓએનજીસી, એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સમાં નરમાઈ જોવા મળી હતી.

સેક્ટરલ પરફોર્મન્સની વાત કરીએ તો જાહેર સાહસોમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ, રિઅલ્ટી, મેટલ, એનર્જી, ફાર્મા, ઓટો લગભગ તેમની નવી ટોચે બંધ રહ્યાં હતાં. જયારે આઈટી, બેન્કિંગમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ ૨.૫ ટકા ઊછળી પ્રથમવાર ૭,૫૦૦ની સપાટી પાર કરી ગયો હતો. તેના ઘટકોમાં આરઈસી, પીએફસી, એચપીસીએલ, એનએમડીસી, એનટીપીસી, એનએચપીસી, સેઈલ, પાવર ગ્રીડ કોર્પો., નાલ્કો, આઈઓસી, ગેઈલ, ભારત ઈલે., હિંદુસ્તાન એરોનોટિક્સ, ભેલ, કોન્કોરમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ ૧.૬ ટકા ઊછળ્યો હતો. જેના  ઘટકોમાં પ્રેસ્ટિજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ, બિગેડ એન્ટરપ્રાઈઝ અને ઓબેરોય રિઅલ્ટીઝમાં લેવાલી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા એક ટકાથી વધુ ઊછળ્યો હતો. જેને બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, લ્યૂપિન તરફથી સપોર્ટ સાંપડયો હતો. નિફ્ટી મેટલ ૦.૯ ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એનએમડીસી, સેઈલ, વેદાંત, નાલ્કો, હિંદાલ્કો, તાતા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો એક ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ટીવીએસ મોટર, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બોશ, તાતા મોટર્સ, ભારત ફોર્જ, મધરસન સુમીમાં - નોંધપાત્ર ખરીદી નીકળી હતી. નિફ્ટી એફએમસીજી ૦.૭૦ ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેના થટકોમાં કોલગેટ, યુનાઇટેડ 5 સ્પિરિટ્સ, ઈમામી, ગોદરેજ કન્ઝ્યુમર, વરુણ બેવરેજિસ, પીએન્ડજી, 1 તાતા કન્સૂયમર, આઈટીસી, નેસ્લે, એચયુએલમાં મજબૂતી જોવા મળી - હતી. બીજી બાજુ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ૧.૩ ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, 1 એલટીઆઈ માઈન્ડટ્રી, એલએન્ડટી ટેકનોલોજીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ પ્લેટફોર્મ પર નજર નાખીએ તો આરઈસી ૮ ટકા સાથે ઊછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, પાવર ફાઇનાન્સ, જીએમઆર એરપોર્ટ્સ, એચપીસીએલ, એનએમડીસી, બાયોકોન, . ટીવીએસ મોટર, એનટીપીસી, સેઈલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, હીરો - મોટોકોર્પ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ઓરોબિંદો ફાર્મા, પાવર ગ્રીડ, 1 કોલગેટ, તાતા પાવર, ઈન્ડિયા સિમેન્ટ્સ, યુનાઇટેડ સ્પિરિટ્સમાં નોંધપાત્ર 1 મજબૂતી જોવા મળી હતી.