આજે આપડે આ વીડિયો ભારત માં ક્યાં ઠંડી થી ઠુઠવાયા. ક્યાં વરસાદ ની આગાહી, અને આવનારા દિવસોમાં કેવું રહેશે હવામાન. અને ગુજરાત પર તેની શું અસર દેખાશે.



 ઉત્તર ભારતમાં ઠંડીનો સિતમ શરૂ થઈ ગયો છે. બુધવારે પાટનગર દિલ્હીનું તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હી-એનસીઆરમાં શીતલહેરની સાથોસાથ ગાઢ ધુમ્મસે પણ મુસીબતમાં વધારો કર્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં બુધવારે લઘુતમ સાત ડિગ્રી અને મહત્તમ ૨૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અરુણાચલપ્રદેશ, મેઘાલય અને આસામમાં ઘણા જિલ્લાઓમાં વરસાદનં અનુમાન હતું. પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. અન્ય રાજ્યોની વાત કરીએ તો યુપીના લખનઉમાં ૧૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. જયારે બિહારના પટણામાં પણ ૧૧ ડિગ્રી નોંધાયું હતું.

આ બધાની વચ્ચે શ્રીનગરમાં મંગળવારની રાત આ સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. શ્રીનગરમાં મંગળવારની રાત્રે શૂન્યથી ૫.૩ ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં લઘુતમ તાપમાન માઇનસ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દરમિયાન ગુલમર્ગના રિસોર્ટ ટાઉનમાં બુધવારે તાપમાન માઇનસ ૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કાજીગુંડમાં તાપમાન માઇનસ ૨.૬ ડિગ્રી તથા કોકેરનાગ તથા કુપવાડામાં તાપમાન માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રમાં ચિલ્લા એ કલાંની શરૂઆતના કેટલાક દિવસ અગાઉ ૧૬ ડિસેમ્બર સુધી વાતાવરણ કોરું રહેવાની સંભાવના છે. જો કે વાદળો છવાયેલા રહેશે. ૪૦ દિવસની સૌથી ઠંડી સિઝન દરમિયાન કાશ્મીર ખીણનું તાપમાન પોતાના સૌથી નીચા સ્તર સુધી ગગડી જાય છે.

ગુજરાત ની વાત કરીએ તો આવનારા દિવસોમાં તાપમાન થોડું ઉશકાશે.અને આવનારા દિવસોમાં ઠંડી થી ગુજરાત દ્રૂજી જાશે. વિડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો.