દેશમાં બફર સ્ટોક માટે સરકાર બે લાખ ટન ખરીફ ડુંગળીની ખરીદી કરશે. આ ખરીદી દેશભરની મંડીઓમાંથી કરાશે એમ સરકાર વતિ જણાવાયું હતું. 


      બફર સ્ટોક ઊભો કરવા સરકાર પ્રથમ વખત ખરીફ ડુંગળી ખરીદી કરશે. ડુંગળીના ભાવમાં ઉછાળાના સમયમાં બફર સ્ટોકસમાંથી માલ છૂટો કરવામાં આવે છે ! જેથી ભાવને નીચા લાવી શકાય છે.                        

        ઘરઆંગણે કાંદાની ઉપલબ્ધતા વધારવા સરકારે ગયા સપ્તાહમાં તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જે ૩૧મી માર્ચ સુધી ચાલુ રહેશે. 

        ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે, કાંદાની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય કારણ કે સરકાર તેમની પાસેથી બે લાખ ટન ડુંગળીની ખરીદી કરનાર છે.

        વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં સરકારે ૫.૧૦ લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે અને બે લાખ ટન ખરીફ ડુંગળીની ખરીદી કરાશે. રવી ડુંગળી લાંબો સમય ટકી રહેતી હોવાથી બફર સ્ટોકસ માટે સરકાર તેની વધુ ખરીદી કરે છે.

       આ વર્ષે સરકાર પ્રથમ વખત ખરીફ કાંદા ખરીદી કરનાર છે. વર્તમાન નાણાં વર્ષમાં સરકાર ડુંગળીનો સાત લાખ ટન બફર સ્ટોકસ ઊભો કરવા ટાર્ગેટ ધરાવે છે જે ગયા વર્ષે ૩ લાખ ટન ઊભો કરાયો હતો. ૫.૧૦ લાખ ટન કાંદાની ખરીદીમાંથી સરકારે ૨.૭૩ લાખ ટન કાંદા બજારમાં ઠાલવી દીધા છે.

       સરકારને આશા છે કે જાન્યુઆરી સુધીમાં ડુંગળીની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ કિલોથી પણ ઓછી થઈ જશે, જે હાલમાં સરેરાશ રૂ.૫૭ પ્રતિ કિલો છે. 

           બીજી તરફ, મહારાષ્ટ્રમાં વિરોધને કાબૂમાં લેવા માટે સરકારે ખેડૂતો પાસેથી ૨ લાખ ટન ડુંગળી ખરીદવાના પ્રયાસો તેજ કર્યા છે. સરકારે ગયા અઠવાડિયે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી, જેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

            જાણકારોએ જણાવ્યું હતું કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ આગામી ખરીફ ડુંગળીના પાકને ધ્યાનમાં રાખીને લાદવામાં આવ્યો છે. મોડી વાવણીને કારણે આ વર્ષે ઉત્પાદન થોડું ઓછું થવાની શક્યતા છે. આ ઉપરાંત, અન્ય મોટા ડુંગળી ઉત્પાદક દેશો ઇજિપ્ત અને તુર્કીએ પણ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ભારતના પાક પર દબાણ આવવાની શક્યતા છે.

         ઈજિપ્ત અને તુર્કી દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે, ડુંગળીની સમગ્ર વૈશ્વિક માંગ ભારત તરફ વળી ગઈ છે. જેના કારણે ભારે ડ્યુટી અને એમઈપી હોવા છતાં પણ કેટલીક નિકાસ ચાલુ છે. આ કારણે સરકારને  નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની ફરજ પડી છે.

       નવેમ્બર ૨૦૨૩માં ભારતમાંથી લગભગ ૧,૨૦,૦૦૦ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી, જે ગયા વર્ષના સમાન મહિનામાં નિકાસ કરતા લગભગ ૨૯ ટકા ઓછી છે, પરંતુ હજી પણ તે વધુ છે. ૭મી ડિસેમ્બર સુધીમાં લગભગ ૪૫,૦૦૦ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે.

     છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ભાવ વધુ નરમ પડયા છે. આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.

✨✨🔎🔎🔎✨✨✨✨✨✨✨✨✨✨✨

ડુંગળીના ભાવ.

dungri bhav.

ડુંગળીના ભાવ આજના મહુવા.

ડુંગળીના ભાવ આજના 2022.

ડુંગળીના ભાવ આજના.

ડુંગળીના ભાવ ગોંડલ.

ડુંગળીના ભાવ 2022.

ડુંગળીના ભાવ શું છે.

ડુંગળી બજાર ભાવ.

ડુંગળી ના બજાર ભાવ 2023.

ડુંગળી નિકાસ.

ડુંગળી ની ખેતી pdf.

ડુંગળી ના ફાયદા.

ડુંગળી ની ખેતી.

ડુંગળી ની દવા.

ડુંગળી ના બીજ નો ભાવ.

ડુંગળી ના ભાવ.

ડુંગળી નું વૈજ્ઞાનિક નામ.

ડુંગળી ભાવ.

ડુંગળી નો રસ.

વાવેતર ડુંગળી મહારાષ્ટ્ર.

ડુંગળી ના ભાવ.

ડુંગળી માં કયો એસિડ હોય છે.

ડુંગળી ની ખેતી.

ડુંગળી ની ખેતી pdf.