ઈન્ટરનેટ પર સમુદ્રની ઊંડાઈ શોધશો તો વિવિધ મળશે. દરિયા નું તળિયું ઘણી જગ્યાએ ઊબડખાબડ હોય છે, તેમાં અમુક જગ્યાએ મોટી ટેકરીઓ પણ હોય છે. આ કારણ થી, સેટેલાઇટની મદદથી મેળવેલા માપમાં પણ વૈવિધ્ય આવે છે. તેથી સમુદ્રનું સરેરાશ ઊંડાણ શોધવું અઘરું હોય છે. વિશ્વભરના સમુદ્રોની સરેરાશ ઊંડાઈ આશરે 3,682 મીટર, એટલે કે 3.68 કિ.મી. છે. પ્રશાંત (પેસિફિક) મહાસાગર સરેરાશ 3.97 કિ.મી. ઊંડો છે. જ્યારે હિંદ મહાસાગર એવરેજ 3.74 કિ.મી. ઊંડાણ ધરાવે છે. મતલબ કે, સાગરમાં અધવચ્ચે જઈને પાણીમાં ડૂબકી લગાવીએ, તો 3.5 કિલોમીટરથી પણ વધુ નીચે ઊતર્યા પછી તળિયાની જમીનને સ્પર્શ થાય. આ તો સરેરાશ ઊંડાઈની વાત થઈ, પણ દરિયામાં સૌથી ઊંડી જગ્યા પ્રશાંત મહાસાગરમાં મરિયાના ફ્રેંચ (Mariana Trench) પાસે છે, જે લગભગ 11 કિ.મી.નું ઊંડાણ ધરાવે છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આશરે 8.85 કિ.મી. છે. સરખામણી કરતાં સમજાશે કે, સાગરની ગહનતા
કેવી ગજબ છે! પૃથ્વી પરનો લગભગ 90% જેટલો દરિયો માનવીએ હજુ માધ્યો નથી. શોધ્યો નથી કે જોયો નથી. ચંદ્ર અને મંગળ ગ્રહની સપાટીનો જેટલો અભ્યાસ આપણે કરી ચૂક્યાં છીએ, તેના અમુક ટકા અભ્યાસ પણ હજી આપણાં સમુદ્રોના તળિયાનો કરી શક્યાં નથી. એનું કારણ છે કે, સમુદ્રના ઊંડાણમાં પરિસ્થિતિ ઘણી વિષમ હોય છે. સમુદ્રમાં 200 મીટર ઊંડાં ઊતર્યા પછી અંધકાર હોય છે. કારણ કે ત્યાં સુધી સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી. 1 કિ.મી. ઊંડે ગયા પછી તો પ્રકાશનું કોઈ નામોનિશાન નથી હોતું, ઉપરાંત, દરિયામાં જેટલાં ઊંડા ઊતરો એટલું ઓછું તાપમાન થાય. 3થી 4 કિ.મી. ઊંડે માત્ર 4 સે. જેટલું તાપમાન હોય, અને સમુદ્રનું તળિયું તો વથી -1 સે. જેટલું ઠંડું હોય.
તોય અંધકાર અને તાપમાનનો સામનો થઈ શકે, સમુદ્રના ઊંડાણમાં સૌથી મોટો પડકાર હોય છે વાતાવરણના દબાણનો. આપણે જ્યારે સમુદ્રમાં ઊતરી એ ત્યારે ચારે તરફથી શરીર પણ પાણીનું દબાણ લાગે છે. દરિયાની સપાટી પર આ દબાણ વાતાવરણના દબાણ જેટલું જ હોય છે. ત્યાંથી દર 10 મીટરની ઊંડાઈ પર એક-એક વાતાવરણ જેટલું દબાણ વધતું જાય છે. મતલબ કે, સમુદ્રમાં 3000 મીટર (૩ કિ.મી.) ઊંડા ઊતરો ત્યારે જમીન પરના વાતાવરણના દબાણ કરતાં 300 ગણું દબાણ તમારા શરીર પર લાગી રહ્યું હોય છે. (આ દબાણને hydrostatic pressure કહે છે.) આપણું શરીર આટલા દબાણનો સામનો કરવા ટેવાયેલું નથી, તેનો કૂચો થઈ જાય. દરિયાઈ જીવસૃષ્ટિની વાત અલગ છે, તેમનું શરીર એટલા દબાણમાં રહેવા બનેલું છે. અમુક માછલીઓ તો દરિયાની સપાટીથી લઈને છેક તળિયા સુધી કોઈપણ ઊંડાઈ ૫૨ રહી શકતી હોય છે. સ્કૂબા ડાઇવિંગ કરનારાં કે દરિયામાં ડૂબકી લગાવનારાં તરવૈયાઓ હાઇડ્રોસ્ટેટિક દબાણથી બચવા ખાસ સૂટ પહેરવા સહિત વિવિધ ટેકનિક વાપરતાં હોય છે. તેમ છતાં તેઓ માંડ 100 મીટર સુધી ઊંડે ઊતરતાં હોય છે.
આવાં તમામ કારણોસર, માણસોને અવકાશમાં મોકલવા કરતાં સમુદ્રના તળિયા સુધી મોકલવાનું કામ વધુ મુશ્કેલ છે. મરિયાના ફ્રેંચના દરિયામાં 10 કિ.મી. નીચે માણસને ઊતારો તો એને પૃથ્વીની સપાટી પરના વાતાવરણ કરતાં 1000 ગણાં દબાણનો સામનો કરવો પડે. એના શરીર પર લગભગ 50 જમ્બો જેટ વિમાનોનાં વજન જેટલું દબાણ આવે. એથી વિપરીત, પૃથ્વીનું વાતાવરણ પાર કરીને બહાર અવકાશમાં ગયેલા માણસના શરી૨ ૫૨ વાતાવરણનું દબાણ શૂન્ય થઈ જાય. બોલો, દરિયો ખૂબ અઘરો છે ને !
અત્યાર સુધીમાં સમુદ્રના તળનો અભ્યાસ જાપાન, અમેરિકા, યુ.કે., નોર્વે જેવા ગણ્યા ગાંઠ્યા દેશોએ જ કરેલો છે. એ ક્લબમાં આપણું ભારત પણ જોડાવા જઈ રહ્યું છે. ભારતના ‘સમુદ્રયાન’ પ્રોગ્રામની વિધિવત્ રીતે ઘોષણા ઓક્ટોબર, 2021માં કરવામાં આવી હતી, જેની વિગતો હવે જોઈશું.
🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎✨🔎🔎🔎🔎🔎
Sea mission,
Matsya 6000,
Samudrayan Mission launch date,
Deep Ocean Mission,
Samudrayan Mission UPSC,
Samudrayaan Mission PIB,
Deep Ocean Mission UPSC,
Samudrayaan Mission launched in which State,
Samudrayaan Mission under Which Ministry,
Samudrayaan Mission 2026,
Samudrayaan Mission budget,
MATSYA 6000 PIB,
Samudrayaan ISRO
0 ટિપ્પણીઓ