તેજીવાળાઓના મજબૂત મનોબળ પાછળ શેરબજારે સોમવારે નવો ઇતિહાસ રચ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટીએ પ્રથમવાર ૨૦ હજારની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બીએસઈ સેન્સેક્સ ૫૨૮ પોઈન્ટ્સ ઊછળી ૬૭,૧૨૭ની સપાટીએ જ્યારે નિફ્ટી ૧૭૬ પોઈન્ટ્સ મજબૂતી સાથે ૧૯,૯૯૬.૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં ખરીદી જળવાયેલી રહેતાં બેડ્થ પોઝિટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ૩,૯૪૨ ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી ૨,૧૦૭ કાઉન્ટર્સ પોઝિટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે ૧,૬૬૫ કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. ૩૭૦ કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે ૧૭ કાઉન્ટર્સે ૫૨-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. ૧૦ કાઉન્ટર્સ અપર સિક્રેટ્સમાં જ્યારે ૨ કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. સોમવારે નિફ્ટીએ ગેપ-અપ ઓપનિંગ સાથે કામકાજની શરૂઆત કરી હતી અને તે સમગ્ર દિવસ દરમિયાન પોઝિટિવ ઝોનમાં જ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. બેન્ચમાર્ક અગાઉના ૧૯,૮૨૦ના બંધ સામે ૧૯,૮૯૦ની સપાટીએ ખૂલી ઉપરમાં ૨૦,૦૦૮ની સપાટીએ ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. તે જોકે ૨૦ હજારની સપાટી પાર કરી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર ૫૦ પોઈન્ટ્સ પ્રીમિયમમાં ૨૦,૦૪૬ પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના સરખામણીમાં પ્રીમિયમમાં ઘટાડો સૂચવે છે. આમ માર્કેટમાં લોંગ પોઝિશનમાં વૃદ્ધિ જોવા મળી નથી. જોકે, ટેકનિકલી નિફ્ટીએ બ્રેકઆઉટ આપ્યું છે અને નજીકમાં તે ૨૦,૨૦૦- ૨૦,૩૦૦ની રેન્જમાં ટ્રેડ થાય તેવું એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. ટ્રેડર્સે મિડ-કેપ અને સ્મોલ-કેપ્સ છોડી લાર્જ-કેપ્સમાં જ તેમની પોઝિશન જાળવવી જોઈએ એમ માર્કેટ નિરીક્ષકો કહી રહ્યાં છે.
નિફ્ટીને સપોર્ટ આપનારા મુખ્ય ઘટકોમાં અદાણી પોર્ટ્સ. અદાણી એન્ટરપ્રાઈઝિસ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ, એક્સિસ બેંક, મારુતિ સુઝુકી, ટુપીએલ, હિંદાલ્કો, એચડીએફ્સી લાઈફ, એચસીએલ ટેક અને હીરો મોટોકોર્પનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, લાર્સન, બજાજ ફાઈનાન્સમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટીના ૫૦ કાઉન્ટર્સમાંથી માત્ર ચાર કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે ૪૬ કાઉન્ટર્સે પોઝિટિવ બંધ આપ્યું હતું. સેક્ટરલ દેખાવ જોઈએ તો મીડિયા ઈન્ડેક્સ સિવાય તમામ સૂચકાંકો પોઝિટિવ બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મેટલ ૧.૮૧ ટકા ઊછળી ૭,૧૦૦ની સપાટી કુદાવી ગયો હતો. જેના ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, જિંદાલ સ્ટીલ રત્નમણિ મેટલ, હિંદાલ્કો, વેલસ્પન કોર્પ, એનએમડીસી. તાતા સ્ટીલ, સેઈલ, જીએસડબ્લ્યૂ સ્ટીલ, એપીએલ એપોલોમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સ ૩ ટકાથી વધુ ઊછળી નવી ટોચે પહોંચ્યો હતો. જેને સપોર્ટ આપવામાં આઈઓબી, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક, સેન્ટ્રલ બેંક, પીએનબી મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી પણ ૦.૯ ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં ઈમામી પાંચ ટકા ઊછળ્યો હતો. આ ઉપરાંત, જ્યુબિલીઅન્ટ ફૂડ, ગોદરેજ કયૂમર, પીએન્ડજી, યુનાઇટેડ સ્પિરિટ્સ, નેસ્લે, તાતા કન્ઝમર, વણ બેવરેજિસ, આઈટીસ અને એચયુએલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ૧.૭ ટકા ઊછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ ૧૧ ટકા સાથે ઊછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત સોના બીએલડબ્લ્યૂ મારુતિ સુઝુકી, મધરસન, હીરો મોટોકોર્પ, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, એમએન્ડએમ પણ નોંધાત્ર મજબૂતી સૂચવતાં હતાં.એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઈડિયા ૮ ટકા ઊછળ્યો હતો.
આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, કેનેરા બેંક, એચડીએફ્સી એએમસી, પ્લેનમાર્ક, અદાણી એન્ટરપ્રાઇઝિસ, બાયોકોન, એબીબી ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ પૂડેન્શિયલ, કોન્કોર, પિરામલ એન્ટર..બલરામપુર ચીની, મણ્ણાપુરમ લઈ, અંબુજા સિમેન્ટ્સ, બેંક ઓફ બરોડા, તાતા કોમ્યુ. પણ નોંધપાત્ર મજબૂતી સૂચવતાં હતાં. બીજી બાજુ ભેલ, પીવીઆઈ આઈનોક્સ, બિરલાસોફ્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આઈઈએક્સ, યુનાઈટેડ રિઝ, એમસીએક્સ ઈન્ડિયા. આઈઆરસીટીસી, કોલ ઈન્ડિયા, ગુજરાત ગેસ, પોલિકેબ, ઈન્ડિયામાર્ટ, સન ટીવી. લૌરસ લેબ્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એસજેવીએન, આઈટીઆઈ, રેઈલ વિકાસ નિગમ. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ,આઈઆરએક્સી. જેએસડબ્લ્યૂ એનર્જી, વોડાફોન આઈડિયા, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થતો હતો.
- Share market live chart today,
- Indian stock market today open,
- Indian stock market News today,
- Indian stock market News tomorrow,
- Today, market live,
- Share market News today,
- share market today,
- share market live,
- share market time,
- share market open time,
- share market holiday 2023,
- share market app,
- share market closing time,
- share market movie,
- share market chart,
- share market course
- share market gujarati,
- share market gujarati pdf,
- share market gujarati news
- paper,
- share market gujarati books,
- share market gujarati news,
- શેર માર્કેટ ગુજરાતી,
- share market live gujarati,
- share market magazine gujarati,
- share market in gujarati language,
- share market tips gujarati
- share market today,
- share market today open,
- share market today rate,
- share market today open or not,
- share market today prediction,
- share market today rate chart,
- share market today open ya close,
- share market today expiry,
- share market today tips,
- share market today open nifty,
- Share market Today rate,
- Share market Live,
- Share market today open,
- Reason for market fall today Moneycontrol,
- Indian stock market today live,
- Sensex today India,Tomorrow share market up or down,
- NSE today,
0 ટિપ્પણીઓ