રણવીર સિંહ, રણબીર કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા સુપરસ્ટાર વચ્ચે સની દેઓલનો ક્રેઝ આજે પણ એટલો જ બરકરાર છે. આજે પણ લોકો હોર્શે હોશેં એની ફિલ્મો જોવે છે. નાના બાળકનાં મોઢે પણ તેના ડાયલોગ સાંભળવા મળતા રહે છે કે ‘યે ઢાઇ કિલો કા હાથ જબ કિસી પે પડતા હૈ તબ આદમી ઊઠતા નહીં પર ઊઠ જાતા હૈ.’ ટૂંકમાં ડાન્સમાં ઝીરો પણ એક્શનમાં હીરો ગણાતો સની દેઓલ તેના દબંગ અંદાજથી આજે પણ લોકોનાં દિલનો હીરો બની રહ્યો છે. ફિલ્મ ‘ગદર-1’માં તેણે ઉમદા અભિનય અને તેના અગ્રેસિવ હાવભાવથી લોકોનું દિલ જીતી લીધું હતું. ‘ગદર’નાં પહેલાં ભાગને દર્શકો તરફથી મળેલી પ્રતિક્રિયા જોઇને ગદર-2 પણ બનાવવામાં આવી અને ટૂંક સમયમાં તે રીલિઝ પણ થઇ રહી છે.



‘ ગદર-1’: તારા- સકીના ફી પ્રેમ કહાની જેમણે જેમણે ‘ગદર  એક પ્રેમ કથા' જોઇ છે તેઓ તો તેની સેકન્ડ સીઝનની મીટ માંડીને રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનાં પહેલા પાર્ટમાં હિન્દુસ્તાન- પાકિસ્તાનાં ભાગલા દર્શાવવામાં આવ્યા છે. અનીલ શર્મા દિગ્દર્શિત આ ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ મુખ્ય પાત્રમાં છે. સની દેઓલ તેમા તારા સિંહ નામના ટ્રક ડ્રાઇવરના રોલમાં છે, જ્યારે અમિષા પટેલ સકીના નામની મુસ્લીમ યુવતીના રોલમાં છે. દેશના ભાગલા વખતે સકીના ભારતમાં જ રહી જાય છે, જ્યારે તેનો આખો પરિવાર પાકિસ્તાન ચાલ્યો જાય છે. એકલી પડેલી સકીના પર દુઃખોનો પહાડ પડે છે ત્યારે તારાસિંહ તેની વહારે આવે છે. તે સકીનાનેપાકિસ્તાન પહોંચાડવાનું બિડું ઉપાડે છે અને આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગરે છે. હૃદય સ્પર્શી આ અદ્ભુત પ્રેમ ગાથા દર્શકોનું મન મોહી લે તેવી


છે. સકીનાને પામવા માટે તારા સિંહ આખા લાહોર સામે બાથ ભીડે છે અને આ દરમિયાન જ્યારે તે હેન્ડપમ્પ ઊખાડીને દુશ્મનો ૫૨ ફેકે છે ત્યારે તો બધાના શ્વાસ અધ્ધર થઇ જાય છે. તેનો આ હેન્ડપમ્પવાળો સીન તો આજે પણ લોકોનાં દિલો દિમાગમાં વસેલો છે. તેમનો એક ડાયલોગ ‘હિન્દુસ્તાન હમારા થા, હમારા હૈ ઔર હમારા રહેગા’એ તો સૌમાં જાણે દેશ ભાવના જગાડી દીધી હતી.


‘ ગદર -2' : બાપ-બેટે કી કહાની



‘ગદર’નો પહેલો ભાગ પ્રેમપ્રકરણ પર હતો અને ફિલ્મનું નામ પણ ‘ગદરઃ એક પ્રેમકથા' જ હતું. પણ એક્શન ડ્રામાથી ભરપૂર તેનો બીજો ભાગપિતા-પુત્રના સંબંધો પર આધારિત છે. ફિલ્મમાં 20 વર્ષનો લીપ લેવામાં આવ્યો છે. ફિલ્મની શરૂઆત જ ‘ગદર ધ કથા કન્ટિન્યુ...' સાથે થાય છે. ફિલ્મનાં બીજા ભાગમાં શું થાય છે તેની બહું વાત કરવી નથી, દર્શકોની મજા મરી જશે.

જીતેનું પાત્ર ભજવતો અભિનેતા ઉત્કર્ષ શર્મા બીજું કોઇ નહીં પણ દિગ્દર્શક અનિલ શર્માનો પુત્ર છે. આ જાણીને તમારા મગજમાં કદાચ નેપોટિઝમની ઘંટડીઓ વાગવાની શરૂ થઇ ગઇ હશે. પણ ફિલ્મ જોતા પહેલાં જ કોઇની પ્રતિભાને આંકવા કરતાં ફિલ્મમાં જ ખબર પડી જશે કે દિગ્દર્શકે પ્રતિભાને મહત્ત્વ આપ્યું છે કે પછી અહીં પણ નેપોટિઝમે જ બાજી મારી છે. ‘ગદર’માં ભારત- પાકિસ્તાનનાં 1947માં પડેલા ભાગલા અને એ પછીના દર્દની દર્દનાક કહાની હતી. આ વખતે 1971ના યુદ્ધને કેન્દ્રસ્થાને રખાયું છે. ઘણા સમય પછી આ ફિલ્મથી દર્શકોને સનીનો બુલંદ અવાજ અને રફ એન્ડ ટફ લુક જોવાનો લ્હાવો મળશે. પહેલા ભાગમાં તેના હેન્ડપમ્પ વાળા સીને ખૂબ વાહવાહહી મેળવી હતી. તેને જોતા આ ભાગમાં પણ સની દેઓલ ફરી આવું જ કંઇક કરતો જોવા મળશે. જાણવા મળ્યું છે કે તે આ વખતે હેન્ડપમ્પ તો નહીં પણ સિમેન્ટ પોલ ઊપાડી પોતાની દબંગાઇ બતાવશે. અમિષા પટેલ પણ છેલ્લે ‘ભર્યંજી સુપર સ્ટાર'માં જોવા મળી હતી. ત્યાર બાદ હવે તે આ ફિલ્મમાં અભિનયના કામણ પાથરશે. જાણવા તો એ પણ મળ્યું છે કે ફિલ્મના ક્લાઇમેક્સનું શૂટિંગ લખનૌની લા માર્ટીનિય૨ કોલેજમાં કરવામાં આવ્યું છે. દર્શકોને કદાચ યાદ હશે કે પહેલા ભાગનું શૂટિંગ પણ લખનૌમાં જ થયું હતું. લખનૌનાં આઇકોનિક લાલ પુલ ને લાહોરનો બ્રિજ દર્શાવાયો હતો.



• ગદર-2નું બજેટ ગદર-1ને આંબ્યુ બ્લોકબસ્ટર્ડ ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ માત્ર 19 કરોડ રૂપિયાનાં બજેટમાં બનીને તૈયાર થઇ હતી, જ્યારે ‘ગદર-2’ ફિલ્મ બનાવવામાં 90 કરોડનો ખર્ચો થયો છે, અને પાછું તેની પ્રિન્ટ તેમજ પ્રમોશન પાછળ 10 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. સરવાળે આખી ફિલ્મ 100 કરડોનાં બજેટમાં તૈયાર થઇ છે.


" • વિલન હો તો મોગેમ્બો જૈસા બોલિવૂડના મોગેમ્બો એવા અમરિશ પુરીની ખોટ ‘ગદર -2’માં ખૂબ સાલે છે. ફિલ્મનાં પહેલાં ભાગમાં અમરીશ પુરીએ અશરફ અલીનું નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. તેમનું રુઆબદાર વ્યક્તિત્વ અને ચહેરાના ગંભીર હાવભાવે ફિલ્મમાં એકસ્ટ્રા તડકાનું કામ કર્યું હતું. 2005માં તેમના નિધન બાદ “ગંદર- 2'માં અશરફ અલીની ખોટ કોઇ પૂરી શક્યું નથી. આ વખતે તેમની જગ્યાએ એક નહીં પણ બે વિલને લીધી છે. મનીષ વાધવા અને રોહિત ચૌધરીએ ફિલ્મમાં અમરિશ પુરીનો ખાલીપો પૂરવાનો પ્રયત્ન કર્યો છે.



‘ગદર 2’

રીલિઝ ડેટ : 11 ઓગસ્ટ, 2023,

દિગ્દર્શકઃ અનિલ શર્મા,

નિર્માતાઃ રાણા ભાટીયા, કમલ મુકુટ, અનિલ શર્મા લેખકઃ શક્તિમાન તલવાર,

કલાકાર : સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર, મનીષ વાધવા, ગૌરવ ચોપરા, લવ સિંહા,

મ્યુઝિક ડિરેક્ટર: મિથુન શર્મા, ચંદન સંક્સેના,

ઉત્તમ સિંહ, મોન્ટી શર્મા,

રનિંગ ટાઇમ 165 મિનિટ,,



‘ગદરઃ એક પ્રેમકથા'

રીલિઝ : 15 જૂન,2001,

દિગ્દર્શકઃ અનિલ શર્મા,

નિર્માતા : નિતિન કેની,

લેખકઃ શક્તિમાન તલવાર,

કલાકાર : સની દેઓલ, અમિષા પટેલ, અમરીશ પુરી, લિલેટ દુબે,

નેરેટરઃ ઓમ પુરી

મ્યુઝિકઃ ઉત્તમ સિંહ

રનિંગ ટાઇમ : 185 મિનિટ