ઈસરો માં જોબ મેળવવા તમારે સાયન્સ-મેથ્સના એક્સપર્ટ થવું પડે!




ચંદ્રયાન-૩ને પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતારવાની અદ્વિતિય અને વિશ્વભરમાં અનોખી સિદ્ધિ હાસલ કરીને ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ અવકાશક્ષેત્રે ભારતનો ડંકો ખરા અર્થમાં વગાડી દીધો છે. નાની ઉંમરથી શાળામાં અવકાશ વિશે વાંચીને કે પછી ઈતર વાચનમાં અવકાશ સફરની રોમાચક વિગતો વાંચીને ક્યારેક તમે પણ જો ઈસરોના સાયન્ટિસ્ટ થવાના સપના જોયા હોય તો. આજે આ સંસ્થામાં વૈજ્ઞાનિક બનવા માટેની તમારી શક્યતાઓની વાત કરીએ.


સાયન્સ મેથ્સમાં એક્સપર્ટ થવું જરુરી


સમગ્ર દુનિયાની જેના પર મીટ મંડાઈ હતી એ ચંદ્રયાનને તેના નિર્ધારિત ૬:૦૪ કલાકે ચંદ્ર પર ફરી  ઉતારી જ દેવાયું એના પરથી તમને આ વેજ્ઞાનિકો ગણતરીમાં એટલે કે મેથ્સમાં કેટલા ચોક્કા હશે તેનો તમને ખ્યાલ આવી ગયો હશે. તમારે બેઝિક સાયન્સ-મેથ્સમાં પાવરધા થવું પડે.


સીધી નિમણૂક અને પરીક્ષા દ્વારા પ્રવેશ; 


   ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકે નો કરી મળવી એ એક સપનું સાચું થવા જેવી ઘટના છે. આ માટે સીધી નિમણૂક પણ થાય છે અને પરીક્ષા દ્વારા પણ પ્રવેશ મળે છે. આઇઆઇએસસી, આઈ આઈટી, એનઆઇટી વગેરે જેવી ટોચની સંસ્થાઓના ફિઝિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન, એરોસ્પેસ એન્ડ મેકેનિકલ ફિડના મેરિટમાં આવતા ટોચના વિદ્યાર્થીઓને ઈસરો સૌપી ભરતીમાં લે છે. આ ઉપરાંત તમે આઈઆઈએસટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પેસ ટેક્નોલોજીમાં કરો અભ્યાસ કર્યો હોય તો, તમને ઈસરો પોતાની જરુર મુજબ વૈજ્ઞાનિક તરીકે નીમે છે. આ ઉપરાંત તમે બીઈ- બીટેકની ડિગ્રીમાં ૧.૮ સીજીપીએ સાથે અને કમ સે કમ ૯૫ ટકા સાથે ડિગી મેળવી હોય તો તમે પરીક્ષા આપીને ઈસરોમાં વૈજ્ઞાનિક થઈ શકો.


આટલી પરીક્ષાઓ આપીને ઈસરોમાં વૈજ્ઞાનિક થઈ શકાય


એરોસ્પેસ એન્જીનિયરીંગની બીટેક, એવિ ઓનિક્સ એન્જિનિયરીંગની બીટેક, ફિ ક્સમાં બેચલર્સ-માસ્ટર્સ કે પીએચડી, ફિઝિક્સ સોલિડ સ્ટેટ, એસ્ટ્રોનોમી, અર્થ સિસ્ટમ સાયન્સમાં માસ્ટર્સ, કે ઓપ્ટિકલ એન્જિનિયરીંગમાં એમટેક, એસ્ટ્રોનોમીમાં પીએચડીની ડિગ્રી.


ઈસરોમાં સાયન્ટિસ્ટની સાથે મેથેમેટિશ્યનોની મહત્વની ભૂમિકા


સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ફિઝિક્સ વિભાગના પ્રોફેસર ડો આઈ બી પટેલ કહે છે કે, ઈસરો જેવી અવકાશ ક્ષેત્રની વિશાળ સંસ્થામાં જુદા જુદા વિભાગમાં અનેક ફિલ્ડના વૈજ્ઞાનિકો કામ કરે છે. દાખલા તરીકે સ્પેસ વેહીકલ્સમાં મિકેનિકલ સ્ટાફ જોઈએ કે પછી સેટેલાઈટના સેન્સર્સ માટે ઈલેક્ટ્રોનિક્સના એરાપર્ટ વૈજ્ઞાનિકો જોઈએ. એ જ રીતે જો સ્પેસમાં લોંચિંગ કરવું હોય તો એરોનોટિક્સ ફિલ્ડના એક્સપર્ટ જોઈએ, ડો પટેલના કહેવા મુજબ આ તમામમાં મેથેમેટિક્સના એક્સપર્ટનો મહત્વનો ભાગ હોય છે. વિદેશના અનેક મિશનો ફેઈલ જવા પાછળ તેમનું નબળું ગણિત રહ્યું જ્યારે ભારતના એ કાર્ટ મેથેમેટિશ્યનોએ મિશન સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યું.