ભારતના મૂન મિશન ચંદ્રયાન-૩નું લેન્ડર આજે તેના નિર્ધારિત સમયે સાંજે ૬:૦૪ વાગ્યે જ ચંદ્ર પર લેન્ડિંગ કરશે. ઇસરોએ મંગળવારે મિશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ સિસ્ટમ્સ બરાબર રીતે કામ કરી રહી છે. તેમને સમયાંતરે ચેક કરવામાં આવી રહી છે. ચંદ્રયાન-૩ ચંદ્ર પર લેન્ડિંગ માટે ચોક્કસ જગ્યા શોધી રહ્યું છે. ૨૫ કિ.મી.ની ઊંચાઈએથી લેન્ડિંગ કરાવાશે. લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં ૧૫થી ૧૭ મિનિટ લાગશે. આ સમયગાળાને ઇસરોના વિજ્ઞાનીઓ ‘૧૫ મિનિટ્સ ઑફ ટેરર’ કહી રહ્યા છે, કેમ કે આ ગાળામાં જ કોઈ ગરબડ થવાનું જોખમ વધુ રહે છે.



મિશન સફળ રહ્યું તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે. ઇસરોના વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આજે સાંજે ૬:૦૪ વાગ્યે નિર્ધારિત લેન્ડિંગના બે કલાક પહેલાં લેન્ડર મોડ્યૂલની સ્થિતિ અને ચંદ્રની સપાટી પરની પરિસ્થિતિના આધારે નિર્ણય કરાશે કે તે સમયે લેન્ડિંગ યોગ્ય રહેશે કે નહીં? જો એક પણ પરિબળ નિર્ધારિત માપદંડ મુજબનું નહીં જણાય તો ૨૭ ઓગસ્ટે લેન્ડિંગ કરાવાશે. શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ ઠેકાણે ચંદ્રયાનના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ બતાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.


મિશનની સફળતા માટે ઠેરઠેર પૂજા, હવન, પ્રાર્થના


ચંદ્રયાન-૩ મિશનની સફળતા માટે દેશભરમાં વિવિધ સ્થળોએ પૂજા, હવન અને પ્રાર્થના થઈ રહ્યા છે. મુંબઇના ચામુંડેશ્વરી શિવ મંદિરમાં મંગળવારે હવન કરાયો હતો તો ઉત્તરપ્રદેશના વારાણસીના કમરા સ્થિત મા કામાખ્યા મંદિરમાં ચંદ્રયાનની તસવીર સાથે ખાસ હવન-પૂજન કરાયું હતું.


સાંજે ૫:૨૦થી લાઇવ ટેલિકાસ્ટ



ચંદ્રયાન-૩ના લેન્ડિંગનું લાઇવ ટેલિકાસ્ટ આજે સાંજે ૫:૨૦ કલાકથી શરૂ કરાશે. 

ઈસરોની વેબસાઈટ httıs://www.isro.g.in, 

ઇસરોની યૂ-ટ્યૂબ ચેનલ જોવો ચેનલ, https://www.youtube.com/live/iaUMdB2b02I?si=E-g1K4uVNbJEfrGY

ઇસરોના ફેસબુક પેજ તથા દૂરદર્શન પર જોઈ શકાશે.


ચંદ્રયાત-૩ પાછળ ૬૦૦ કરોડ ખર્ચાયા


મિશન ચંદ્રયાન-૩ પર ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈના રોજ લોન્ચ કરાયું હતું. ચંદ્ર સુધી પહોંચવામાં તેને ૪૧ દિવસનો સમય લાગવાનો હતો. ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે અને તે લેન્ડિગ કરશે કે તરત જ એક નવો ઈતિહાસ રચાશે.

ઈસરો સંસ્થા માં ભરતી કઈ રીતે થાય છે

ચંદ્ર પર ભારતની અત્યાર સુધીની સફર


» ભારતે તેનું પ્રથમ ચંદ્રયાન મિશન ૨૨ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ લોન્ચ કર્યુ


» ચંદ્રયાન-૧ એ ચંદ્રની સપાટી પર પાણી શોધી કાઢ્યું અને તેનું નામ ઈતિહાસના પુસ્તકોમાં નોંધાવ્યું


» ચંદ્રયાન-૨ વર્ષ ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સોફટવેરની ખામીને કારણે ચંદ્રયાન-૨ ક્રેશ


» ચાર વર્ષ પછી ૧૪ જુલાઈ ૨૦૨૩ ના રોજ ચંદ્રયાન-૩ લોન્ચ કર્યુ. તેનું સોફટ લેન્ડિંગ ૨૩ ઓગસ્ટે ચંદ્ર પર કરવામાં આવશે,


ચંદ્રથી ૭૦ કિમી દૂરથી લેવાયેલી તસવીર

મંગળવારે ભારતીય અવકાશ એજન્સીએ દેશના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ દ્વારા ૭૦ કિમી દૂરથી લેવામાં આવેલા ચંદ્રની વધુ તસવીરો શેર કરી છે. આ તસવીરો બુધવારે ઐતિહાસિક ચડાઉન દરમિયાન લેન્ડરને માર્ગદર્શન આપતા કેમેરામાંથી લેવામાં આવી હતી.



ચંદ્રયાન-૩: વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ રીતે ઈસરોમાં જોડાશે


નવી દિલ્હી: ભારત ચંદ્રયાન-૩ દ્વારા બુધવારે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩ના લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ઇસરોમાં જોડાશે. PM હાલમાં ૨૨ થી ૨૪ ઓગસ્ટ દરમિયાન યોજાનારી ૧૫મી BRICS સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં છે.


આતુરતાથી રાહ જોઉં છું : સુનિતા


મૂળ ગુજરાતી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે કહ્યું કે, ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર ઊતરે તે પળની આતુરતા સાથે રાહ જોઈ રહી છું. મને એ વાતની ખુશી છે કે ભારત સ્પેસ રિસર્ચ અને ચંદ્ર પર સ્થાયી જીવનની શોધમાં આગળ છે.


ચંદ્ર પર અમેરિકાતી અત્યાર સુધીની સર


૧. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના એપોલો-૧૧ દ્વારા પ્રથમ વખત માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો. ૨૦ જુલાઈ, ૧૯૬૯ના રોજ, નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્વિન ચંદ્ર પર ઉતરનાર અનુક્રમે પ્રથમ અને બીજા અવકાશયાત્રી બન્યા.


૨. એપોલો ૧૭ એ નાસાના એપોલો પ્રોગ્રામનું બીજું મિશન હતું. તે ૭ ડિસેમ્બર ૧૯૭૨ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ૧૯ ડિસેમ્બર ૧૯૭૨ના રોજ પૃથ્વી પર પાછું આવ્યું હતું. આ પહેલું મિશન હતું જે રાત્રે લોન્ચ કરવામાં આવ્યું હતું.


૩. અમેરિકાએ ચંદ્ર પર ૩૧ મિશન મોકલ્યા. જેમાંથી ૧૭ નિષ્ફળ ગયા. રશિયાનું લૂતા-૨૫ મિશન નિષ્ફળ


રશિયાનું ચંદ્રમિશન નિષ્ફળ ગયું. ચંદ્રની સપાટી પર જ તે ક્રેશ થઈ ગયું હતું. ૪૭ વર્ષ પછી રશિયા દ્વારા ચંદ્ર મિશન મોકલાયું હતું. ૧૯૯૧માં સોવિયેત સંઘના વિભાજન પછીનું પહેલું મિશન હતું.


 ઈસરો નું નવું મિશન સમુદ્ર યાન વિશે જાણો