આજ નો સુવિચાર અહી વાચો  કર્મ એટલે કામ - ક્રિયા. જીવન જ ધીરે ધીરે એવું જિવાય કે કશું જ ખોટું ન થાય ! જીવનપર્યન્ત સારાં કામ કરો, તોય સુખ મળવાની કોઈ જ ગેરંટી નથી અને આખું જીવન ગુંડાગિરી કરીએ, તોય દુઃખ ન પણ મળે ! 


@જે લોકો બીજાનું સારું કરવા તૈયાર હોય છે, એમનું સારું કરવા આખી દુનિયા કોઈને કોઈ રીતે તૈયાર જ હોય છે.



@જીવનમાં જે વસ્તુ, ઘટના બનવાની છે તે કોઈ જ રોકી શકતું નથી. પરંતુ તે બન્યા પછી તેને કેવો પ્રતિભાવ આપવો, એને કેવી રીતે લેવી, એ આપણા હાથમાં છે.



@એવુંય હોય છે જીવનના જંગમાં, દેખાય સ્પષ્ટ હાર, પણ પરદામાં જીત હોય છે !

                                      _અજ્ઞાત

જીવનમાં સુખ હોય ત્યારે ખૂબ જ નમ્ર રહેવું અને દુઃખ આવે ત્યારે એકદમ સ્વસ્થ રહેવું, ખુશ રહેવું અને એ જ જીવન જીવવાની સાચી કળા છે. ઊભી થયેલી કોઈપણ પરિસ્થિતિ માટે આપણે જ સંપૂર્ણ જવાબદાર છીએ, એમ સતત માનવું. અને તો કોઈ આપણો વાળ વાંકો કરી શકે એમ નથી, એમ માનવું અને એવું હોય જ છે.


જો બધું નક્કી હોય તો કંઈ કરવું જ શું કામ ? – સતત કામ, સતત કર્મ વિના માણસ રહી ન શકે, પણ જે નવું બેલેન્સ જમા કરવાનું છે તે આપણા હાથમાં છે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી અને મહેનત કરતી વખતે તેનું પરિણામ આવું આવશે જ, એવું હંમેશા ન માનવું. જેથી પરિણામ કોઈપણ આવે, ત્યારે આપણે સ્વસ્થ રહી શકીએ. એવું કામ કરે, કે રાત્રે ઊંઘ આવે, સૌ ખુશ રહે. સૌ માટે પ્રેરણારૂપ બનીયે અને સૌ દંગ રહી જાય. તમે તમારાં કર્મો દ્વારા ઈશ્વર સુધી આરામથી પહોંચી શકો છો. ઈશ્વર પણ બની શકો છો ! ઈશ્વરને તમે કદી રૂબરૂ જોવાના નથી, પરંતુ એનો સાક્ષાત્કાર અવશ્ય થશે.


ઈસ્લામ ધર્મ ખૂબ જ મહાન વાત કરે છે. ઈસ્લામ ધર્મ ગમે તેના માટે છે જ નહીં, ખૂબ જ સખત ધર્મ છે. પહેલેથી નિર્ગુણ નિરાકારમાં માનવું અને એ માટેના નિયમો એટલા કડક, કે સામાન્ય માણસનું કામ નહીં. એમાં ન આગળનાં જન્મની વાત છે કે ન પુનર્જન્મની. ઈસ્લામ ધર્મમાં એમ કહે છે કે આ એક જ જન્મમાં એવું કર્મ, એવાં કામ કરો કે બીજા જન્મની વાત જ નહીં ! સીધો જ મોક્ષ. ટૂંકમાં ‘કર્મ’’માં એટલી તાકાત છે, કે તમે આ એક જ જન્મમાં કર્મ દ્વારા આ જન્મોજનમના ફેરામાંથી મુક્તિ મેળવી સીધા ઈશ્વરમાં જ મળી જઈ શકો છો.


The are two rules of success.


(1) Never tell everything, you know !


(2) Never tell, you know everything !


@નાનાં સારાં કાર્યોથી જ જીવનમાં મોટું પરિવર્તન આવે છે. આપણી નાની મદદ કોઈનાં જીવન માટે ખુબ મોટી હોઈ શકે.



આપણે સાચા હોઈએ તો લોકો ગમે તે કહે, શું ફરક પડવાનો ? એક જીવન એવું જીવો જેથી આ વિશ્વમાં શુભ વસે. તમે આ વિશ્વમાં આવ્યા, ત્યારે પૃથ્વીની જે હાલત હતી, તેનાથી તમે જાઓ, ત્યારે થોડીક સુધરેલી હોય અને તે સુધારો ભલે નાનકડો હોય, પણ તમારી જિંદગીથી થયેલો હોય.


તમારા સમગ્ર જીવનકાળ દરમ્યાન એક વખત પણ જો તમે જેને ફરી મળવાના નથી, તેવા અપરિચિત મનુષ્યની આંખમાં તમારા પ્રત્યે કૃતજ્ઞતાથી ભરેલા આંસુ જોવા હોય, તો ઉપ૨નું સમીકરણ તમારા માટે કામ કરી રહ્યું છે.


ભગવાન માણસને કહે છે...

તૂ કરતા વો હૈ, જો ચાહતા હૈ,

પર હોતા વો હૈ, જો મૈં ચાહતા હૂં,

તૂ કરને લગ વો, જો મૈં ચાહતા હૂં ઔર ફિર દેખ, હોગા વો, જો તૂ ચાહતા હૈ !