અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણામાં
આજે પણ ૪૦ કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની, વરસાદ પડવાની આગાહી
છેલ્લા કેટલાક દિવસની આગ વરસાવતી ગરમી, અસહ્ય ઉકળાટ બાદ આજે અચાનક જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન ગરમી-ઉકળાટ બાદ મોસમે સ્વિચ પાડી દીધી હોય તેમ વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું અને મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હજુ આવતીકાલે પણ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણામાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
શુક્રવારે આખો દિવસ બાફ-ઉકળાટ રહ્યો ઃઃ- ગરમીમાં રાહત કામચલાઉ રહેશે આજે અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી તૂટી પડ્યો હતો. હવામાન વિભાગ આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે
ચોમાસા માટે હજુ જૂનના બીજા સપ્તાહ સુધી રાહ જોવી પડશે છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા ભેજના પ્રમાણને પગલે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અલબત્ત, ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે. કેરળમાં ચાર જૂનની આસપાસ ચોમાસું આવશે. આમ, ગુજરાતમાં નૈૠત્યનું ચોમાસું ૧૪ જૂનની આસપાસ જ આવી શકે છે. અમદાવાદમાં જૂનના ત્રીજા સપ્તાહ સુધીમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઇ શકે છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોમાસુ સામાન્ય રહેશે. ચાલુ વર્ષે ૯૬ ટકા સરેરાશ વરસાદ વરસી શકે છે. જો કે ઉત્તર - પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસુ સામાન્યથી થોડું ઓછું રહી શકે છે.
સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદમાં આગામી ૬ જૂન સુધી ૪૨ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. આજે રાજ્યમાં ગાંધીનગર- અન્યત્ર ભાવનગરમાં ૪૧, વડોદરામાં ૩૮.૪, ડીસામાં ૩૭.૯,પાટણમાં ૩૮.૪, રાજકોટમાં ૩૮, ભુજમાં ૩૬.૨ જુનાગઢમાં ૩૬.૧, સુરતમાં ૩૪.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. દિવસ દરમિયાન તાપ અને ઉકળાટ અનુભવાઇ હતી. જોકે, સાંજે ૫:૩૦ બાદ વાતાવરણમાં પલટાની શરૂઆત થઇ હતી. અનેક વિસ્તારમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો અને આ પછી ગાજવીજ સાથે વરસાદ સાંજે ભેજનું પ્રમાણ વધીને ૩૭ ટકા થઇ ગયું હતું અને જેના પગલે વાતાવરણમાં શકે છે. પલટો આવ્યો હતો. જોકે, વરસાદથી મળેલી આ ઠંડક કામચલાઉ જ છે. હજુ આગામી પાંચ દિવસમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી જવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં આગામી ૩ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આ પછી ૩ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થતાં ગરમી વધી
૨૯ મેના સાબરકાંઠા-બનાસકાંઠા- ભરૂચ-આણંદ-અમરેલી-ભાવનગર, ૩૦ મેના સાબરકાંઠા-બનાસકાંઠા-પાટણ- મહેસાણા-ભરૃચ-આણંદમાં હળવો વરસાદ પડી શકે છે.’
આ વિસ્તાર માં આવતી કાલે ભારે વરસાદ ની આગાહી
C
0 ટિપ્પણીઓ