દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પહેલા ઉત્તર-પશ્ચિમમાં થશે ભારે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં ભારે પવનનું એલર્ટ, દરિયાકાંઠે મીની વાવાઝોડુ ફૂંકાશે
મે માસના અંતે સામાન્ય રીતે પ્રિમોન્સૂન વરસાદ સ્થાનિક સી.બી.ક્લાઉડથી સર્જાતો હોય છે પરંતુ, આ વર્ષે તમામ રીતે હવામાન વિચિત્ર રૂપ દર્શાવી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશાએથી ગુજરાત ઉપર ચોમાસુના આગમનને હજુ ચાર સપ્તાહનો સમય બાકી છે ત્યારે ચોમાસા પહેલા વાવાઝોડાને
રાજકોટ,મંગળવાર બદલે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું છે. જેના પગલે સૌરાષ્ટ્ર,કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી તા.૨૬ મે શુક્રવાર સુધી ૩૦થી ૪૦ કિ.મી.ની તીવ્ર ઝડપે તથા દરિયાકાંઠે ૬૫ કિ.મી.સુધીની ઝડપ સાથે મીની વાવાઝોડુ ફૂંકાવાની ચેતવણી આજે મૌસમ વિભાગે જારી કરી છે અને ગુજરાતના તમામ બંદરોએ માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપી છે.
ઈરાન ઉપર એક્ટીવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત ભારતની પડોશમાં પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને આ સીસ્ટમ ઉત્તર ભારત તરફ આવી રહી છે. આ સીસ્ટમ આવવા સાથે તે અરબી સમુદ્રમાંથી વિશાળ માત્રામાં ભેજ ખેંચશે. જેના પગલે હિમાલયના પશ્ચિમ ક્ષેત્રમાં તથા ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં વ્યાપક વરસાદની આગાહી છે જ્યારે ગુજરાતમાં પણ તીવ્ર પવનનું યલો એલર્ટ જારી કરાયું છે.
તા.૨૬ સુધી રાજ્યમાં ૪૦,દરિયાકાંઠે ૬૫ કિમી પવનની ચેતવણી સાથે યલો એલર્ટ, અરબી સમુદ્ર ઉપરથી તીવ્ર પવનો ફૂંકાવાનું શરુ.
રાજસ્થાન ઉપર ધુળિયુ તોફાન (ડસ્ટ સ્ટ્રોમ)ની અને ગુજરાતમાં વંટોળિયાની શક્યતા છે અને તે સાથે વરસાદ પણ આવી શકે છે. આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં પવનની દિશા બદલાઈને પશ્ચિમી થઈ હતી અને અરબી સમુદ્ર ઉપરથી વધુ તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. રાજકોટમાં બપોરે ૨૬ કિ.મી.ની સ્પીડ નોંધાઈ છે. રાજ્યમાં એકંદરે ૨૦થી ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો છે અને તેની ગતિ દરિયાકાંઠે ઘણી વધારે રહેતી હોય છે. તીવ્ર પવનથી કાચા મકાનોને, કૃષિપાક, વૃક્ષો, થાંભલા વગેરેને નુક્શાનની સંભાવના હોય છે. તોતિંગ હોર્ડીંગ બોર્ડ પણ જોખમી રીતે નીચે ધસી શકે છે. બીજી તરફ, આજે અમદાવાદ ૪૨.૩, સુરેન્દ્રનગર ૪૧.૮, વલ્લભવિદ્યાનગર ૪૧.૭, રાજકોટ ૪૧, અમરેલી ૪૦.૬ સાથે પરસેવે રેબઝેબ કરી દેતો બફારો અનુભવાયો હતો. મૌસમ વિભાગ અનુસાર આવતીકાલથી આતાપમાનમાં ૨થી ૩ સે.નો ઘટાડો થવાની શક્યતા છે.
૩૦થી ૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાઇ શકે ગુજરાતને આવતીકાલથી કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળશે
અમદાવાદ,મંગળવાર ગુજરાતમાં ગુરુવારથી ચાર દિવસ મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી ઘટતાં ગરમીમાંથી આંશિક રાહત મળવાની આગાહી છે. આ ઉપરાંત ગુરુવારથી રાજ્યભરમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.
અમદાવાદ ૪૨.૩ ડિગ્રી સાથે હોટેસ્ટ : તાપમાનનો પારો હવે ૪૩ને પાર જવાની સંભાવના નહિવત્
આજે ૪૨.૩ ડિગ્રી સાથે અમદાવાદ ગાંધીનગરમાં ૪૨ ડિગ્રીસરેરાશ મહત્તમ સતત ત્રીજા દિવસે ગુજરાતનું હોટેસ્ટ સિટી તાપમાન નોંધાયું હતું. બની રહ્યું હતું. આગામી પાંચ દિવસ અમદાવાદમાં ૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં હવે આ મહિનાના અંત સુધી ગરમીનો પા૨ો ૪૨ ડિગ્રીથી વધવાની સંભાવના નહિવત્ છે. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૬૮ ટકા અને સાંજે ૨૩ ટકા નોંધાયું હતું.
આગામી ૩ દિવસ ગાંધીનગરમાં ૪૦ ડિગ્રીની આસપાસ તાપમાનની સંભાવના છે. હવામાન નિષ્ણાતોને મતે નૈઋત્યના ચોમાસા માટે ગુજરાતને જૂનના બીજા સપ્તાહ સુધી રાહ જોવી પડી શકે છે.
ગુજરાતમાં ક્યાં વધારે ગરમી
આજે અમદાવદ ઉપરાંત અન્યત્ર જ્યાં ગ૨મીનો પારો ૪૦થી વધુ નોંધાયો તેમાં ગાંધીનગર, પાટણ, રાજકોટ, અમરેલી, ડીસાનો સમાવેશ થાય છે.
0 ટિપ્પણીઓ