હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસ માં ભર ઉનાળા મા ચોમાસુ જામ્યુ હોય એમ શહેર અને જિલ્લા માં કમોસમી વરસાદ ની હાજરી પુરાવી ને જાતો રહ્યો હતો. છે. આજે પાલિતાણા મા બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. લગભગ અડધો કલાકમાં પોણો ઈંચ વરસાદ ખાબકી જતા રોડ પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. ગારીયાધાર પંથકમાં વરસાદ અને પવનના સુસવાટા એ જપટ બોલાવી હતી. શહેરમા ગાજવીજ, અને વીજળીના કડાકા અને પવન સાથે વરસાદે લોકો ને ભયભીત કર્યા હતા. જ્યારે સિહોર તાલુકાના દેવગણ,અને તળાજાના બોરડા માં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ગોહિલવાડમાં અઠવાડિયાથી અષાઢી માહોલ જામ્યો છે. ત્યારે આજે બપોરના પાલીતાણા મા કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સવારે તડકા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં અડધો કલાકમાં ધોધમાર પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેનાથી રોડ પર પણ પાણી પાણી થઈ ગયા હતા. વાહન ચાલકો મુશ્કેલી મા મુકાઈ ગયા હતા.
ગારીયાધાર મા બપોરના ૩ વાગ્યા ની આસ પાસ માં વાતાવરણમાં એકાએક પલટો આવતાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. જેના પગલે જાહેર માર્ગો પર પાણી પ્રસર્યા હતા. ગાજવીજ વીજળીના કડાકા અને પવનના સુસવાટા સાથેના વરસાદી વાતાવરણમાં લોકો ભયભીત જોવા મળ્યા હતા વરસાદના પગલે વાતાવરણ ઠંડક પ્રસરી હતી. ઉનાળાની ઋતુમાં ચોમાસુ જામ્યું હોવાનો
માહોલ જોવા મળ્યો હતો. તો દેવગના અને બોરડા માં પણ વરસાદે હાજરી નોંધાવી હતી. આ વરસાદી વાતાવરણ થી રોગચાળો વકર્યો છે. સતત માવઠાના કારણે લોકો ચિંતામાં મુકાયા છે.
હજુ માવઠાથી લોકો ચિંતિત છે. ત્યા હીટવેવની ભિતી સેવાઈ રહી છે. શ્રમિકો, મજૂરી, ખેડુતો,અને વૃધ્ધોને ઋતુચક્રનું શિર્ષાસન જોવા મળી રહ્યુ, તેવામાં સંભવિત હીટ વેવના આગોતરા કરવાની થતી કાર્યવાહી વિષે આયોજન અંગે અધ્યક્ષતામાં વિવિધ વિભાગના નિષ્ણાતો હિટવેવની આગાહી કરી છે. Imd ના અધિકારીઓ સાથે કલેકટર કચેરી હિટવેવથી બાળકો, વૃધ્ધો, શ્રમિકો ને બચાવવા અગે હોલ ખાતે બેઠકનું આયોજન થયું હતું હિટવેવ થી કોઈ નું મૃત્યો ન થાય કે લોકો કે પશુઓ ને બચવવા નું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટર ડી. કે. પારેખે જણાવ્યું હતું કે, ઉનાળામાં માનવ આરોગ્યને અસર કરતું એક મુખ્ય પરિબળ સંભવીત આરોગ્યને અસર ન થાય તે માટે કલેકટરના માર્ગદર્શન આપ્યું હતું.
વિવિધ વિભાગોએ હીટ વેવમાં કરવાની થતી કામગીરી તેમજ નાગરિકોને ઉપલબ્ધ કરાવવાની સુવિધાઓ વિષે આ બેઠકમાં લંબાણપૂર્વક ચર્ચા કરાઇ હતી.
રાજ્યના તમામ વિભાગોની સરકારી કચેરીઓ કે જ્યાં મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય ત્યા તડકો ન લાગે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવા, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર, ૧૦૮ની સગવડ, ગરમીના કારણે સમયમાં ફેરફાર વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવા માટે પણ આ બેઠકમાં પરામર્શ કરાયો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલ્લોવા અધિક નિવાસી કલેકટર બી. જે. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન ઝરુ, સહિતના જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદ પડવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું થઈ શકે છે
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસા જેવો માહોલ બની ગયો છે. જોકે હજુ એક દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુરૂવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદી
રાજકોટમાં સવા, અંજાર અને પાલિતાણામાં ૧ ઈંચ વરસાદ
બુધવારના રોજ સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ ૨૧ તાલુકામાં કમોસમી વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં રાજકોટ તાલુકામાં બપોરના ૨ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં સવા ઇંચ જેટલો વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. આ સિવાય કચ્છના અંજાર અને પાલીતાણામાં ૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સિવાય નખત્રાણા, જુનાગઢ, અમરેલી, ગારીયાધાર, ગાંધીધામ, બાબરા, જામજોધપુર, જેતપુર, ગોંડલ, ધોરાજી, ધારી, ખાંભા, રાજુલા, ચોટીલા, ખંભાળીયા, લાલપુર, જાફરાબાદ સહિતના વિસ્તારમાં માવઠું થયુ હતુ.
માહોલ સર્જાતાં રાજ્યમાં સતત વાદળો ઘેરાયેલા રહ્યાં છે અને તેજ પવન ફૂંકાતા ગરમીમાં સાવ ઘટાડો થઈ ગયો છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે.
ઘટીને ૩૩.૮ ડિગ્રી થઈ ગયું છે. આમ રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન ૩૨થી ૩૩ ડિગીને આસપાસ રહ્યું હતું
0 ટિપ્પણીઓ