બદલાતા હવામાનમાં કુશળ ખેતી પર વર્કશોપ
હવામાનની વિપરીત અસરોથી બચવા કુશળ ખેતી અનિવાર્ય છે.
હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર છે. કૃષિ વિકાસ તંત્ર- કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ આ માટે અગમચેતીના પગલા લેવા જોઇએ અને ખેડૂતોને આ પરિસ્થિતિમાં કુશળ ખેતી કેવી રીતે કરી શકાય તેનુ સતત માર્ગદર્શન સ્થળ પર આપવું જોઇ એ. જીલ્લા ખેતીવાડી અધિકારી અને નાયબ નિયમક એમ બદલાતા હવામાનમાં કુશળ ખેતી વિષય પર આયોજિત કાર્યશાળાન સંબોધતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું
સરદાર સરોવર નિગમના સ્થાનિક ઇજનેર સાથે સંકલન કરીને ખેડૂતો પાણી પ્રાપ્ત કરે તે માટે પ્રયત્ન કરવા જોઈએ.
એન.સી.સી.એસ.ડી. અને ગુજરાત કૃષિ વૈજ્ઞાનિક સંસ્થા દ્વારા આયોજીત કાર્યશાળા ને સંબોધતા મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં બદલાતા હવામાનમાં કુશળ ખેતી શરૂ કરાવી હતી અને હાલમાં પણ અમલમાં છે. હવામાનનો મેટ્રોલોજી વિભાગ એગ્રીમેન્ટ પૂના દ્વારા તાલુકાવાર આગાહી આપવામાં આવે છે.
0 ટિપ્પણીઓ