કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આવનારા સમયમાં દેશમાં પેટ્રોલના ઉપયોગ બાબતે એક મોટો અને મહત્વનો દાવો કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આવનારા સમયમાં ગ્રીન એનર્જીના ઉપયોગને કારણે આવનારા પાંચ વર્ષમાં દેશમાં પેટ્રોલના ઉપયોગનો અંત આવી જશે. ગુરુવારના રોજ મહારાષ્ટ્રના અકોલા ખાતે એક કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યુ હતુંઉલ્લેખનીય છે કે અકોલામાં ડોક્ટર પંજાબરાવ દેશમુખ
કૃષિયુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ સમારંભમાં નીતિન ગડકરીને ડોક્ટર ઓફ સાયન્સની ઉપાધી પણ આપવામાં આવી હતી . 
            માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રીએ પોતાના ભાષણ દરમિયાન ગ્રીન હાઈડ્રોજન, ઈથેનોલ તેમજ અન્ય ગ્રીન એનર્જીના પ્રકારોના ઉપયોગ વિશે વાત કરી હતી . તેમણે જણાવ્યું કે,સંપૂર્ણ વિશ્વાસ સાથે હું કહેવા માંગુ છું કે પાંચ વર્ષ પછી દેશમાંથી પેટ્રોલ ગાયબ થઈ જશે.તમારી કાર અને સ્કૂટર ગ્રીન હાઈડ્રોજન, ઈથેનોલ ફ્લેક્સ ફયુલ, સી એન જી અથવા એલએનજીની મદદથી દોડશે .