ગ્રામ મિત્ર યોજના ની સરૂ આત 2004/5 માં પંચાયત અને ગ્રામ વિકાસ મત્રાલય દ્વારા સરૂકરવા માં આવી હતી.
 
ઉદેશ્ય - 
           રાજયના ગામમાં વસતા નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી મળી રહે તે હેતુથી ગ્રામમિત્રની નિમણૂક કરવામાં આવે છે . જેને માસિક રું 1000 ના ઉચ્ચક વેતનથી નિયુક્ત કરાય છે . 

     * દરેક ગ્રામ પંચાયતમાં પાંચ ગ્રામમિત્ર હોય છે .*

1 ગ્રામમિત્ર કૃષિ : - 

              કૃષિને લગતી તેમ જ પશુપાલન મત્સ્યઉદ્યોગ , ખેડૂત યોજનાઓ , સહકાર વગેરે અંગેની માહિતી પૂરી પાડે છે . 

 2  ગ્રામમિત્ર આરોગ્યઃ- 

               સગર્ભા મહિલાઓની નોંધણી કરી તેમને પ્રામથિક આરોગ્ય કેન્દ્ર સુધી સારસંભાળ માટે પહોંચાડવી , બાળ મૃત્યુદર , માતૃમૃત્યુદરના કારણો શોધી તેનાથી સગર્ભાને માહિતગાર કરવી તથા સામાન્ય બીમારીઓમાં દવાઓનું વિતરણ કરવું . 
 
 3. ગ્રામમિત્ર શિક્ષણ : - 

            શાળા પ્રવેશોત્સવમાં સહાય કરે છે . 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણ મળી રહે તેની કાળજી રાખે છે . ગ્રામીણ નિરક્ષર વ્યક્તિઓને સાક્ષર બનાવે છે . 

4. ગ્રામમિત્ર વિકાસ : -

       સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો , શિબિરો , તાલીમ કાર્યક્રમો વગેરેમાં હાજરી આપી અમલમાં મુકાયેલ યોજનાઓની જાણકારી તેમ જ પ્રચાર પ્રસાર અંગેની કામગીરી કરે છે . → ગ્રામ્યકક્ષાએ ચાલતા ઇ - ગ્રામ તથા વિકાસના કાર્યોથી લોકોને સતત માહિતગાર રાખે છે . 
       
5. ગ્રામમિત્ર જનકલ્યાણ : - 

     તે આદિજાતિ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા માટે અમલમાં મુકાયેલ યોજનાઓની જાણકારી આપે છે . → ગ્રામમાં થતાં ગુનાઓ અંગે પોલીસને જાણ કરે છે તથા સ્થાનિકસ્તરે ગુનાઓની પતાવટ કરે છે તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે દુર્વ્યવહાર ન થાય તેની તકેદારી રાખે છે .