હવે આધારકાર્ડ હોલ્ડર પોતાની ઓળખ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કન્ફર્મ કરી શકે છે. જે માટેની એપ Aadhaar FaceRD App છે અને તેને યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( UIDAI ) એ લૉન્ચ કરી છે.આ એપ યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. આ એપ FacAuthentication ટેક્નોલોજીની મદદથી કોઇ પણ પર્સનના ફેસને લાઇવ કેપ્ચર આધાર ઓથેન્ટિકેશન કરે છે. ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ ઘણી આધાર ઓથેન્ટિકેશન એપ જેમ કે, જીવન પ્રમાણ, રાશન ડિસ્ટ્રીબ્યૂશન ( PDS ), CoWin વેક્સિનેશન એપ, સ્કોલરશિપ સ્કિમ, કિસાન કલ્યાણ યોજનાઓ માટે કરી શકાશે. જેને લઇને UIDAI એ ગત ૧૨ જુલાઇના રોજ ટ્વીટ પણ કર્યું હતું.આ ટ્વીટમાં જણાવાયું હતું કે, આધાર ફેસ ઓથેન્ટિકેશન ફીચરનો ઉપયોગ UIDAI RD એપ દ્વારા કરી શકાય છે. તેનો ઉપયોગ ઘણી આધાર ઓથેન્ટિકેશન એપ્સ માટે કરી શકાશે. એપને યુઝ કરવા માટે Aadhaar FaceRD ને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કર્યા બાદ તમારે એપ પર દર્શાવેલી ગાઇડને ફોલો કરીને Proceed પર ક્લિક કરવાની હોય છે. ફેસ ઓથેન્ટિકેશન માટે તમારો ફેસ લાઇટમાં હોવો જોઇએ અને બેકગ્રાઉન્ડ ક્લિયર હોવું જરૂરી છે