મહુવા તાલુકાના કળસાર ગામે અરબી સમુદ્રના કિનારે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન બથેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી.આ પૌરાણિક ધામ હજારો શ્રધ્ધાળુઓ માટે આસ્થા નું કેન્દ્ર છે.પુરાતન સમયમાં સ્થાપિત થયેલા બથેશ્વર મહાદેવજીને આજે પણ અરબી સમુદ્રના મોજા કાયમ જળાભિષેક કરે છે..
     કળસાર ગામ નજીક આવેલા બથેશ્વર મહાદેવ મંદિર ને પાંડવકાલિન માનવામાં આવે છે .એક લોકવાયકા પ્રમાણે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા . ત્યારે તેમણે કળસાર નજીક અરબી સમુદ્રના કિનારે ભગવાન આશુતોષની સ્થાપના કરી હતી . શિવજી અહીં સાક્ષાત બિરાજમાન છે, અરબી સમુદ્રની ઉછળતી લહેરો આજે પણ બથેશ્વર મહાદેવજીને જળાભિષેક કરે છે. વધુમાં પાંડવો અહીં રોકાયા ત્યારે શિવલીંગની સ્થાપના સાથે સમુદ્ર કિનારે એક કૂવો ખોદો હતો. આ કૂવાની ચારેય બાજુ ખારું પાણી અને ખારાશ વાળી જમીન  હોવાછતાં ભગવાન ભોળાનાથના આશીર્વાદથી કૂવામાંથી મીઠું પાણી નીકળતું હતું. જેને બથેશ્વર મહાદેવજી નો ચમત્કાર માનવામાં આવે છે. આ પૌરાણિક કૂવો હાલ સારસંભાળ ના અભાવે હયાત નથી .પરંતુ  તેનાં અવશેષો હજુ પણ જોવા મળે છે. બથેશ્વર મહાદેવજીની મહાકાય શિવલીંગ સાથે પણ એક લોકવાયકા જોડાયેલી છે. જેમા સામાન્ય રીતે કોઇ વ્યક્તિ શિવલીંગને બાથમાં લે તો  દોરાવા જેટલું છેટું રહે છે . ભાગ્યે જ કોઇ પુણ્યશાળી વ્યક્તિની બાથમાં પુરેપુરું શિવલીંગ આવતું હોવા ની માન્યતા રહેલી છે .જેના કારણે આ મંદિર બથેશ્વર મહાદેવ તરીકે વિખ્યાત થયું છે. આ પૌરાણિક શિવ ધામ માં શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અને મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. હર .. હર .. મહાદેવ ... , ઓમ નમઃ શિવાય ... ના નાદથી મંદિર સતત ગુંજતું ૨ હે છે.