આજે આપડે દક્ષિણ અમેરિકન દેશ ચિલીનાં જંગલો માં લાગેલી ભયાનક આગ ની કરવાનાં છીએ, આપડે હમણા ન્યૂઝ પેપર માં કે સોશીયલ મીડીયા પર ન્યૂજ સાંભળતા હોઈએ છીએ, તો ચાલો ચાલું કરીએ વિડિયો,




 દક્ષિણ અમેરિકન દેશ ના ચિલીનાં જંગલોમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. મીડિયા ના રિપોર્ટ અનુસાર, ભીષણ આગના કારણે ૪૯ લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે અને લગભગ ૧૧૦૦ ઘર નષ્ટ થઈ ગયાં છે. અધિકારીઓએ શનિવારે જાનહાનિની માહિતી આપતાં કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. બચાવ દળ હજુ સુધી વાલપરાઇસો ક્ષેત્રના સૌથી વધારે પ્રભાવિત વિસ્તારમાં નથી પહોંચી શક્યાં.

ચિલીની ગૃહમંત્રી કેરોલિના તોહાએ કહ્યું કે દેશના મધ્ય અને દક્ષિણ ક્ષેત્રમાં ૯૨ જંગલોમાં આગ લાગી છે. જંગલની આગથી ૪૩,૦૦૦ હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો છે. તેમણે કહ્યું કે અમારા માટે સૌથી મોટી ચિંતા એ છે કે આગ ગીચ રહેણાક વિસ્તારો તરફ ફેલાઈ રહી છે. આ કારણે લોકો, ઘરો અને સુવિધાઓ પ્રભાવિત થવાની મોટી આશંકા છે. 


  ચિલીમાં આગ શા માટે લાગી ?


 ચિલિમાં હાલ ગરમીની સિઝન ચાલેછે , ચિલીમાં ગરમીની ઋતુ દરમિયાન જંગલમાં આગ લાગવી સામાન્ય વાત છે. ગયા વર્ષે અહીં રેકોર્ડ બ્રેક ગરમી દરમિયાન લાગેલી આગમાં ૨૭ લોકોનાં મૃત્યુ થર્યા હતાં અને ૪,૦૦,૦૦૦ હેક્ટર કરતાં વધારે જમીન પ્રભાવિત થઈ હતી. ગૃહમંત્રી તોહાએ કહ્યું કે આ વખતે આગનું ક્ષેત્ર ગયા વર્ષની સરખામણીએ થવું નાનું છે, પણ તે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જંગલની આગ વિના ડેલ મારના તટીય રિસોર્ટ શહેરમાં ફેલાવાનું જોખમ છે. આ ક્ષેત્ર પહેલાંથી જ ખરાબ રીતેપ્ર ભાવિત થયું છે.


રસ્તા પર સળગેલી કારો દેખાઈ!


રિપોર્ટ અનુસાર, ભીષણ આગે શહેર અને પહાડી વિસ્તાર વિલા ઇન્ડિપેન્ડેસિયાને ઝપટમાં લઈ લીધા છે. માર્ગો, ઘર, અને વેપાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે અને રસ્તા પર સળગેલી કારો ઊભેલી જોવા મળી રહી છે. એક પીડિત વ્યક્તિએ જણાવ્યું કે, શુક્રવારે બપોરે તેણે પહેલી વાર નજીકની પહાડી પર આગ જોઈ હતી અને ૧૫ મિનિટમાં જ આખો વિસ્તાર આગની જ્વાળાઓ અને ધુમાડામાં લપેટાઈ ગયો હતો. જેના લીધે લોકો જીવ બચાવવા ભાગવા મજબૂર થયા હતા.