આજ ના આ વીડિયો માં તમારું સ્વાગત છે, આજ ના આ વીડિયો માં હવામાન સબંધિત માહિતી તમને આપીશું, ગુજરાત માં ડિસેમ્બર મહિનો પૂરો થવા માં થોડા દિવસ જ બાકી છે છતાં જોઈએ એવી હજી ઠંડી ની અસર દેખાતી નથી,અને આવનારા દિવસોમાં રાજ્યમાં શિત આવવાની શક્યતા છે,
ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ૧૮ શહેરોમાં ઠંડીનો પારો ૧૭ ડિગ્રીથી નીચે નોંધાયો છે. સૌથી વધુ ઠંડી નલિયામાં ૧૧.૪ ડિગ્રી નોંધાઈ છે. અમદાવાદમાં ૧૬.૩ અને ગાંધીનગરમાં ૧૫.૪ ડિગ્રી ઠંડીમાં લોકો ધ્રૂજી ઊઠયા હતા. હવામાન ખાતાએ આગામી ૭ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની આગાહી કરી છે. મતલબ ઠંડીનું સામ્રાજ્ય જળવાઈ રહેશે.
આજે પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની રહી હતી. જમીની સ્તરેથી ફૂંકાતા પવને ઠંડીની કાતિલતામાં વધારો કર્યો હતો. રાજ્યમાં વાતાવરણ સુકું રહ્યું હતું. ભેજનું પ્રમાણ સવારે ૮-૩૦ કલાકે ૬૭ ટકા અને સાંજે ૫-૩૦ વાગ્યે પર ટકા રહ્યું હતું. અમદાવાદમાં ૧૬.૩ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જો કે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી જ નોંધાતા લોકોએ વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. પાટનગર ગાંધીનગરમાં પણ લોકો ૧૫.૪ ડિગ્રી ઠંડીમાં ધ્રૂજી ઊઠ્યા હતા. અમદાવાદમાં આવતીકાલે પણ ૧૬ ડિગ્રી આસપાસ ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે. લોકો આજે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.
0 ટિપ્પણીઓ