(Stock Exchanges)સ્ટૉક એક્સ્ચેન્જ :
• ભારતમાં સ્ટૉક એક્સ્ચેન્જનો ઇતિહાસ :
૧૯મી સદીમાં ભારતમાં મુંબઈ અને અમદાવાદ મુકામે અનુક્રમે ૧૮૭૫ અને ૧૮૯૪માં સ્થપાયાં હતાં. આ સ્ટૉક એક્સ્ચેન્જીસ સંયોજિત (organized) અને સ્વૈચ્છિક ધોરણે નફાના હેતુ વગર દલાલો દ્વારા સ્થપાયેલ એસોસિએશન હતાં. તેનો મુખ્ય ઉદ્દેશ સભ્યોનાં હિતોને રક્ષણ આપવાનો અને નિયંત્રિત કરવાનો હતો. આઝાદી પહેલાં બામ્બે સિક્યુરિટી કાન્ટ્રાક્ટસ (કન્ટ્રોલ) ઍક્ટ - ૧૯૨૫ જામીનગીરીઓના વેપાર નિયંત્રિત કરવાના હેતુ માટે ઉપયોગમાં લેવાતો હતો. આ કાયદાના આધારે બોમ્બે સ્ટૉક એક્સ્ચેન્જ અને અમદાવાદ સ્ટૉક એક્સ્ચેન્જ અનુક્રમે ૧૯૨૭ અને ૧૯૩૭માં માન્યતા પ્રાપ્ત થઈ. ત્યારબાદ સ્ટૉક એક્સ્ચેન્જની કામગીરીના નિયમો અને માન્યતાઓ અંગે સત્તા કેન્દ્ર સરકાર હસ્તગત થઈ હતી. A.D. Gorwala સમિતિની ભલામણોના આધારે અને પ્રજા સાથે ચર્ચા વિચારણા પછી સિક્યુરિટીઝ કૉન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) ઍક્ટ કાયદાનું સ્વરૂપ ધોરણ કર્યું. - ૧૯૫૬ એ કાયદા નું સ્વરૂપ ધારણ કર્યું.
સ્ટૉક એક્સ્ચેન્જીસ એટલે શું?
Stock Exchange menas any association or body of individual whether incorporated or not. Constituted for the purpose of assisting, regulating or controlling the business buying, selling or dealing in securities.
ભારતમાં સ્ટૉક એક્સ્ચેન્જીસની કામગીરી માટે ધી સિક્યુરિટી કૉન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) ઍક્ટ - ૧૯૫૬ અસ્તિત્વમાં છે. આ કાયદાના મુખ્ય હેતુઓ:
(i) રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવાનો છે.
(ii) સટ્ટાકીય પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનો છે.
(iii) તંદુરસ્ત અને મજબૂત રોકાણ બજારનું નિર્માણ કરવાનો છે.
આ કાયદાની કલમ ૩ પ્રમાણે સ્ટૉક એક્સ્ચેન્જને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા આપવામાં આવે છે. આ કાયદા હેઠળની કેન્દ્ર સરકારની સત્તાઓની નીચે પ્રમાણે ટૂંકમાં વિગતો આપવામાં આવે છે.
• કેન્દ્ર સરકારની સત્તાઓ :
(૧) સ્ટૉક એક્સ્ચેન્જને માન્યતા આપવાનો અને રદ કરવાનો અધિકાર.
(૨) સ્ટૉક એક્સ્ચેન્જના પેટા કાયદાઓને (By Laws) માન્યતા અથવા સુધારાઓ કરવા અંગેના અધિકાર
(૩) સ્ટૉક એક્સ્ચેન્જીસ પાસેથી સમયાંતરે રિટર્નસ મંગાવી શકે છે.
(૪) સ્ટૉક એક્સ્ચેન્જના કોઈપણ સભ્ય કે સ્ટૉક એક્સ્ચેન્જ અંગે તપાસનો આદેશ આપી શકે છે.
(૫) સ્ટૉક એક્સ્ચેન્જ દ્વારા વાર્ષિક અહેવાલ સુપરત કરવાની જવાબદારી છે.
(૬) ચોક્કસ પ્રકારના નિયમો બનાવવા માટે દોરવણી અથવા આદેશ આપી શકે છે.
(૭) એક્સ્ચેન્જના ગવર્નિંગ બોર્ડના સ્થાને અન્ય કોઈની નિમણૂક કરી શકે છે.
(૮) વેપાર માટે અન્ય કોઈપણ પ્રકારની શરતો અને નિયંત્રણો મૂકી શકે છે.
• પેટા કાયદાઓ
સિક્યુરિટી કૉન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) રૂલ્સ ૧૯૫૭ ના કારણે પ્રમાણિત નિયમો ઉપલબ્ધ થયા છે. આ નિયમો બધા સ્ટૉક એક્સ્ચેન્જીસને સમાન ધોરણે લાગુ પડે છે. ઉપરાંત બધા સ્ટૉક એક્સ્ચેન્જના પેટા નિયમો / પેટા કાયદાઓ બનાવવામાં આવે છે. જેમાં સ્ટૉક એચેન્જ ખૂલવાનો અને બંધ થવાનો સમય, વહીવટીતંત્ર, વેપારનો સમય, અન્ય બાબતો, ગાળો (Margin) નક્કી કરવો. બજાર કિંમત નક્કી કરવી, દલાલોને લગતી બાબતો ઝઘડાઓનું સેટલમેન્ટ અને લવાદો, વેપારનું ક્લિયરિંગ અને સેટલમેન્ટ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
• ભારતના સ્ટૉક એક્સ્ચેન્જીસ :
ભારતમાં કુલ ૨૩ સ્ટૉક એક્સ્ચેન્જીસ આવેલ હતા. તેમાંથી બેગલોર સ્ટૉક એક્સ્ચેન્જની પુન:માન્યતાની અરજી ધી સિક્યુરિટીઝ કૉન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) ઍક્ટ - ૧૯૫૬ કલમ ૪ (૪) ના આધારે તારીખ : ૩૧.૦૮.૨૦૦૪ના ઓર્ડર પ્રમાણે નામંજૂર કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૦૭- ૦૮ સોરાષ્ટ્ર કચ્છ સ્ટૉક એક્સ્ચેન્જ લિમિટેડ, મગધ સ્ટૉક એક્સ્ચેન્જ લિ. અને હૈદ્રાબાદ સ્ટૉક એક્સ્ચેન્જ લિ.ની માન્યતા રદ કરવામાં આવેલ છે.
ભારતના સ્ટૉક એક્સ્ચેન્જીસ વ્યવસ્થાતંત્રની દ્રષ્ટિએ જુદાં-જુદાં સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ બધાને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો સરખા ધોરણે લાગુ પડે છે. તેમનું વ્યવસ્થાતંત્ર નીચે જણાવેલ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતું હતું.
(१) બિનનફા ઉદ્દેશ્ય એસ એસોસિયેશન (Non Profit Making Association)
(૨) શૅર દ્વારા મર્યાદિત જોઇન્ટ સ્ટૉક કંપની લિમિટેડ (Joint Stock Companies Limited by Shares)
(૩) બાંયધરી આધારિત કંપની લિમિટેડ (Companies Limited by Guarantees)
હવે બધાં સ્ટૉક એક્સ્ચેન્જીસ કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે.
ભારતનાં સ્ટૉક એક્સ્ચેન્જીસની સ્થિતિ :-
(૧) સ્ટૉક એક્સ્ચેન્જીસની માન્યતા:-
SEBI દ્વારા સિક્યુરીટી કોન્ટ્રક્સ (રેગ્યુલેશન) Act (SCRA), ૧૯૫૬ ની કલમ ૪ હેઠળ સ્ટૉક એક્સ્ચેન્જીસને તેમની કામગીરી માટે માન્યતા આપવામાં આવે છે. તા.૩૧-૩-૨૦૧૮નાં રોજ ભારતમાં ચાર સ્ટૉક એક્સ્ચેન્જીસી કાયમી માન્યતા ધરાવતા હતા. સેબીનાં વાર્ષિક અહેવાલ ૨૦૧૭-૧૮ પ્રમાણે SEBI દ્વારા NSE IFSC Limited ને તા.૨૯-૫-૨૦૧૭ થી ૨૮-૫- ૨૦૧૮ સુધીની એક વર્ષ માટેની માન્યતા આપવામાં આવી હતી. ધી મેટ્રોપોલિટન સ્ટૉક એક્સ્ચેન્જ ઑફ ઈન્ડિયાને પણ સપ્ટેમ્બર ૨૦૧૭ થી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી માન્યતા આપવામાં આવી હતી.
કાયમી માન્યતા ધરાવતાં ચાર સ્ટૉક એક્સ્ચેન્જીસ માંથી અમદાવાદ સ્ટૉક એક્સ્ચેન્જ અને કલકત્તા ઑફ એક્સ્ચેન્જ જામીનગીરી વેપારની કામગીરીમાંથી નિકાસ (Exit)ની પ્રક્રીયામાં છે. SEBI નાં ૨૦૧૨નાં માન્યતા રદ/બિનકામગીરી અંગેના અનુસંધાને અત્યાર સુધીમા કુલ ૧૮ સ્ટોક એક્સ્ચેન્જીસ દ્વારા જામીનગીરીની વેપારની કામગીરી માંથી નિકાસ પ્રાપ્ત કરેલ છે. (એટલે જામીનગીરી વેપારની કામગીરી બંધ કરેલ છે.) આમાંથી ૧૨ સ્ટૉક એક્સ્ચેન્જીસ દ્વારા ૨૦૧૨. ૧૩, ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ દરમિયાન કામગીરી બંધ કરવામાં આવી છે. અન્ય પાચ સ્ટૉક એક્સ્ચેન્જીસ ૨૦૧૫-૧૬ અને એક સ્ટૉક એક્સ્ચેન્જ દ્વારા ૨૦૧૬-૧૭માં આ કામગીરી બંધ કરેલ છે.
0 ટિપ્પણીઓ