ગુજરાત માં  વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે આવતી કાલે સૌરાષ્ટ્ર-કચ્છ માં આજે માવઠાના વધુ એક રાઉન્ડની આગાહી કરાઈ છે.

ગુજરાત માં ઠંડીના ચમકારા વચ્ચે હવે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે આવતી કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


   હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી જામનગરમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવો વરસાદ પડી શકે છે. જોકે, આ પછી રાજ્યમાં ચાર દિવસ વરસાદની સંભાવના નથી. ગત રાત્રિએ નલિયામાં ૧૨.૬ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. અમદાવાદમાં ૧૬.૬ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન માં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો થયોહતો. 

     આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૬ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ૨૮થી ૩૧ ડિસેમ્બર દરમિયાન લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી સુધી ગગડતાં કડકડતી ઠંડી અનુભવાશે. ગત રાત્રિએ અન્યત્ર જ્યાં ૧૫ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.

વધુ માહિતિ માટે અમારો વિડિયો જોઈ શકો છો,