નેપાળમાં દર વર્ષે વર્ષારાણીના આગમન સાથે ડાંગરની વાવણી કરવાના ઉત્સવની ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરે છે. આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ મહોત્સવમાં નેપાળીઓ કાદવમાં રમતો રમે છે અને સાથે પરંપારિક ગીતો વગાડે છે અને ભોજનમાં મીઠું દહીં અને ચોખા આરોગે છે. નેપાળના પાટનગર કાઠમંડુથી ઉત્તરમાં ૩૦ માઇલ દૂર આવેલા નુવાકોટ જિલ્લામાં બહુનબેસી ખાતે અસર પાન્ડ્રા તરીકે ઓળખાતા આ તહેવારની ભવ્ય ઉજવણી થઇ હતી, યુવાનો કાદવમાં આનંદ કરતાં જોવા મળ્યા હતાં. અને આ તહેવારમાં ફક્ત યુવાનો જ નહીં નાના બાળકો સહિત સૌ કોઇ નાચતા ગાતા જોવા મળે છે. કાદવમાં સંગીતના તાલે નાચતાં બાળકોના ચહેરા પર આનંદ દેખાઇ રહ્યો છે.