👉અમદાવાદ ચિટી , ધોલેરા, ધાધુકા, ધોળકા, બાવળા, સાનદ, દસ્કોઈ, દેત્રોજ, માંડલ, વિરમ ગામ,
👉અમદાવાદ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ - 7170 ચો.કિ.મી.
👉અમદાવાદ જિલ્લાનું શિશુ લિંગપ્રમાણ - 859
👉અમદાવાદ જિલ્લાનું શિશુ વસતીગીચતા - 890
👉અમદાવાદ જિલ્લાનું સાક્ષરતા - 86.65
👉અમદાવાદ જિલ્લા ની કુલ વસતી - 72,08,200,
👉લિંગપ્રમાણ - 903 -
👉સ્ત્રી સાક્ષરતા - 80.29% પુરુષ સાક્ષરતા - 92.44%
💥💥💥અમદાવાદ જીલ્લા ના જોવાલાયક સ્થળો :-🔜
👉અમદાવાદ :- “ભારતનું માંચેસ્ટર”, “ભારતનું બૉસ્ટન” અને “ગુજરાતનું આર્થિક પાટનગર’તથા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી.
👉મૂળ આશો ભીલનું રાજ્ય આથી ‘આશાવલ' તરીકે ઓળખાતું. જેને કર્ણદેવ સોલંકીએ જીતીને ત્યાં કર્ણાવતી નગર વસાવ્યું. જે વર્તમાનમાં જમાલપુરની કેલિકો મિલની આસપાસ હતું.
👉સિદ્ધરાજના સમયમાં ઉદયન મહેતા નામના મંત્રીએ તેનો સારો વિકાસ કર્યો. ઉદયન મંત્રી અને શાંતુ મંત્રીએ અહીં 72 જિનાલયવાળું “ઉદય વિહાર” નામનું મંદિર બંધાવેલું. ગુજરાતી મુસ્લિમ સલ્તનતકાળમાં ઈ.સ.1411માં અહમદશાહ પહેલાએ આશાવલ-કર્ણાવતીની નજીક પોતાની રાજધાની સ્થાપવાની યોજના કરી. અહમદશાહના આધ્યાત્મિક ગુરુ સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષના આદેશ મુજબ ચાર અહમદ નામના પવિત્ર પુરુષો દ્વારા પ્રથમ ઈંટ મૂકીને 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અમદાવાદની સ્થાપના કરવામાં આવી. અમદાવાદ વસાવનાર ચાર અહમદો નીચે મુજબ છે.
👉1. નાસિરૂદ્દીન અહમદશાહ (બાદશાહ પોતે)
👉2. શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ (સરખેજમાં રોજો)
👉3. મલિક અહમદ (કાલુપુરમાં દરગાહ છે.
👉4. કાઝી અહમદ (પાટણમાં દરગાહ આવેલી છે.)
🔜🔜🔜અમદાવાદ જિલ્લા ની ખાસ્ વાતો યાદ રાખવા જેવી 🔜🔜🔜💥💥💥🔜🔜⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
👉અમદાવાદમાં બે કિલ્લા છે.
🔜1. ભદ્રનો કિલ્લો જેના બાધકામની શરૂઆત ઈ.સ.1411માં થઈ. ભદ્રના કિલ્લા આગળનું મેદાન “મેદાને શાહ” તરીકે ઓળખાતું.
🔜2. ગાયકવાડની હવેલી જે ઈ.સ.1773માં બંધાઈ.
👉 અમદાવાદમાં કુલ 21 દરવાજા આવેલા છે. મહમૂદ બેગડાએ શહેર ફરતે કોટ બનાવડાવી 12 દરવાજા મુકાવ્યા હતા.
🔜21 દરવાજાના નામ નીચે મુજબ છે.⤵️⤵️⤵️
1. શાહેઆલમ દરવાજા,
2. સલાપસ દરવાજા,
૩. ભદ્ર દરવાજા,
4. લાલ દરવાજા,
5. ખાન-એ-જહાં દરવાજા, 6. ખારૂ દરવાજા,
7. ગણેશ દરવાજા,
8. રાયખડ દરવાજા,
9. જમાલપુર દરવાજા,
10. ખાનપુર દરવાજા
11. ત્રણ દરવાજા,
12. આસ્ટોડિયા દરવાજા,
13. રાયપુર દરવાજા,
16. કાલુપુર દરવાજા,
19. પાંચકૂવા દરવાજા,
14. સારંગપુર દરવાજા
15. પ્રેમ દરવાજા,
17. દરિયાપુર દરવાજા
18. દિલ્હી દરવાજા,
20. શાહપુર દરવાજા,
21. હલીમ દરવાજા .
👉 જુઆ મસ્જિદ (ઈ.સ.1424), ત્રણ દરવાજા અને ભદ્રનો કિલ્લો નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ બંધાવેલા છે.
👉 ‘હોજે કુતુબ’ અને નગીનાવાડી કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ બંધાવ્યા છે.
👉કાંકરિયા પાસે “બાલવાટીકા”ની સ્થાપના રૂબિન ડેવિડના પ્રયાસોથી થઈ.
👉 મુઝફ્ફરશાહ ત્રીજાના સમયમાં અમદાવાદના સર્વસત્તાધીશ હબસી અમીર જુહારખાન સીદીના ખાસ મિત્ર સીદી સઈદે લાલ દરવાજા પાસે વિશ્વવિખ્યાત સીદી સઇદની જાળી બંધાવી.
👉મુઘલકાળ દરમિયાન અમદાવાદના કાલુપુરમાં ટંકશાળ હતી. જેમાં મળેલા સિક્કાઓમાં “જહાંગીરની સ્ત્રી નૂરજહાં અમદાવાદની સ્ત્રી સૂબેદાર” એવા શબ્દો કોતરેલા હતા.👉
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
👉શાહીબાગનો મોતીમહેલ - ‘સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક’ 👉👉⤵️⤵️⤵️🔜🔜🔜🔜💥💥💥👇👇👇👇
👉શાહજહાંએ આ મહેલ બંધાવેલો પણ તે ક્યારેય પણ તેમાં રહ્યો નહિ. ઈ.સ.1878માં રવિન્દ્રનાથ ટાગોર યુવાનવયે તેમાં રહ્યા હતા. (રવિન્દ્રનાથના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર ભારતના સૌપ્રથમ ICS અધિકારી હતા.) ત્યારે રવિન્દ્રનાથને તેમની વિખ્યાત કૃતિ “ક્ષુધિત પાષાણ” (હંગ્રી સ્ટોન)ને આ જ ઈમારતમાં રચવાની પ્રેરણા મળી હતી. 1960 પછી રાજ્યપાલના રાજભવન તરીકે વપરાતા આ મહેલને 1975માં બાબુભાઈ જશભાઈ પટેલે ‘સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કર્યો.
👉અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું મુઘલ બાદશાહોમાં ઘણું માન હતું. સરસપુરનું ચિંતામણિનું દેરું શાંતિદાસ ઝવેરીએ બંધાવ્યું હતું. → જહાંગીરે અમદાવાદને ‘ગર્દાબાદ’ ધૂળિયુંશહેર કહ્યું હતું.
🔜હઠીસિંગનું દેરાસર ⤵️⤵️
👉 શેઠ હઠીસિંગ કેસરીસિંગ અમદાવાદના જાણીતા વેપારી હતા. તેમના પત્ની હરકુંવર શેઠાણીએ ગુજરાતની સૌપ્રથમ કન્યાશાળા ઈ.સ.1850માં શરૂ કરાવેલી. જેનું નામ “મગનલાલ કરમચંદ કન્યાશાળા” રાખવામાં આવ્યું હતું.
👉શેઠ હઠીસિંગે વર્તમાન અમદાવાદના દિલ્હી દરવાજા પાસે જિનાલયો સ્થાપિત કર્યા હતા. જે આજે હઠીસિંગનાં દેરાંના નામે ઓળખાય છે. → હઠીસિંગના દેરાસરમાં જૈનોના “15માં તીર્થંકર-ધર્મનાથ’”નું જિનાલયઆવેલું છે.
👉 અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના ડાહ્યાભાઈ ઝવેરીએ કરી હતી.
👉અમદાવાદમાં નારીઓના ઉત્થાન માટેની સંસ્થા “જ્યોતિસંઘ’ની સ્થાપના મૃદુલાબેન સારાભાઈએ કરી હતી.
👉અમદાવાદામાં આવેલ એલિસબ્રિજના મુખ્ય ઇજનેર રાવબહાદુર હિંમતલાલ હતા.
👉“અમદાવાદ ઍજ્યુકેશન સોસાયટી”ની સ્થાપના કસ્તૂરભાઈ લાલભાઈએ કરી હતી.
👉મગનલાલ વખતચંદ શેઠ :- ગુજરાત વિદ્યાસભાના સૌપ્રથમ ગુજરાતી સભ્ય. “બુદ્ધિ પ્રકાશ”ના સૌપ્રથમ ગુજરાતી સંપાદક.👉દલપતરામની પણ પહેલા
🔜ઈ.સ.1850માં “અમદાવાદનો ઈતિહાસ” પુસ્તક લખ્યું હતું.
🔜ગુજરાત વર્નાક્યુલર સોસાયટી💥💥⤵️⤵️⤵️⤵️
(ગુજરાત વિદ્યાસભા)⤵️⤵️⤵️⤵️💥💥⤵️⤵️⤵️⤵️
👉એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે દલપતરામની સહાયથી “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” સંસ્થા સ્થાપી. જે આજે “ગુજરાત વિદ્યાસભા” તરીકે જાણીતી છે.
👉પ્રાર્થના સભા (ગુજરાતમાં) :- મહીપતરામ નીલકંઠ અને ભોળાનાથ સારાભાઈએ અમદાવાદમાં “પ્રાર્થના સમાજ”ની સ્થાપના કરી.
👉-પ્રીતમરાય દેસાઈ ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીના પ્રણેતા.
💥🔜🔜🔜🔜🔜💥💥💥💥💥🔜🔜💥💥💥
અમદાવાદ જિલ્લાની ખાસ વિશેષતા ઓ 👉⤵️⤵️⤵️⤵️⤵️💥💥💥⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
🔜ગુજરાતનુંસૌપ્રથમ પાટનગર તથા વર્તમાન ગુજરાતનું આર્થિક પાટનગર. ‘ભારતનું માંચેસ્ટર’”, “ભારતનું બૉસ્ટન’તથા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી.
→ ગુજરાતનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર અને જિલ્લો.
→ ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલું છે.
→ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ ગામે ગોબરગેસ પ્લાન્ટ આવેલો છે.
→ અમદાવાદ જિલ્લાનો દક્ષિણ-પશ્ચિમ ભાગ એટલે ભાલ. જે “ભાલિયા”, અથવા “ચાસિયા’ અથવા ‘દાઉદખાની’' ઘઉં માટે જાણીતો છે.
→ ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના અમદાવાદમાં ઈ.સ.1861માં રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ કરી હતી.
→ એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ “સિવિલ હૉસ્પિટલ” અમદાવાદમાં આવેલી છે.
→ ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય “કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક” કાંકરિયા ખાતે અમદાવાદમાં આવેલું છે.
→ અમદાવાદ જિલ્લો ઘઉંના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમસ્થાને છે. અમદાવાદના ‘ધોળકા'નાં જામફળ જાણીતાં છે.
→ અમદાવાદ એ સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. (86.65%)
→ હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતિકસમું “પીરાણા” તીર્થધામ પણ અમદાવાદમાં જ આવેલું છે.
→ અમદાવાદમાં ખમાસા ખાતે ગુજરાતમાંનું યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ “સિનેગોગ” આવેલું છે.
→ 1948માં અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની શરૂઆત થઈ હતી.
> 4ઑક્ટોબર, 1965ના રોજ અમદાવાદમાં વિવિધભારતીની શરૂઆત થઈ હતી તથા 20 નવેમ્બર, 1970થી વિવિધભારતી પરથી “કોમર્શિયલ બ્રોડકાસ્ટિંગ''ની શરૂઆત થઈ હતી.
→ અમદાવાદને “ગુજરાતનું હૃદય’ અને ‘સૂફીસંતોની ભૂમિ' પણ કહેવામાં આવે છે.
→ અમદાવાદમાં આવેલો “દરિયાખાન ઘુમ્મટ' અન્ય સ્થાપત્યથી તદ્દન અલગ પડતા ઇંટોનાં બાંધકામ માટે પ્રખ્યાત છે.
→ અમદાવાદના સૌપ્રથમ મેયર ‘ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ” હતા.
→ ગુજરાતની સૌપ્રથમ કૉલેજ ઈ.સ.1879માં અમદાવાદ ખાતે ‘ગુજરાત કૉલેજ'' શરૂ થઈ હતી.
→ ગુજરાતનું સૌપ્રથમ થ્રીડી થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શરૂ થયું હતું.
💥💥💥💥💥👉💥💥💥💥💥💥💥👉💥💥👉👉👉💥💫💫💫💫💫💫💫💫💫💫💫💫
અમદાવાદ જિલ્લાની સરહદ :⤵️⤵️⤵️⤵️💥⤵️⤵️
→ અમદાવાદ જિલ્લાની ઉત્તરે મહેસાણા જિલ્લો તથા ગાંધીનગર જિલ્લો, પૂર્વમાં ખેડા જિલ્લો તથા આણંદ જિલ્લો, દક્ષિણમાં ખંભાતનો અખાત (દરિયાકિનારો) તથા ભાવનગર અને બોટાદ જિલ્લો અને પશ્ચિમમાં સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે.
💥💥💫💫💫💫💫💫👉👉👉👉💫💫💥💥
અમદાવાદમાં આવેલા ઐતિહાસિક સ્મારકો :-💥💫💫💫💥💥💥💫💫💫💫💫💫💫💫💫💫💥💥
👉હોજે કુતુબ (કાંકરિયા તળાવ), હઠીસિંગનું જિનાલય (દિલ્હી દરવાજા), ભદ્રકાળી મંદિર, કાલુપુર સ્વામીનારાયણ મંદિર, કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, ગીતા મંદિર, સરદાર પટેલ મ્યુઝિયમ, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ (બંને મહમૂદ બેગડાની રાણીઓ છે.), ઝકરિયા મસ્જિદ, સારંગપુરની મસ્જિદ, કુતુબુદ્દીન શાહની મસ્જિદ, અહમદશાહની મસ્જિદ, દરિયાખાન ઘુમ્મટ, ૬ આઝમખાનનો રોજો, સ૨ખેજનો રોજો, સુફી સંત શાહઆલમનો રોજો (ઈ.સ.1475માં તાજખાને બંધાવ્યો હતો.), ઝુલતા મિનારા, સાબરમતી આશ્રમ, જગન્નાથ મંદિર (દર અષાઢી બીજે રથયાત્રા), ઝવેરીવાડનું પાર્શ્વનાથ દેરાસર, ચિન્મય મિશન, સારંગપુરનું વૈષ્ણવ મંદિર, કાંકરિયા બાલવાટિકા, પ્રાણી સંગ્રહાલય, ગુરુદ્વારા, શાહીબાગ (શાહજહાંએ બંધાવેલ), મલેક શાબાનનો રોજો, સીદી સઇદની જાળી, ચંડોળા તળાવ, દાદા હરિની વાવ, માનવ મંદિર, ઈસ્કોન મંદિર, ભાવનિર્ઝરનું યોગેશ્વર મંદિર, ભાગવત વિદ્યાપીઠ.
💥💫💥💥💫💫💫💫💥🌾🌾🌾🌀🌀✨✨
🌾 અમદાવાદ માં આવેલા બગીચા ✨✨✨⤵️⤵️⤵️
બગીચા :- સરદારબાગ, તિલકબાગ, ભક્તકવિ નરસિંહ મહેતા સરોવર, લૉ ગાર્ડન, પરિમલ ગાર્ડન, સૌરભ ગાર્ડન, સુંદરવન.
→ વર્તમાનમાં રિવરફ્રન્ટ અને તેનો બગીચો અમદાવાદીઓ માટે હરવા- ફરવાનું મુખ્યસ્થળ બન્યું છે.
→ અમદાવાદમાં આશ્રમ રોડ, સી.જી.રોડ (ચિમનલાલ ગિરધરદાસ રોડ), રિલીફ રોડ, રિચી રોડ જાણીતા માર્ગો છે.
→ ભારતનું સૌપ્રથમ ઓપન ઍર થિયેટર “ડ્રાઈવ-ઈન-સિનેમા’
→ ગુજરાતનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હવાઈમથક “સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક” અમદાવાદમાં આવેલું છે. જે 26મી જાન્યુઆરી, 1991થી કાર્યરત છે.
👉લોથલ :- પ્રાચીન નામ “લોથ સ્થળ’’ → લોથલ શબ્દનો અર્થ થાય છે ‘મૃત માનવીનો ટેકરો’. લગભગ 4 હજાર વર્ષ પહેલા લોથલ એ સિંધુખીણ સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું.
→ ઈ.સ.1954માં ડૉ.એસ.આર.રાવના માર્ગદર્શન હેઠળ પુરાતત્ત્વ ખાતા દ્વારા અહીં ખોદકામ કરાતા અહીંથી બંદરનું બારું, અનેક સિક્કાઓ, ગટર વ્યવસ્થા, હાડપિંજરો, આભૂષણો, વાસણો, સ્મશાન, મૂર્તિઓ, ભઠ્ઠી વગેરે મળી આવ્યાં છે.
👉નળ સરોવર :- અમદાવાદની પશ્ચિમમાં આવેલો નળ સરોવર યાયાવર પક્ષીઓના કારણે જાણીતું બન્યું છે. દર વર્ષે શિયાળામાં નવેમ્બરથી માર્ચ દરમિયાન અહીં અસંખ્ય પક્ષીઓ આવે છે. આથી આ વિસ્તારને પક્ષીઓનું અભયારણ્ય જાહેર કરાયું છે.
👉લગભગ 120.82 ચો.કિ.મી.માં ફેલાયેલા નળ સરોવરનું પાણી ચોમાસામાં મીઠું હોય છે. પરંતુ શિયાળા અને ઉનાળામાં તળની ખારાશના કારણે ખારું થઈ જાય છે. નળ સરોવરની ઊંડાઈ ભાગ્યે જ બે મીટરથી વધુ જોવા મળે છે.
👉ધોળકા - પ્રાચીન નામ “ધવલ્લક”, “ધવલ્લકપુર”
👉મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ અહીં આવેલું છે. → સાબરમતી અને વાત્રકનો સંગમ થતાં સપ્ત નદીઓના સંગમ તરીકે જાણીતું વૌઠાએ ધોળકા તાલુકામાં જ આવેલું છે.
👉વીરમગામ :- ગંગુ વણઝારાએ બંધાવેલું “ગંગાસર તળાવ” અને મીનળદેવીએ બંધાવેલું અને અર્ધસહસ્ત્રલિંગ સરોવર એવું “મુનસર તળાવ’ આવેલાં છે.
👉 માંડલ :- રાવળ કુટુંબનાં કુળદેવી ખંભલાય માતાનું મંદિર આવેલું છે. સરખેજ :- અહમદશાહ પહેલાના આધ્યાત્મિક ગુરુ અને અમદાવાદનો પાયો નાખનાર ચાર અહમદો પૈકીના એક શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષનો રોજો આવેલો છે. જે સમગ્ર ગુજરાતનો સૌથી મોટો રોજો છે.
👉 સંતના ચરણોની દિશામાં મહમૂદ બેગડો, સૂફીસંત સુલતાન મુઝફ્ફરશાહ બીજાની કબરો આવેલી છે તથા નજીકમાં જ બેગડાએ ખોદાવેલ તળાવ આવેલું છે.
👉કોચરબ આશ્રમ :- ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પાછા ફરી 25મે,1915ના રોજ પાલડી ખાતે કોચરબ આશ્રમની સ્થાપના કરી.
👉 સાબરમતી આશ્રમ :- ગાંધીજીએ 17 જૂન, 1917ના રોજ સ્થાપના કરી હતી. નજીકમાં ચંદ્રભાગા નદી અને ઈન્દ્રને પોતાના અસ્થિઓ આપનાર દધીચિ ઋષિનો આશ્રમ અને સમાધિસ્થળ આવેલ છે. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન તથા તેના સૌપ્રથમ મંત્રીમંડળની શપથવિધિ 1મે,1960ના રોજ રવિશંકર મહારાજ દ્વારા સાબરમતી આશ્રમ ખાતે થઈ હતી.
👉ચંદ્રભાગા નદી ઉપર ઐતિહાસિક “દાંડીપુલ” આવેલો છે. ધંધુકા :- સૂકભાદર નદીના કિનારે આવેલું છે.
💫🌾🌾💫💫💫💥💫💥💥💥✨✨✨✨
👉મુખ્ય નદીઓ :- સાબરમતી, મેશ્વો, ખારી, સુકભાદર ,
👉સિંચાઈ યોજના :- સાબરમતી નદી પર વાસણા ખાતે આડબંધ બાંધવામાં આવ્યો છે. જેમાંથી અમદાવાદ અને ગાંધીનગરની પ્રજાને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે.
આ ઉપરાંત સાબરમતી આશ્રમ પાસે ચંદ્રભાગા નદી આવેલી છે.
👉ખેતી :- ભાલપ્રદેશના કારણે દાઉદખાની, ભાલિયા, ચાસિયા વગેરે ઘઉં થાય છે. ગુજરાતમાં ઘઉંના ઉત્પાદનમાં પ્રથમસ્થાન ધરાવે છે.
👉ધોળકામાં જામફળની વાડીઓ આવેલી છે. ગુજરાતમાં જામફળના ઉત્પાદનમાં પ્રથમસ્થાન ધરાવે છે. (નળસરોવર પક્ષી અભયારણ્ય બે જિલ્લાઓમાં ફેલાયેલ છે; સુરેન્દ્રનગર
👉વન્ય જીવસૃષ્ટિ :- નળસરોવર પક્ષી અભયારણ્ય, તાલુકો - સાણંદ
✨ ઉદ્યોગ :- કાપડ ઉદ્યોગ - સુતરાઉ કાપડમાં ગુજરાતમાં પ્રથમસ્થાન, “ભારતનું માંચેસ્ટર” કહેવાય છે,
✨👉 વટવા અને ચાંદખેડા સ્ટીલ પાઈપના ઉત્પાદન માટે જાનિતું છે.
💥અમદાવાદના બારેજડી ખાતે ડાંગરની ખુશ્કીમાંથી તેલ બનાવવાનું કારખાનું આવેલ છે. અમદાવાદના સાણંદ ખાતે ટાટાનો “નેનો પ્લાન્ટ” આવેલો છે.અમદાવાદમાં બારેજડી ખાતે કાગળ બનાવવાનું કારખાનું આવેલું છે.
👉 થર્મલ વિદ્યુતમથક :- સાબરમતી (અમદાવાદ)
👉રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48),રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8(A) (નવો નંબર-47) તથા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8(C)(નવો નંબર-147) પસાર થાય છે.
*💥👉👉 મેળા ઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃ
વોઠાનો મેળો :- સાબરમતી – વાત્રકનો સંગમ થાય છે. તે વૌઠા નામનું સ્થળ ધોળકા તાલુકામાં આવેલ છે. ત્યાં દર કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે.
→ વૌઠાનો મેળો એ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે. આ મેળામાં ગધેડાની મોટા પાયે લે-વેચ થાય છે.
→ વૌઠા આગળ સપ્તસંગમ પામતી નદીઓ : 1. સાબરમતી, 2. વાત્રક, 3. મેશ્વો, 4. માઝમ, 5. હાથમતી, 6. ખારી, 7. શેઢી. કાંકરિયા કાર્નિવલ :- દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર
♦ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ :- દર વર્ષે 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી
♦ શાહેઆલમ અને સરખેજનો મેળો :- મુસ્લિમ માસ મુજબ ભરાય છે.
👉યુનિવર્સિટી / વિદ્યાપીઠ :- ગૂજરાત વિદ્યાપીઠ - સ્થાપના-1920(સૌપ્રથમ કુલપતિ - મહાત્મા ગાંધી)
→ ગુજરાત યુનિવર્સિટી - સ્થાપના - 1949 (સૌપ્રથમ કુલપતિ - હરસિદ્ધભાઈ દિવેટિયા)
→ IIM (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ) - સ્થાપના-1961
→ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી - સ્થાપના-1974
👉ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી - સ્થાપના - 1994 નિરમા યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી - સ્થાપના – 2003
→ CEPT સેન્ટર ફોર ઍન્વાયરમેન્ટલ ઍન્ડ પ્લાનિંગ ટૅક્નૉલૉજી
👉યુનિવર્સિટી – સ્થાપના – 2005 રક્ષાશક્તિ યુનિવર્સિટી - સ્થાપના – 2009
→ Carlox ટીચર્સ યુનિવર્સિટી - સ્થાપના – 2009
👉અમદાવાદ યુનિવર્સિટી - સ્થાપના – 2009 નવરચના યુનિવર્સિટી - સ્થાપના - 2009
👉અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ, મોટી પાવઠી
💥💥💥✨💫💫✨💥💥✨✨💥💥💥✨💫
* મ્યુઝિયમ :-⤵️⤵️⤵️⤵️⤵️
→ ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતી આશ્રમ
→ મ્યુનિસિપલ મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર
→ ભો.જે. વિદ્યાભવન : અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ
→ કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સટાઈલ
→ બી.જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ
→ પતંગ મ્યુઝિયમ (નાનુભાઈ શાહ દ્વારા સ્થાપિત)
→ આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન પ્રાચ્ય વિદ્યામંદિર મ્યુઝિયમ → શ્રેયસ ફ્રોક મ્યુઝિયમ, અમદાવાદ
💥✨✨💫✨✨✨💫💫✨✨✨✨✨✨💫
* ગ્રંથાલયો :-⤵️⤵️⤵️⤵️⤵️
→ લા.દ. (લાલભાઈ દલપતભાઈ) (L.D.Indology) (પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી)
→ ભો.જે. (ભોગીલાલ જેસંગદાસ) વિદ્યાભવન (ગુજરાત વિદ્યાસભા)
→ શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનભંડાર, પાંજરાપોળ
→ ગૂજરાત વિદ્યાપીઠ
→ શ્રી સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, પગથિયાની પોળ
→ પંડિત રૂપવિજયગણિ જ્ઞાનભંડાર, દોશીવાડાની પોળ
→ બ્રિટિશ લાઇબ્રેરી,
💫✨💥💥💥👉🪐💥✨✨✨✨✨✨✨✨
* રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :-
→ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન. (CEE), અમદાવાદ → નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑક્યુપેશનલ હેલ્થ. (NIOH), અમદાવાદ
→ ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ. (IPR), અમદાવાદ → ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. (PRL), અમદાવાદ
→ ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી
→ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ
→ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. (NID), અમદાવાદ
→ એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, અરણેજ છારોડી, ધંધુકા
→ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રિઝ રિસર્ચ ઍસોસિયેશન (ATIRA), અમદાવાદ
→ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિસિઝ ઍન્ડ રિસર્ચ સેન્ટર,અમદાવાદ.
→ હૉઝિયરી ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઓઢવ, અમદાવાદ. → ગુજરાત કેન્સર ઍન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદ
💥💥💥💥🪐💥💥✨✨✨✨💥💥💥
* કુંડ | તળાવ :-
1. મલાવ તળાવ – ધોળકા
2. નરોડા તળાવ, અમદાવાદ
૩. ચાંદલોડિયા તળાવ, અમદાવાદ
4. ચંડોળા તળાવ, અમદાવાદ
5. વસ્ત્રાપુર તળાવે, અમદાવાદ 6. કાંકરિયા તળાવ, અમદાવાદ (હોજે કૂતુબ)
7. મુનસર તળાવ, (તેને અર્ધસહસ્ત્રલિંગ તળાવ પણ કહેવાય છે.) વિરમગામ
8. ગંગાસર તળાવ, વિરમગામ
9. પાંચા તળાવ, અમદાવાદ
10. સૈફુખાં તળાવ, અમદાવાદ
* વાવ/કૂવા :- દાદા હિરની વાવ
ડેરી ઉદ્યોગ :- અજોડ, આબાદ, ઉત્તમ જેવી ડેરીઓ આવેલી છે.
બંદરો :- ધોલેરા, વિઠ્ઠલવડોદરા જીલ્લા ના જોવાલાયક સ્થળો
0 ટિપ્પણીઓ