ગુરુવાર ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડો યથાવત્ રહ્યો છે. આજે ૪૧.૬ ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમરેલી ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરને બાદ કરતાં રાજ્યમાં અન્યત્ર ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી નીચે રહ્યો હતો.
અમરેલી ૪૧.૬ ડિગ્રી સાથે હોટેસ્ટ , અમદાવાદમાં ૪૧.૫: ભેજનું પ્રમાણ ૬૯ ટકા જેટલું રહ્યુ હતુ
લાઈવ હવામાન નકશા જોવા અહી ક્લીક કરો
આજે અમદાવાદમાં ૪૧.૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ભેજનું પ્રમાણ આજે સવારે ૬૯ ટકા અને સાંજે ૨૪ ટકા હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૪ મે સુધી અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં હાલની સ્થિતિએ મહત્તમ તાપમાન હવે ૪૩ ડિગ્રીને પાર જવાની સંભાવના નહિવત્ છે. આજે ગાંધીનગરમાં ૪૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અન્યત્ર જ્યાં ૪૦ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ તેમાં રાજકોટ, પાટણ, વડોદરાનો સમાવેશ થાય છે. હવમાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી પાંચ દિવસ રાજ્યમાં સુકૂ વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી.
આ ચોમાસામાં ૧૯ટકા વસ્તીને ઓછો અને ૧૩ટકા વસ્તીનેવધુ વરસાદ મળશે
દેશના મધ્યભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની ૪૦સંભાવના જોવા મળી શકે છે. । નવી દિલ્હી ।
હવામાનનું પૂર્વાનુમાન કરતી એજન્સી SASCOFનું કહેવું છે કે, ભારતની લગભગ ૧૯ ટકા વસ્તીને આ વર્ષના ચોમાસામાં સામાન્ય કરતાં ઓછા વરસાદનો અને ૧૩ ટકા વસ્તીને સામાન્ય કરતાં વધારે વરસાદનો સામનો કરવો પડશે. સાઉથ એશિયન સિઝનલ ક્લાઇમેટ આઉટલૂક ફોરમ (એસએએસસીઓએફ) અનુસાર ચોમાસા દરમિયાન ભારતની લગભગ ૧૮.૬ ટકા વસ્તીને સામાન્યથી ઓછો વરસાદ મળશે. તેના અનુસાર ઉત્તરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની પ૨ ટકા સંભાવના છે અને દેશના મધ્ય ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની ૪૦ ટકા સંભાવના છે. એસએએસસીઓએફએ જણાવ્યું હતું કે, ભારતમાં કુલ ૧૨.૭ ટકા લોકોને જ સામાન્ય કરતાં વધારે વરસાદનો સામનો કરવો પડી શકે છે. તેણે જણાવ્યું હતું કે, દક્ષિણ અને પૂર્વ ભારતમાં સામાન્યથી વધારે વરસાદ થવાની ૫૦ ટકા સંભાવનાઓ છે. ભારતીય હવામાન ખાતા(આઈએમડી)એ પાછલા મહિને જણાવ્યું હતું કે, ભારતમાં અલ નિનોની સ્થિતિ છતાં પણ દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં સામાન્ય વરસાદ થવાનું અનુમાન છે.આવનારા પાશ દીવસ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી
0 ટિપ્પણીઓ