અમદાવાદ જિલ્લા ની તમાંમ માહીતી  *  ગાંધીનગર માં જોવાલાયક સ્થળો :-

♦ ગાંધીનગર :- ગાંધીનગર “Green City” “ઉદ્યાન નગરી'' કહેવાય છે. ફ્રેન્ચ આર્કિટેક્ટ લા-કાર્બુઝિયર દ્વારા આ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું. પંજાબના ચંદીગઢને આદર્શ ગણીને એ મુજબ શહેરમાં 30 સૅક્ટરોની રચના કરવામાં આવી છે.



વિધાનસભા, સચિવાલય, ઉદ્યોગભવન, ડૉ.જીવરાજ મહેતા ભવન (જૂના સચિવાલય), સરિતા ઉદ્યાન, ઈન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન આવેલાં છે.


→ આ ઉપરાંત બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનાવવામાં આવેલ “અક્ષરધામ” મંદિર આવેલું છે.


♦ શેરીશા :- જૈનોનું દેરાસર જ્યાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી પદ્માવતી દેવીની ભવ્યપ્રતિમા આવેલી છે.


કલોલ :- ખનીજતેલ મળી આવ્યું છે. આ ઉપરાંત IFFCO (Indian Farmers Fertilizers Co-operative Limited)નું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે.



♦ પાનસર :- જૈન ધર્મનું દેરાસર જયાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા આવેલ છે.


લોદરા :- બાલા હનુમાનનું મંદિર તથા આયુર્વેદ કૉલેજ આવેલી છે.


♦ મહુડી :- પ્રાચીન નામ - મધુપુરી


→ સાબરમતી નદીના કિનારે આવેલ ઘંટાકર્ણ મહાવીરની સ્મૃતિ ધરાવતું જૈનોનું તીર્થધામ આવેલું છે. આ ઉપરાંત પદ્માવતી માતાનું મંદિ આવેલું છે.


→ મહુડીનું મંદિર સુખડીના પ્રસાદ માટે જાણીતું છે.


અડાલજ :- પ્રાચીન નામ - ગઢપાટણ


→ મહમૂદ બેગડાના સમયમાં વાઘેલા રાવ વીરસિંહની પત્ની રૂડાબાઈએ પતિની યાદમાં પાંચ માળની “અડાલજની વાવ” બંધાવી જે “રૂડાવાવ” તરીકે પણ ઓળખાય છે. તેનો પાંચમો માળ પાણીની નીચે છે.


ગિયોડ :- અંબાજી મંદિર આવેલું છે.


વાસન :- વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે તથા હનુમાનજીની વિશાળ મૂર્તિ આવેલી છે.


* મુખ્ય નદીઓ :- સાબરમતી, મેશ્વો


* ખેતી - ગાંધીનગરમાં બાજરી, ઘઉં, તમાકુ વગેરેની ખેતી થાય છે.



♦ ખનીજ :- ગાંધીનગરના ઈન્દ્રોડા, વાવોલ તથા કલોલ તાલુકાના છત્રાલ અને પાનસર ખાતે ખનીજતેલ અને કુદરતી વાયુ મળી આવ્યા છે.


* ઉદ્યોગ - ગાંધીનગરમાં ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગના વિકાસ માટે એક અલગ


એવી ઇલેક્ટ્રૉનિક્સ ઔદ્યોગિક વસાહત ઉભી કરવામાં આવી છે.


→ કલોલમાં IFFCOનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે. * થર્મલ વિદ્યુતમથક :- ગાંધીનગર

દાહોદ જીલ્લા ના જોવાલાયક સ્થળો

→ સાબરમતી,


* રાષ્ટ્રીય રાજમાર્ગ :-


→ રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8-C (નવો નંબર 147) પસાર થાય છે.


* મેળા ઃઃ-


→ પલ્લીનો મેળો-રૂપાલ, જિલ્લો-ગાંધીનગર-આસો સુદ નોમના રોજ વરદાયિની માતાની પલ્લીનો લોકમેળો ભરાય છે. જેમાં ઘીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.


→ વસંતોત્સવ - ગાંધીનગર ખાતે દર વર્ષે ફેબ્રુઆરીમાં


→ પંચદેવ મંદિર ખાતે જન્માષ્ટમી / શિવરાત્રીનો મેળો


/વિદ્યાપીઠ :-


→ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી (GNLU), રાયસણ, કોબા સ્થાપના - 2003

ધીરૂભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ઍન્ડ કૉમ્યુનિકેશન ટૅક્નૉલૉજી, સ્થાપના - 2003


→ ગુજરાત ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટી, સ્થાપના – 2007


→ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, રાયસણ; સ્થાપના - 2007 → ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી ગાંધીનગર; સ્થાપના – 2008


→ કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર; સ્થાપના - 2007 → ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર; સ્થાપના – 2009


→ કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર; સ્થાપના - 2009


→ સૅન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાત, ગાંધીનગર


→ ગ્રામસેવા મંદિર મહિલા વિદ્યાપીઠ, નારદીપુર → સ્વર્ણિમ ગુજરાત સ્પૉર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગર, સ્થાપના – 2013


મ્યુઝિયમ / ગ્રંથાલય :- શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા


(ગ્રંથાલય)


પ્રોજેક્ટ વીષે અગત્યની માહીતી જાણવા માટે અહી ક્લીક કરો

→ નૅચરલ હિસ્ટ્રી સંગ્રહાલય, ગાંધીનગર (મ્યુઝિયમ)


* રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :-


→ રિજનલ સ્ટેશન ફોર ફોરેજ પ્રોડક્શન ઍન્ડ ડેમોન્સ્ટ્રેશન, ગાંધીનગર → ફ્રૂટ રિસર્ચ સ્ટેશન, દહેગામ (ફળફળાદી સંશોધન કેન્દ્ર)


વાવ / કૂવા :- અડાલજની વાવ, અડાલજ


કુંડ / તળાવ :- થોળ તળાવ – ગાંધીનગર


ડેરીઃ-મધર અને મધુર ડેરી