ગુજરાત માં સતત ગરમી માં  પાંચમાં દિવસે મહત્તમ તાપમાનની આગેકૂચ રહી છે. ભાવનગર શહેરમાં ૩૫.૯ડિગ્રી સાથે ગરમીમાં વધારો નોંધાય રહ્યો છે ચાલુ વર્સ માં માર્ચ મહિના પહેલા જ દિવસે ગરમી ૪૦ ને પારો વટાવી જશે.

ભાવનગર શહેર માં સતત પાંચ દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું  હોવાથી મહત્તમ તાપમાંન ભાવનગર જિલ્લામાં શનિવાર તાપમાન ૩૬ ડિગ્રી નજીક પહોંચી ગયું છે. રાત્રે પણ ઠંડીનું જોર ઘટતા તાપમાનનો પારો ૧૮ ડિગ્રીને આંબી ગયો હતો.

પાંચ દિવસમાં તાપમાન ૪.૧ ડિગ્રી ઉંચકાયું હતું. રાતનું તાપમાન ૧૮ ડિગ્રી જેટલું રહવા પામ્યું હતું.

શહેરમાં આજે મહાશિવરાત્રિના પર્વે બપો૨ના સમયે ગરમીમાં વધારો અનુભવાયો હતો. ગઈકાલની તુલનામાં આજે ગરમીનું પ્રમાણ વધતા મહત્તમ તાપમાનમાં આંશિક વધારા સાથે તાપમાનનો પારો ૩૫.૯ ડિગ્રીએ પહોંચી ગયો હતો. પાછલા પાંચ દિવસથી ગરમી સતત વધી રહી હોય, છેલ્લા પાંચ દિવસમાં

| તાપમાન ૪.૧ ડિગ્રી ઉંચકાયું છે. રાત્રે | પણ હવે ઠંડીનું જોર ઘટવા માંડ્યું હોય તેમ ૨૪ કલાકમાં લઘુતમ તાપમાન ૧.૯ ડિગ્રી વધીને ૧૮.૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું. | વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૭ ટકા નોંધાયું હતું. જ્યારે પવનની ઝડપ ૧૨ | કિ.મી. પ્રતિકલાકની રહી હોવાનું | હવામાન વિભાગે જણાવ્યું છે.