વોટ્સએપના નવા ફીચરમાં જૂના મેસેજને પણ તારીખથી સર્ચ કરી શકાશે
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યૂઝર્સનું આકર્ષણ વધારવા માટે સમયાંતરે નવાં ફીચર લાવે છે. અને તેથી તે હાલમાં નવાં ફીચર્સ પર કામ પણ કરી રહી છે. આ ફીચર્સમાં જે ફિચર પર કામ ચાલી રહ્યું છે તેનું નામ ‘ મેસેજ બાય ડેટ ’ છે અને તેને વોટ્સએપ યૂઝર્સ ખૂબ જ પસંદ કરશે.આ મેસેજ બાય ડેટથી જેતે તારીખથી મેસેજ સરળતાથી શોધી શકાશે. આ ફીચર ખૂબ જ જલદીથી રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચર આવ્યા પછી વોટ્સએપ યૂઝર્સ એપમાં એક નવા‘ કેલેન્ડર આઇકન 'પર ટેપ કરીને તમે કોઇ પણ તારીખ પર જઇને તે તારીખ પર થયેલી ચૅટ પર જઇ શકો છો. Wa Beta Info ના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આ ફીચર પહેલી વાર બે વર્ષ અગાઉ નજર આવ્યું હતું. પણ કેટલાક સમય બાદ તેનું ટેસ્ટિંગ કર્યા બાદ વોટ્સએપે લૉન્ચ કરવાનો પ્લાન રોકી રાખ્યો હતો. રિપોર્ટમાં એ પણ જણાવાયું હતું કે, ટેસ્ટ ફ્લાઇટથી iOS ૨૨.૦.૧૯.૭૩ અપડેટ માટે વોટ્સએપ બીટા ચાલુ કર્યા બાદ જાણ થઇ હતી કે વોટ્સએપ આવનારા સમયમાં આ ફીચરને બીજી વાર લાવવાનો પ્લાન બનાવી રહ્યું છે
સ્માર્ટફોન ને ચાર્જિંગ કરતી વખતે રાખવાની તકેદારી.
1,ભારતમાં પહેલી ઑક્ટોબરે 5G ની સેવા શરૂ થઇ રહી છે
0 ટિપ્પણીઓ