ભાવનગર ખાતે CSIR નો 81 મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રાસાયણિક, પ્રાદ્યોગિકી સંસ્થા નુ મુંબઈના કુલપતિ અનિરૂધ્ધ પંડિતે સંબોધનમા જણાવ્યુ હતુ કે, હવે જમીનમા રસ-કસ દિવસે ને દિવસે ઓછો થતો જાય છે. આથી ભવિષ્યમા સમુદ્રમા ખેતી કરવી પડશે. સમુદ્રમા પ્રોટીન, નમક, કેમીકલ્સ હોવાના કારણે શ્રેષ્ઠ પાકો થઈ શકશે. આ દિશામા સંસ્થા કામ કરી રહી છે. પરંતુ હું અપીલ કરુ છુ કે, સમુદ્રમા કેમિકલ, ઓઈલ સહિત વિવિધ જાતનો કચરો નાંખીને તેને પ્રદુષીત કરવાનુ બંધ કરો. નહિ તો તેની હાલત પણ જમીન જેવી થશે. CSIR ના નિર્દેશક કન્નનશ્રીનિવાસે પ્રવચનમાં જણાવ્યુ હતુ કે,ઉર્જા, ખેતી, પાણી, એફોર્ડેબલ મકાનોમા સંસ્થાનો મહત્વનો રોલ છે. કોવિડમા લેબોરેટરીઓમા અમારા સ્ટાફે મહત્વનુ યોગદાન આપ્યુછે, ભવિષ્યમા આ સંસ્થા ગ્લોબલી મોર્ડન સંસ્થા બનશે. કોઈપણ સંસ્થાની પ્રગતિ તેના કર્મચારીઓ પર નિર્ભર કરે છે. તેમણે સીએસ એમ સી આર એ વિશ્વની અગ્રણી સંસ્થા બનાવવા માટે કાર્યક્રમ ને આહ્વાન કર્યુ હતુ. આ  દરમિયાન સંસ્થાનો અહેવાલ 2020-22 પણ બહાર પાડવામા આવ્યો હતો.કાઉન્સિલ ઓફ સાયન્ફેક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) ની સી એસ એમ સી આર આઈ, ભાવનગર પ્રયોગશાળા ખાતે તા.૧૩ મી ઓક્ટોબરના રોજ સી એસ આઈ આરનો 81 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આખો દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં સવારે સંસ્થામાં સ્વાતંત્ર્યના અમૃત પર્વની ઉજવણી નિમિત્તે ભાવનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વૈજ્ઞાનિક-શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રિવર્સ ઓસ્મોસિસ બસ, દરિયામાં ઊગતી વનસ્પતિની ખેતી અને ઉપયોગ.વર્કશોપ અને ઉત્પાદન તકનીકો અને  ટીશ્યુ કલ્ચરના સિધ્ધાંતો અને ઉપયોગો વિશે શીખ્યા હતા. પીઆરઓ ડો.કાંતિ ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે ડાયરેક્ટર જનરલ સી એસ એમ સી આર આઈ,ડો.એન. કલાઈસેલ્વીની સૂચના મુજબ, વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થાની વિવિધ સંશોધો પ્રવૃત્તિ વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનુ ઉદ્ઘાટન ડૉ. વિશ્વજીત ગાંગુલી દ્વારા કરાય હતો.