હવે વોટ્સએપ પણ આપશે ગૂગલ સમાન મીટ ફીચર, તાજેતરમાં જ વોટ્સએપ એ કૉલ લિંક (Call Links) નામથી એક ફીચર પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ ફીચર થી યૂઝર્સ એક નવા કૉલ ની શરૂઆત કરી શકશે અથવા તો પહેલેથી ચાલી રહેલા કોઈ પણ કૉલ માં સામેલ થઇ શકે છે.
કૉલ ટેબ ની અંદર લિંક ઓપ્શન જોડવામાં આવશે. યૂઝર્સ ઓડિયો કે વીડિયો કૉલ કરીને એક લિંક બનાવી શકે છે, જેને સરળતાથી અન્ય પ્લેટફોર્મ પર શૅર કરી શકાશે. વોટ્સએપે જણાવ્યું છે કે ખૂબ જ નજીકના સમયગાળામાં જ આ ફીચર નો શુભારંભ કરવામાં આવશે. જોકે તે માટે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ચલાવવું ખાસ જરૂરી છે. જોકે, ખાસ મહત્ત્વની વાત એ છે કે આ ફીચરમાં વધુમાં વધુ ૩૨ વ્યક્તિઓને ગ્રૂપ વીડિયો કૉલિંગ માટે જોડી શકાશે અને તે માટે ટેસ્ટિંગ ની શરૂઆત પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની એક પોસ્ટમાં માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે વોટ્સએપ, કૉલ લિંક ફિચરને રોલઆઉટ કરી રહ્યું છે જે યૂઝર્સને એક લિંક બનાવવા અને તુરંત જ મેસેજિંગ એપ પર દોસ્તો અને પરિવારની વચ્ચે શૅર કરવાનો સુંદર મજાનો વિકલ્પ આપે છે. લિંક પર ક્લિક કરીને માત્ર એક ટેપમાં કૉલ સામેલ કરી શકાશે. જેમ ગૂગલ મીટ કે માઇક્રોસોફ્ટ ટીમ્સની લિંક કામ આપે છે.
0 ટિપ્પણીઓ