વોટ્સએપના આ નવા ફીચરમાં તમે ડિલીટ કરેલા મેસેજને ફરીથી લાવી શકો છો
. આ સુવિધાનો ઉપયોગ તમે ત્યારે કરી શકશો ત્યારે કોઇ મેસેજને Delete for Everyone કરવાની જગ્યાએ Delete for me કર્યો હશે
જોકે આ ફીચર માટેનું ટેસ્ટિંગ હજી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી એન્ડ્રોઇડ પર બીટા ટેસ્ટર્સ માટે આ ઉપલબ્ધ નથી .
આ સિવાય તમને આ સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ પર જલદીથી ડબલ વેરિફિકેશન સિક્યોરિટી ફીચર પણ મળશે .
ઉલ્લેખનીય છે કે , વોટ્સએપ બીટાટ્રેકર WABetaInfo ના એક રિપોર્ટના જણાવ્યા અનુસાર યૂઝર્સ દ્વારા Delete for me વિકલ્પનો ઉપયોગ કરીને કોઇ સંદેશને હટાવવા માટે કેટલીક સેકન્ડ માટે સ્ક્રીન નીચે એક નવું પોપઅપ બાર દેખાશે અને આ પોપઅપ બારમાં undo નો વિકલ્પ સામેલ થશે ,
જેના દ્વારા યૂઝર્સ ડિલીટ કરેલો મેસેજ થોડા સમયમાં જ બીજી વાર મેળવી શકશે . ત્યારબાદ યૂઝર્સ Delete for Everyone વિકલ્પ પસંદ કરી શકે છે તો તે ઇચ્છે તો જ.
જોકે નવું undo બટન વોટ્સએપના Android beta વર્ઝન ૨.૨૨.૧૩.૫ પર ઉપલબ્ધ છે .
અલબત્ત , ટેસ્ટર્સને હાલમાં આ દેખાઇ નહીં શકે ઉપરાંત આ સુવિધા જલ્દીથી એપના iOS અને ડેસ્કટોપ વર્ઝન પર પણ ઉપલબ્ધ થશે,

0 ટિપ્પણીઓ