ગુજરાત ચોમાસા  ની શરૂઆત સાથે નાના મોટા ખેડૂતો પાકને અનુરૂપ બિયારણ . ખાતર અને જંતુનાશક દવાઓની ખરિદી  હાથ ધરતા હોય છે આથી વધતી જતી માંગ ની સામે વધુ નફો રળી લેવા લાલચુ કેટલાક વિક્રેતાઓ ભેળસેળયુક્ત બિયારણ પધરાવવાની મોડ્સ ઓપરેન્ડી અપનાવતા હોય છે જેમાં કોવૉલિટી વગરના બિયારણમાં બિયારણમાં લાલ પાવડર ભેળવીને જાણીતી કંપનીના નામે પેકિંગ કરીને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પધરાવવામાં આવતું હોય છે અને અંતે ખેડૂતોને સહન કરવાનો વારો આવતો હોય છે ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ આ મામલે આળસ ખંખેરીને વિક્રેતાઓ ને ત્યાં તપાસ કરી જેથી બજારમાં બિયારણની રીતસરની લાવ લાવ થતી રહેતી હોય છે ખેડૂતો સમયસર વાવણી કરી શકે તે માટે જ્યાંથી મળે ત્યાંથી બિયારણની ખરીદી કરી લેતા હોય છે આ તકનો લાભ લઈને કેટલાક વિભાગો હલકી ગુણવત્તાનું બિયારણ મોંઘા ભાવે ખેડૂતોને ધબડાવી દેતા હોય છે ભૂતકાળમાં પણ આવા નકલી બિયારણ નો ગોરખધંધો રાજ્યભરમાં પ્રકાશમાં આવ્યો હતો ત્યારે ચાલુ સાલે પણ ખેડૂતોને શિકાર બનાવવા કેટલાક વિભાગો મેદાનમાં ઉતરી પડયા હોવાની ચર્ચા ઉઠી છે અને જિલ્લામાં નકલી બિયારણ નો ધુમ વેપલો થવાની બૂમરાણો ઉઠી છે . આમ તો ખેડૂતોને સબસીડી યુક્ત બિયારણનું વેચાણ પણ સરકાર દ્વારા બીજ નિગમ મારફતે હાથ ધરે તેવી માંગ સહકારી અને ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા  કરવામાં આવતું હોય છે પરંતુ આ વેચાણ પહેલાં જ બિયારણની જરૂર વર્તાતી હોય તો  ખેડૂતો ખુલ્લા બજારમાંથી ખરીદી કરી લેતા હોય છે નિગમ દ્વારા ફાળવવામાં આવતા જથ્થા કરતા વધુ બિયારણની જરૃરિયાત રહેતી હોય  તો નાછૂટકે મોંઘા ભાવે વેપારીઓ પાસેથી ખેડૂતોને ખરીદી કરવાની ફરજ પડી રહી હોય છે . ચોમાસાનો મોટાભાગે પાકનું વાવેતર થતું હોય છે ચોમાસા દરમિયાન લીલા પડવાશ વિવિધ પાકોના બિયારણમાં પણ અનેક જાત ઉપલબ્ધ રહેતી હોય દરેક કંપની અને વિક્રેતાઓ પોતાનો માલ શ્રેષ્ઠ હોવાની વાત ખેડૂતો સામે ઉચ્ચારતા હોય છે અને ખેડૂતો પણ વધુ ઉત્પાદન મેળવવાની લાલસામાં વેપારી પર આંધળો વિશ્વાસ મૂકી ખરીદી કરતા હોય આ તકનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવી કેટલાક લેભાગુઓ જુનો અને હલકી ગુણવત્તાવાળો તેમજ નકલી માલ પણ ખેડૂતોને વેહચી દેતા હોય છે જેથી ખેડૂતો  એ બિયારણ ની ખાતરી કરી ને લેવું જોઈએ,